+

AMCના પૂર્વ વિપક્ષ નેતા દિનેશ શર્માનું કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું, કોંગ્રેસની કાર્યપ્રણાલીથી નારાજ થઈ આપ્યું રાજીનામું

વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ કોંગ્રેસને એક પછી એક ઝટકા મળી રહ્યા છે. વિધાનસભા ચૂંટણી 2022 પહેલા કોંગ્રેસમાં ભંગાણ શરુ થઇ ગયું છે. કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહના કોંગ્રેસમાંથી રાજીનામા બાદ હવે AMCના પૂર્વ વિપક્ષ નેતા દિનેશ શર્માએ પણ રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરને પત્ર લખી દિનેશ શર્માએ રાજીનામું આપ્યું છે. AMCના પૂર્વ વિપક્ષ નેતા દિને
વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ કોંગ્રેસને એક પછી એક ઝટકા મળી રહ્યા છે. વિધાનસભા ચૂંટણી 2022 પહેલા કોંગ્રેસમાં ભંગાણ શરુ થઇ ગયું છે. કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહના કોંગ્રેસમાંથી રાજીનામા બાદ હવે AMCના પૂર્વ વિપક્ષ નેતા દિનેશ શર્માએ પણ રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરને પત્ર લખી દિનેશ શર્માએ રાજીનામું આપ્યું છે. AMCના પૂર્વ વિપક્ષ નેતા દિનેશ શર્માએ કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપ્યું છે. દિનેશ શર્મા કોંગ્રેસની કાર્યપ્રણાલીથી નારાજ હતા. 21મી ફેબ્રુઆરીએ પ્રિયંકા ગાંધીને ટેગ કરી ટ્વીટર પર તેમણે પોતાની નારાજગી પણ વ્યક્ત કરી હતી. દિનેશ શર્માએ રાજીનામું આપતા લખ્યું કે સંગઠનને મજબૂત કરવા તેમણે કરેલા સૂચનો પર ધ્યાન ન અપાયું. પરિણામ ન મળતા પક્ષને અલવિદા કહેવાનો વિકલ્પ જ વધ્યો હતો.
 
દિનેશ શર્માના રાજીનામાં બાદ મીડિયા સાથેની વાતચીતમાં તેમણે ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા પર આકરા પ્રહાર કર્યા હતા. દિનેશ શર્માએ કહ્યું કે “મેં ઘણીવાર રઘુ શર્માને મળવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેમણે મારી સાથે ક્યારેય મુલાકાત કરી નથી. દિનેશ શર્માએ રઘુ શર્મા પર કેટલાક ગંભીર આક્ષેપો પણ લગાવ્યા. તેમણે એવો પ્રશ્ન કર્યો કે રઘુ શર્મા ગુજરાત કોંગ્રેસના પ્રભારી કે વેપારી ? આ સણસણતા સવાલ સાથે દિનેશ શર્માએ રઘુ શર્મા સહિત પ્રદેશ નેતાગીરી સામે ગંભીર આરોપો લગાવ્યા અને પક્ષના નેતાઓએ જ પક્ષને નુકસાન પહોંચાડ્યાનો આરોપ લગાવ્યો. એટલું જ નહીં ગુજરાતમાં કોંગ્રેસનું અસ્તિત્વ જોખમમાં હોવાનું કહી કાર્યકરો સાથે અન્યાય થતો હોવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે ગુજરાતમાં તેઓ કોંગ્રેસના કાર્યકર્તાઓને મળતા નથી. જો ગુજરાતને કોંગ્રેસમાં ઊભી કરવી હોય તો કોંગ્રેસના તમામ આગેવાનને મળે. માત્રને માત્ર તેમને લાભ કરાવે તેવા વ્યક્તિને ન મળે.

દિનેશ શર્માએ રઘુ શર્મા સાથે અહેમદ પટેલના નવરત્નોનો પણ ઉલ્લેખ કર્યો અને તેમની સામે પણ નિશાન તાક્યું. દિનેશ શર્માનો આરોપ છે કે અહેમદ પટેલના 9 રત્નો કોંગ્રેસના વિકાસને અટકાવી રહ્યા છે. સાથે જ કહ્યું કે અહેમદ પટેલના નવ રત્ન છે ત્યાં સુધી કોંગ્રેસ પાર્ટી ઉપર નહી આવે. તેમણએ એમ કહ્યું કે ચૂંટણી નજીક આવી રહી છે, પણ કોંગ્રેસ માત્રને માત્ર વાતો જ કરે છે. કોંગ્રેસ પાસે ચૂંટણી અંગે કોઈપણ પ્રકારની રણનીતી નથી. દિનેશ શર્માએ એવો પણ આક્ષેપ કર્યો કે કોંગ્રેસ દિશાવિહીન થઈ ગઈ છે અને દિશાવિહીન થયેલી કોંગ્રેસને હું છોડુ છું. મહત્વનું છે કે AMCના પૂર્વ વિપક્ષ નેતા દિનેશ શર્માએ કોંગ્રેસની કાર્ય પ્રણાલીથી નારાજ થઈને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરને પત્ર લખી રાજીનામુ આપ્યુ દીધું છે. જયરાજસિંહ પરમાર બાદ હવે અમદાવાદ મનપાના વિપક્ષ નેતા દિનેશ શર્માએ કોંગ્રેસને અલવિદા કહી દીધું છે. વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ માટે હવે ‘એક સાંધે ત્યા તેર તૂટે’ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. 
Whatsapp share
facebook twitter