+

શ્રીલંકા બાદ હવે ન્યૂઝીલેન્ડનો વારો, ભારતે ટોસ જીતી પહેલા બેટિંગનો કર્યો નિર્ણય

શ્રીલંકા બાદ હવે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટીમ ઈન્ડિયા આજથી વનડે શ્રેણીની શરૂઆત કરશે. હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણીની પ્રથમ મેચ રમાશે. મેચ બપોરે 1.30 કલાકે શરૂ થશે. ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ મેચમાં વર્લ્ડ રેકોર્ડ બેવડી સદી ફટકારનાર ઝારખંડનો ખેલાડી ઈશાન કિશન પ્લેઈંગ ઈલેવનમાં વાપસી કરી શકે છે. વળી શ્રીલંકા વિરુદ્ધ
શ્રીલંકા બાદ હવે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટીમ ઈન્ડિયા આજથી વનડે શ્રેણીની શરૂઆત કરશે. હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણીની પ્રથમ મેચ રમાશે. મેચ બપોરે 1.30 કલાકે શરૂ થશે. ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ મેચમાં વર્લ્ડ રેકોર્ડ બેવડી સદી ફટકારનાર ઝારખંડનો ખેલાડી ઈશાન કિશન પ્લેઈંગ ઈલેવનમાં વાપસી કરી શકે છે. વળી શ્રીલંકા વિરુદ્ધ વનડે શ્રેણીની અંતિમ મેચમાં વિરાટ કોહલીની શાનદાર બેટિંગ જોવા મળી હતી, કઇંક આવું જ આજે ફરી જોવા મળે તેવી આશાએ ક્રિકેટ ફેન્સ સ્ટેડિયમમાં પહોંચ્યા છે. 
ટોસ કોના નામે રહ્યો?
બંન્ને ટીમના કેપ્ટન મેદાનમાં પહોંચી ગયા છે. મળી રહેલી માહિતી અનુસાર, ટીમ ઈન્ડિયાએ ટોસ જીતી લીધો છે અને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. 
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચોની વનડે સીરીઝની પ્રથમ મેચ આજે રમાશે. તેનું આયોજન હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. આ સીરીઝમાં રોહિત શર્મા વનડેમાં ભારતીય ટીમની કપ્તાની કરી રહ્યો છે જ્યારે ન્યૂઝીલેન્ડની કેપ્ટનશીપ ટોમ લાથમ કરી રહ્યો છે. મેચ ભારતીય સમય અનુસાર બપોરે 1.30 વાગ્યે શરૂ થશે. જણાવી દઇએ કે, આ શ્રેણી બંને ટીમો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. વર્લ્ડ કપની તૈયારી મજબૂત ટીમ સામે રમીને જ પૂરી થશે. ન્યૂઝીલેન્ડની ટીમ ખતરનાક ફોર્મમાં છે અને તાજેતરમાં જ પાકિસ્તાનને હરાવ્યું હતું. જો કે બંને વચ્ચેના આંકડાની વાત કરીએ તો બંને વચ્ચે ક્લોઝ ફાઈટ છે અને ભારતીય ટીમને થોડી ધાર મળી છે.
હવામાન કેવું રહેશે”
ભારત-ન્યૂઝીલેન્ડ મેચ દરમિયાન તાપમાન 29 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે ભેજનું પ્રમાણ 29 ટકા રહેવાની શક્યતા છે. મેચ દરમિયાન પવનની ઝડપ 8 કિલોમીટરની ઝડપે ચાલી શકે છે. હવામાન વિભાગનો અંદાજ છે કે મેચ દરમિયાન આકાશ સ્વચ્છ રહેશે. બપોરે સારો સૂર્યપ્રકાશ રહેશે. જ્યારે વરસાદની કોઈ શક્યતા નથી.
પિચ રિપોર્ટ
રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમ બેટિંગ ફ્રેન્ડલી માનવામાં આવે છે. આશા છે કે ફરી એકવાર બેટ્સમેનોને મદદ મળશે અને સ્કોર કાર્ડ પર રન દેખાશે. મેચના બીજા સેશનમાં ઝડપી બોલરોને પીચમાંથી થોડી મદદ મળી શકે છે. જ્યારે મધ્ય ઓવરોમાં સ્પિનરો ઉપયોગી થઈ શકે છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter