+

બેટ્સમેન બાદ બોલરોએ પણ દેખાડ્યો દમ, ન્યૂઝીલેન્ડને 168 રને હરાવ્યું

અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે T20 શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચ રમાઈ હતી. જેમા ટીમ ઈન્ડિયાએ શાનદાર 168 રને જીત મેળવી છે. આ સાથે ટીમ ઈન્ડિયાએ શ્રેણીને પણ 2-1 થી પોતાના નામે કરી લીધી છે. ન્યૂઝીલેન્ડની પૂરી ટીમ 12.1 ઓવરમાં ઓલ આઉટભારતે ત્રીજી T20 મેચમાં ન્યૂઝીલેન્ડને 168 રને હરાવ્યું. આ સાથે ત્રણ મેચની શ્રેણી પણ 2-1થી જીતી લીધી છે. ભારતની શાનદાર જીતમાં કેપ્ટન
અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે T20 શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચ રમાઈ હતી. જેમા ટીમ ઈન્ડિયાએ શાનદાર 168 રને જીત મેળવી છે. આ સાથે ટીમ ઈન્ડિયાએ શ્રેણીને પણ 2-1 થી પોતાના નામે કરી લીધી છે. 
ન્યૂઝીલેન્ડની પૂરી ટીમ 12.1 ઓવરમાં ઓલ આઉટ
ભારતે ત્રીજી T20 મેચમાં ન્યૂઝીલેન્ડને 168 રને હરાવ્યું. આ સાથે ત્રણ મેચની શ્રેણી પણ 2-1થી જીતી લીધી છે. ભારતની શાનદાર જીતમાં કેપ્ટન હાર્દિક પંડ્યાની મોટી ભૂમિકા હતી. તેણે 4 ઓવરમાં 16 રન આપીને 4 વિકેટ લીધી હતી. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતે શુભમન ગિલના અણનમ 126 રનના આધારે 234 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. પરંતુ જવાબમાં ન્યૂઝીલેન્ડની આખી ટીમ 12.1 ઓવરમાં માત્ર 66 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી.

બોલરોએ પણ દેખાડ્યો દમ
ટીમ ઈન્ડિયાએ આજની મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી હતી. ઈશાન કિશન 1 રન બનાવીને સસ્તામાં પેવેલિયન પરત ફર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 4 વિકેટે 234 રન બનાવ્યા હતા. શુભમન ગિલે ODI બાદ T20માં પણ પોતાનો દાવો મજબૂત કર્યો હતો. ટીમ માટે શુભમન ગિલે 63 બોલમાં 126 રનની શાનદાર સદીની ઇનિંગ રમી હતી. ગિલ સિવાય રાહુલ ત્રિપાઠીએ 22 બોલમાં 44 અને હાર્દિક પંડ્યાએ 17 બોલમાં 30 રન બનાવ્યા હતા. આ પછી આજે બોલિંગમાં ભારતના ફાસ્ટ બોલરો ધૂમ મચાવી રહ્યા હતા. હાર્દિક પંડ્યાએ 4, અર્શદીપ સિંહ, શિવમ માવી અને ઉમરાન મલિકે 2-2 વિકેટ લીધી હતી. 

ટીમ ઈન્ડિયાએ આસાનીથી જીતી મેચ
કિવી ટીમને જીતવા માટે 235 રનનો ટાર્ગેટ હતો, પરંતુ મુલાકાતી ટીમ 12.1 ઓવરમાં 66 રન બનાવીને ઓલ આઉટ થઇ હતી. જણાવી દઈએ કે, આ સીરીઝની પ્રથમ મેચ રાંચીમાં રમાઈ હતી, જેમાં ન્યૂઝીલેન્ડ 21 રનના માર્જીનથી જીત્યું હતું. આ પછી બીજી મેચ લખનૌમાં રમાઈ હતી, જેમાં ભારતીય ટીમે 6 વિકેટે જીત મેળવી હતી અને શ્રેણી 1-1થી પોતાના નામે કરી હતી. જોકે, શ્રેણીની અંતિમ મેચમાં કે જે નિર્ણાયક મેચ પણ હતી તેને ટીમ ઈન્ડિયાએ આસાનીથી જીતી લીધી છે. 
ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન
શુભમન ગિલ, ઈશાન કિશન (wk), રાહુલ ત્રિપાઠી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા (c), દીપક હુડા, વોશિંગ્ટન સુંદર, શિવમ માવી, કુલદીપ યાદવ, ઉમરાન મલિક અને અર્શદીપ સિંહ
ન્યૂઝીલેન્ડની પ્લેઈંગ ઈલેવન
ફિન એલન, ડેવોન કોનવે (wk), માર્ક ચેપમેન, ગ્લેન ફિલિપ્સ, ડેરીલ મિશેલ, માઈકલ બ્રેસવેલ, મિશેલ સેન્ટનર (c), ઈશ સોઢી, બેન લિસ્ટર, લોકી ફર્ગ્યુસન અને બ્લેર ટિકનર

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter