+

T20 બાદ હવે ટીમ ઈન્ડિયા ટેસ્ટમાં બની નંબર વન, આ ટીમ પાસેથી છીનવ્યો તાજ

ટીમ ઈન્ડિયાની બુધવારથી ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ વનડે શ્રેણી રમવાની શરૂઆત કરશે. જોકે, તે પહેલા ટીમ ઈન્ડિયા (Team India) માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. ભારતીય ટીમે ટેસ્ટ ક્રિકેટમાં બાંગ્લાદેશના પ્રવાસ પર બે મેચ જીતી અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (World Test Championship) ના પોઈન્ટ ટેબલમાં પણ મજબૂતી મેળવી. જોકે ટીમ ઈન્ડિયા રેન્કિંગમાં બીજા નંબર પર હતી. હવે તાજા ઘટનાક્રમમાં ભારતીય ટીમ માટે સારા સમાચાર આવà
ટીમ ઈન્ડિયાની બુધવારથી ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ વનડે શ્રેણી રમવાની શરૂઆત કરશે. જોકે, તે પહેલા ટીમ ઈન્ડિયા (Team India) માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. ભારતીય ટીમે ટેસ્ટ ક્રિકેટમાં બાંગ્લાદેશના પ્રવાસ પર બે મેચ જીતી અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (World Test Championship) ના પોઈન્ટ ટેબલમાં પણ મજબૂતી મેળવી. જોકે ટીમ ઈન્ડિયા રેન્કિંગમાં બીજા નંબર પર હતી. હવે તાજા ઘટનાક્રમમાં ભારતીય ટીમ માટે સારા સમાચાર આવ્યા છે. ટીમ ઈન્ડિયાએ ICC ટેસ્ટ રેન્કિંગમાં નંબર વનનો તાજ પાછો મેળવી લીધો છે. ભારતીય ટીમે આ મામલે ઓસ્ટ્રેલિયાને પાછળ ધકેલીને નંબર વનનું સ્થાન હાંસલ કર્યું છે.
ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને પછાડી મેળવ્યું સ્થાન
ICC દ્વારા મંગળવારે જાહેર કરવામાં આવેલી ટીમ ટેસ્ટ રેન્કિંગમાં ભારતે ફરી ક્રિકેટના સૌથી લાંબા ફોર્મેટમાં પોતાનું શાસન સ્થાપિત કર્યું છે. ભારતે ઓસ્ટ્રેલિયા પાસેથી નંબર 1નો તાજ છીનવી લીધો છે. ભારતીય ટીમ ફરી એકવાર ટેસ્ટમાં નંબર વન ટીમ બની ગઈ છે. નવીનતમ ICC ટીમ ટેસ્ટ રેન્કિંગમાં, ભારતના 115 રેટિંગ પોઈન્ટ છે અને ઓસ્ટ્રેલિયાના 111 રેટિંગ પોઈન્ટ છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 9 ફેબ્રુઆરીથી ચાર મેચની ટેસ્ટ શ્રેણી રમાવાની બાકી છે. 
બીજા નંબર પર આવ્યું ઓસ્ટ્રેલિયા
ભારતે ગયા વર્ષે ડિસેમ્બરમાં બાંગ્લાદેશ સામે છેલ્લી ટેસ્ટ શ્રેણી 2-0થી જીતી હતી, જ્યારે ઓસ્ટ્રેલિયાએ દક્ષિણ આફ્રિકાને ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીમાં 2-0થી વ્હાઇટવોશ કર્યું હતું. લેટેસ્ટ રેન્કિંગમાં ભારત 115 રેટિંગ પોઈન્ટ સાથે નંબર વન પર પહોંચી ગયું છે. વળી, ઓસ્ટ્રેલિયા 111 રેટિંગ સાથે બીજા અને ઈંગ્લેન્ડ 106 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. ન્યૂઝીલેન્ડની ટીમ 100 રેટિંગ પોઈન્ટ સાથે ચોથા નંબર પર છે. દક્ષિણ આફ્રિકા (85) પાંચમા, વેસ્ટ ઈન્ડિઝ (79) છઠ્ઠા, પાકિસ્તાન (77) સાતમા, શ્રીલંકા (71) આઠમા, બાંગ્લાદેશ (46) નવમા અને ઝિમ્બાબ્વે (25) દસમા ક્રમે છે.
ટીમ ઈન્ડિયાના સૌથી વધુ પોઈન્ટ 
ICC દ્વારા મંગળવારે તાજેતરની રેન્કિંગ જાહેર કરવામાં આવી છે અને ટીમ ઈન્ડિયાએ તેમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. આ પહેલા ઓસ્ટ્રેલિયાની ટીમના નામે નંબર વનનો તાજ હતો પરંતુ હવે ભારતીય ટીમે તેને પાછળ છોડી દીધો છે. ટીમ ઈન્ડિયાએ 32 મેચમાં 3690 પોઈન્ટ મેળવીને કુલ 115 રેટિંગ પોઈન્ટ સાથે ટોચનું સ્થાન મેળવ્યું છે. જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમના 111 રેટિંગ પોઈન્ટ છે. તેના 29 મેચમાં 3231 પોઈન્ટ છે. ઓસ્ટ્રેલિયાએ પાંચ પોઈન્ટ ગુમાવ્યા, ભારત માટે કોઈ પોઈન્ટ કપાયા નથી. ઈંગ્લેન્ડ ત્રીજા નંબર પર છે. ઈંગ્લેન્ડના 106 રેટિંગ પોઈન્ટ છે.
ભારતનો રસ્તો સરળ બન્યો
બીજી તરફ ભારતીય ટીમને ટેસ્ટ રેન્કિંગમાં પ્રથમ સ્થાને પહોંચવાનો સૌથી મોટો ફાયદો એ થશે કે ટેસ્ટ વર્લ્ડ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચવાનો ટીમ ઈન્ડિયાનો રસ્તો આસાન થઈ જશે. ટીમ ઈન્ડિયા ટૂંક સમયમાં ઓસ્ટ્રેલિયા સાથે ચાર મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે, જો ભારત આ શ્રેણી જીતવામાં સફળ રહેશે તો તે ટેસ્ટની ફાઇનલમાં પહોંચી જશે.
ભારત પાસે ત્રણેય ફોર્મેટમાં નંબર વન બનવાની છે તક
ભારતીય ટીમ પહેલાથી જ T20Iમાં નંબર વન પોઝીશન પર છે. વળી, ODI રેન્કિંગમાં, ટીમ ઇન્ડિયા હાલમાં ચોથા સ્થાન પર છે જ્યારે ન્યૂઝીલેન્ડ ટોચ પર છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે હજુ 18 જાન્યુઆરીથી ત્રણ મેચની વનડે શ્રેણી રમવાની છે. જો ભારત વનડેમાં ન્યૂઝીલેન્ડને 3-0થી હરાવશે તો તે ત્રણેય ફોર્મેટમાં નંબર વન ટીમ બની જશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Whatsapp share
facebook twitter