Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ભવ્ય વિજય બાદ હાર્દિક પટેલે અંબાજી મંદિરના કર્યા દર્શન

03:18 AM Apr 26, 2023 | Vipul Pandya

ભારતીય જનતા પાર્ટીએ 156 બેઠક જીતી ગુજરાતના ઈતિહાસમાં સૌથી મોટી જીત મેળવી છે. ભાજપે સતત સાતમી વાર ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં (Gujarat Election 2022) જીત મેળવી છે.  જેમા વિરમગામ (Viramgam) બેઠક પર જીત બાદ ભાજપ ઉમેદવાર હાર્દિક પટેલ (Hardik Patel)બનાસકાંઠા અંબાજી મંદિરે દર્શન(Ambaji Temple)કર્યા હતા.અંબાજી મંદિરમાં પૂજા અર્ચના કર્યા બાદ હાર્દિક પટેલે જણાવ્યુ કે મા પાસે માંગવાનું ના હોય આશીર્વાદ લેવાના હોય. માંગેલુ એક વાર મળે જ્યારે આશીર્વાદ આજીવન રહે છે.આ સાથે તેમને પોતાની રાજકીય ભૂમિકા વિશે પણ જણાવ્યું છે.
156 બેઠકો ઉપર ભાજપનો દબદબો

ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં 182માંથી 156 બેઠક ભારતીય જનતા પાર્ટીને મળી છે. 17 બેઠક પર કોંગ્રેસ પાર્ટીએ, 05 બેઠક પર આમ આદમી પાર્ટી અને 4 બેઠક પર અન્ય એ જીત મેળવી છે. આ પહેલા વર્ષ 2017માં ભારતીય જનતા પાર્ટીને 99 બેઠક મળી છે આ વર્ષે ભાજપને તેના કરતા 57 બેઠક વધારે મળી છે. 
કોંગ્રેસ પાર્ટીને વર્ષ 2017માં 77 બેઠક મળી છે જેમાંથી આ વર્ષે તેમણે 60 બેઠક ગુમાવી છે. કોંગ્રેસને આ વર્ષે માત્ર 17 બેઠક પર જીત મળી છે. તેને વિપક્ષની પાર્ટી બનવા માટે જરુરી 10 ટકા બેઠક પણ મળી નથી. આપ પાર્ટી પહેલી વાર ગુજરાત વિધાનસભા ચૂંટણી લડી રહી હતી. તેમના નેતાઓના નિવેદનો અનુસારનું તેઓ પ્રદર્શન ન કરી શક્યા. તેમના તમામ મોટા નેતાઓ પોતાની બેઠક પરથી હાર્યા હતા. અન્યને આ વર્ષે 2 બેઠક ઓછી મળી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.