Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

સાડા ચાર મહિના બાદ ફરી એકવાર પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયો વધારો

11:59 AM Apr 29, 2023 | Vipul Pandya

મોંઘવારીના મોરચે સામાન્ય લોકોને ફટકો પડ્યો છે. સરકારી તેલ કંપનીઓએ આજે ​​(22 માર્ચ) પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કર્યા છે. લગભગ સાડા ચાર મહિના બાદ ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. 
દેશમાં આજે ડીઝલના ભાવમાં 76 થી 86 પૈસાનો વધારો થયો છે. તો પેટ્રોલના ભાવમાં 76 થી 84 પૈસાનો વધારો થયો છે. જણાવી દઈએ કે, ગયા વર્ષે 4 નવેમ્બરથી આ બંને ઈંધણની કિંમતમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. આ વધારા બાદ દિલ્હીમાં એક લિટર પેટ્રોલ 96.21 રૂપિયા પ્રતિ લિટર જ્યારે ડીઝલ 87.47 રૂપિયા પ્રતિ લિટર મળી રહ્યું છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત 110.82 રૂપિયા અને ડીઝલની કિંમત 95.00 રૂપિયા પ્રતિ લીટર છે. કોલકાતામાં પેટ્રોલની કિંમત 105.51 રૂપિયા છે જ્યારે ડીઝલની કિંમત 90.62 રૂપિયા પ્રતિ લીટર છે. વળી, ચેન્નાઈમાં પેટ્રોલ 102.16 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 92.19 રૂપિયા પ્રતિ લીટર છે.

રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા 28 દિવસથી ચાલી રહેલા યુદ્ધ વચ્ચે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતોમાં સતત વધઘટ થઈ રહી છે. ક્રૂડ ઓઈલના ભાવમાં ફરી એકવાર વધારો જોવા મળી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં વધારાને કારણે ભારતીય બજારમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થવાની શક્યતાઓ પહેલાથી જ વ્યક્ત કરવામાં આવી રહી હતી. જેના કારણે દેશમાં પેટ્રોલ અને ડીઝલ મોંઘા છે. જણાવી દઈએ કે, પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા બાદ તેની કિંમત લગભગ બમણી થઈ જાય છે. વિદેશી વિનિમય દરો સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ શું છે તેના આધારે પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ બદલાય છે.