Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

સારા વરસાદ બાદ ડભોઇ તાલુકામાં ખેડૂતો ડાંગરની વાવણીમાં જોતરાયા

05:41 PM Jul 25, 2023 | Vipul Pandya
અહેવાલ- પીન્ટુ પટેલ, ડભોઇ 
ડભોઇ (Dabhoi) પંથકમાં સારો વરસાદ થતા ખેડુતો (farmers) પોતાના ખેતરમાં વાવણી માટે જોતરાયા છે. આ સીઝનમાં આશરે અત્યાર સુધીનો વરસાદ 435 MMજેટલો વરસાદ ડભોઇ તાલુકામાં વરસ્યો છે ત્યારે વરસાદ સારો થતાં જ તાલુકા ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતો પોતાના ખેતરમાં ડાંગરની વાવણી શરૂ કરી દીધી છે.

જગતનો તાત વાવણીમાં જોતરાયો
ડભોઇ તાલુકા તેમજ શહેરની અંદર છેલ્લા કેટલા દિવસથી છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે . જેમાં ખેડૂતો પોત પોતાના ખેતરની અંદર ડાંગરની વાવણી કરવા માટે જગતનો તાત જોતરાયો હતો. ડભોઇ તાલુકા અને ગામોમાં ડાંગરની ખેતી થતી હોય છે.સૌથી મોટા પ્રમાણમાં ઉત્પાદન ધરાવતો ડભોઇ તાલુકો મોટાભાગના ખેડૂતો ડાંગર અને કપાસ અને દિવેલા તુવેર અને સોયાબીન જેવા પાકોનું સવાવેતર કરી તેમાંથી થતી આવકમાંથી વર્ષ દરમિયાન પોતાનું પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે. આ વર્ષે ચોમાસુ શરૂ થઈ જવાથી સાથે વરસાદનું આગમન થતા જ ખેડૂતો પોતાના ખેતરમાં ડાંગરની વાવની શરૂ કરી દીધી છે.

ડાંગરની સમયસર ફેરરોપણી
ડાંગરના પાકમાં વધુ ઉત્પાદનનો આધાર ડાંગરની જાત, તંદુરસ્ત ધરૂ તેમજ સમયસર રોપણી માટે યોગ્ય ઉમરના ધરૂનીં ઉપલબ્ધતા પર રહે છે. પ૦ થી પ૫ દિવસની ઉંમરનું ધરૂ થાય ત્યારે ફેબ્રુઆરી માસનું પ્રથમ પખવાડીયું વધુ અનુકૂળ છે. આ સમયે ઠંડીનું પ્રમાણ ઘટવાથી રોપાણ ડાંગરની ફૂટ સારી થાય છે. શકય હોય તેટલા સાંકડા ગાળે ૧પ x ૧પ સે.મીના એક થાણે ૨ થી ૩ છોડ (રોપા) રાખી ફેરરોપણી કરવી હિતાવહ છે.

રાસાયણિક ખાતર
રાસાયણિક ખાતરના ઉંચા ભાવોને લીધે જમીન પૃથ્થકરણ પ્રયોગશાળાની ભલામણ મુજબ જ પોષક તત્વો સપ્રમાણ આપવા જેથી વધુ ઉત્પાદન આપતી જાતોની ઉત્પાદન ક્ષમતા જળવાઈ રહે. શકય હોય ત્યાં સુધી નાઇટ્રોજન તત્વ આપવા માટે યુરીયા ખાતરને પુર્તિ ખાતર તરીકે આપતી વખતે કયારીમાં પાણી નિતારી નાખવું તથા ખાતર આપ્યા પછી બીજા યા ત્રીજા દિવસે પાણી ભરવું. કયારીમાંથી પાણી નિતારવાની સગવડ ન હોય અને યુરિયા ખાતર જ આપવું હોય તો નીમકેક પાવડર યુરિયાના ૨૦% જેટલો લઈ બરાબર મિશ્રણ કરી ૪૮ કલાક રહેવા દઈ પછી આપવું. અથવા ૨% લીંબોળીના તેલનો પટ આપવો. ઉનાળું ઋતુ માટે હેકટરે ૧૨૦ કિલો નાઈટ્રોજન ત્રણ હપ્તામાં એટલે કે પાયામાં (પo%), ફુટ વખતે (૨૫%) અને જીવ પડતી વખતે (૨૫%) આપવું.સપૂર્તિ ખાતર આપ્યા બાદ શકય હોય તો બે હાર વચ્ચે ગરગડીયા કરબડી (રોટરી વિડર) ફેરવવી જેથી આપેલ ખાતર માટીમાં સારી રીતે ભળી શકે. ર્નિદામણનો નાશ થાય અને હવાની હેરફેર થવાના કારણે મૂળને પ્રાણવાયુ મળે જેથી પાકની વૃધ્ધિ ઝડપી અને સારી થાય