Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ઉત્તરાયણના પર્વ બાદ પક્ષીઓને હાની ન પહોંચે તેને લઈને કરાયું અદભુત કામ

11:06 PM Apr 14, 2023 | Vipul Pandya

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદના ચેરમેન  ડો. સુજય મહેતા, વાઇસ ચેરમેન વિપુલ સેવક તથા શાસનાધિકારી ડો. એલ.ડી દેસાઈ દ્વારા જોધપુર અનુપમ (સ્માર્ટ) શાળા નં-1માં તથા વાસણા શાળા નં.1 અને 5 નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ અને ટ્રસ્ટ PaPa (Personal Assistance Personal Attention) સહયોગથી પક્ષી બચાવ કરુણા અને સંવેદના કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ કાર્યક્રમમાં જોધપુર અનુપમ (સ્માર્ટ) શાળા નં-1માં વેજલપુર વિધાનસભાના ધારાસભ્ય અમિતભાઇ ઠાકર, તથા વાસણા શાળા નં.1 અને 5 એલિસબ્રિજ વિધાનસભાના ધારાસભ્ય અમિતભાઇ શાહ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન  ડો.સુજયભાઈ મહેતા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદના શાસનાધિકારી ડો.એલ.ડી દેસાઈ, સ્કૂલ બોર્ડ સભ્યશ્રીઓ ઘનશ્યામભાઇ પટેલ, અભયભાઈ વ્યાસ, જીગરભાઇ શાહ, ધર્મેન્દ્રભાઇ મિશ્રા, લીલાધરભાઇ ખડકે, ટ્રસ્ટ પાપાના મેનેજિંગ ટ્રસ્ટી ડૉ.સિદ્ધાર્થભાઈ ઠાકર, આશિષભાઇ પટેલ માન, ચેરમેન મટીરીયલ પર્યેજ કમિટી, જોધપુર વોર્ડના કાઉન્સિલર, પ્રવિણાબેન પટેલ તથા વાસણા વોર્ડના કાઉન્સિલર, સ્નેહાબા પરમાર, હિમાંશુભાઇ વાળા, મેહુલભાઇ શાહ, સોનલબેન ઠાકોર અને ટ્રસ્ટ પાપાના વોલેન્ટિયર તથા મોટી સંખ્યામાં મુખ્ય શિક્ષકશ્રીઓ તથા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી થઈ હતી. ત્યારબાદ પધારેલા સહુ મહેમાનોએ દીપ પ્રાગટ્ય કર્યું હતું. સ્વાગત પ્રવચનમાં સ્કૂલબોડના શાસનાધિકારી ડૉ.એલ.ડી .દેસાઈએ જણાવ્યું હતું કે અત્યાર સુધીના સ્કૂલ બોર્ડના ઈતિહાસમાં આવો કરુણાસભર કાર્યક્રમ સાબરમતી, વેજલપુર અને એલિસબ્રીજ વિધાનસભામાં મોટા પાયે થયો છે.
આ કાર્યક્રમ દ્વારા જીવદયાને પ્રાધાન્ય આપવાના ઉદ્દેશ્યથી મકર સંક્રાંતિ તહેવાર દરમિયાન ઘરના ધાબા પર, ઝાડ પર તથા રસ્તાઓ પર વીંટળાયેલી અને વેરવિખેર પડેલી, પક્ષીઓના માટે પ્રાણ ઘાતક સાબિત થાય તેવી પતંગની દોરીઓને ભેગી કરીને એ દોરીઓમાં નિર્દોષ પક્ષીઓ ફસાય નહીં અને પોતાનો પ્રાણ ત્યાગ કરે નહીં તે હેતુથી બાળકોને પ્રેરણા આપી દક્ષિણ પશ્ચિમ ઝોનની શાળાના વિદ્યાર્થીઓ દ્વારા 400 કિલો તથા પશ્ચિમ ઝોન-1ની શાળાના વિદ્યાર્થીઓ દ્વારા 200 કિલો એક કુલ 600 કિલો કરતા પણ વધારે દોરીના ગૂંચળાઓ ભેગા કરવામાં આવ્યા હતા. આમ કુલ 459 શાળાઓ દ્વારા લગભગ 2000 કિલો કરતાં વધારે જેટલી દોરીના ગૂંચળાઓ ભેગા કરવામાં આવેલ છે. સ્કૂલ બોર્ડના ચેરમેન ડૉ.સુજયભાઈ મહેતાએ જણાવ્યું હતું કે આ ભેગી થયેલી દોરીઓને લોકો જો રસ્તા પર બાળી નાખે તો તેનાથી કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઈડ વડે નવું પ્રદૂષણ ઉભું થાય છે તે અટકાવવાના હેતુથી ટ્રસ્ટ પાપાના સહકારથી આ દોરીઓ વડે ગ્રીન એનર્જી ઉત્પન્ન કરવામાં આવશે. આ બાબતે ટ્રસ્ટ પાપાના મેનેજિંગ ટ્રસ્ટી સિદ્ધાર્થભાઈએ જણાવ્યું હતું કે આ ભેગી કરેલી દોરીઓને સળગાવવાને બદલે આ દોરીઓને બોઇલરમાં નાખીને યોગ્ય પદ્ધતિથી પ્રદૂષણ મુક્ત ઉર્જા (ગ્રીન એનર્જી) ઉત્પન્ન કરવામાં આવશે. નાના બાળકોના હાથે આ ખૂબ મોટું કામ કરવા માટે આજે આપણે સૌ નિમિત્ત બન્યા છીએ તેમ પણ તેઓએ જણાવ્યું હતું.
જોધપુર અનુપમ (સ્માર્ટ) શાળા નં-1 કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી વેજલપુર વિધાનસભાના ધારાસભ્ય અમિતભાઇ ઠાકરે જણાવ્યું હતું કે, શિક્ષણએ ટ્રેનની ટીકીટ સમાન છે. જે તમને જીવનમાં અદભુત મુસાફરીનો લ્હાવો આપે છે. આજના તબક્કે સરકારી શાળાઓ ખાનગી શાળાઓ કરતાં નવા આયામો સર કરી રહી છે. દરેક બાળક અનન્ય, અજોડ છે. ભવિષ્યમાં ઉજ્જળ કારકિર્દી બનાવવી હશે તો ઉંચા સપના જોવા પડશે અને તે સપનાને સાચા કરવા ખૂબ જ મહેનત કરવી પડશે. પોતાના કૌશલ્યને આધારે આગળ વધવું પડશે. સ્કૂલબોર્ડના વાઇસચેરમેન વિપુલભાઇ સેવકનું કહેવું છે કે, દોરી એશ્રિત કરવાનું કામ બાળકોને એટલે સોંપ્યું છે, કારણ કે તેઓ આવતીકાલનું ભવિષ્ય છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.