Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Surat And Rajkot Fire Accident: ક્યારેક ભણતા બાળકો, તો ક્યારેક રમતા બાળકો માનવસર્જિત આગમાં હોમાય છે

12:28 AM May 26, 2024 | Aviraj Bagda

Surat And Rajkot Fire Accident: કહેવાય છે ને, ઈતિહાસના પાનાઓ ફરે છે અને કિસ્સાઓનું પુનરાવર્તન કરે છે. તે વાત આજે ગુજરાતમાં પુરવાર થઈ છે. તેની પાછળ એક અને માત્ર સરકારી નોકરો જબાબદાર છે. જે જાહેર સંસ્થાઓ પણ કોઈ પણ પ્રકારની બચાવ સુવિધાઓ વગર ધમ-ધોકાર સંસ્થાઓ ચલાવી રહ્યા છે. જીવલેણ બનતી ઘટનાને લઈ સરકાર માત્ર ખોખલા વાયદાઓ કરતી જોવા મળે છે. ઘટનાના આરોપીઓને પકડી પાડવા માટે કામની નહીં, પરંતુ નામની સ્પેશ્યલ ટીમની તૈયારીઓ કરતી હોય છે. અને અવાર-નવાર એક સરખી જીવલેણ ઘટનાઓનું પુનરાવર્તન થતું હોય છે.

  1. Surat અને રાજકોટમાં એકસરખી આગજનની ઘટના

  2. એકસાથે 27 લોકોના સળગીને ખાખ થયેલા લાશનો ઢગલો

  3. Surat માં કુલ 22 લોકોના મોત નિપજ્યા હતા

આજરોજ રાજકોટના કાલાવડ રોડ પર આવેલા મોકાજી સર્કલની નજીક આવેલા TRP Game Zone માં વિનાશકારી આગ લાગી હતી. ત્યારે અંદાજે 70 જેટલા વ્યક્તિઓ આ TRP Game Zone ની અંદર હતા. ત્યારે સંજોગોવશાત એકાએક વિકરાળ આગ ફાટી નીકળી હતી. જે TRP Game Zone માંથી હસવાનો અને મજાક-મસ્તી કરવાના અવાજો આવતા હતા, તેની અંદર એક સાથે બચાવો… બચાવો… અને ચીસોની ગુંજ ઉઠી હતી.

2 હજાર લિટરનો જથ્થો રાખવામાં આવેલો હતો

ત્યારે તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળ 10 અગ્નિશામક દળની ગાડીઓ, અનેક પોલીસ કર્મીઓ અને એમ્બ્યુલન્સ આવી પહોંચી હતી. TRP Game Zone માં આશરે 2 હજાર લિટરનો જથ્થો રાખવામાં આવેલો હતો. એટલું જ નહીં પરંતુ જ્યા પેટ્રોલનો જથ્થો રાખવામાં આવેલો હતો. ત્યાં જ વેલ્ડિંગનું કામ પણ ચાલી રહ્યું હતું. તેના કારણે આગ લાગી હોય તેવુ અનુમાન લાગાવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ અગ્નિશામક દળ દ્વારા હાજાર લીટર પાણીનો માર મારીને આગને કાબૂમાં મેળવી લેવામાં આવી હતી.

આ પણ વાંચો: Rajkot Game Zone Tragedy: ‘અમે પતરૂં તોડીને બહાર નીકળ્યા’ અગ્નિકાંડના પ્રત્યક્ષદર્શીનું ચોંકાવનારૂ નિવેદન

એકસાથે 27 લોકોના સળગીને ખાખ થયેલા લાશનો ઢગલો

તો આગ કાબૂ મેળવવાની સાથે-સાથે TRP Game Zone ની અંદરથી બચાવકર્મીઓ એક પછી એક માસના ઢગલાંઓને બહાર નીકાળી રહ્યા. હલા, સિવિલ હોસ્પિટલની અંદર એકસાથે 27 લોકોના સળગીને ખાખ થયેલા લાશનો ઢગલો કરવામાં આવ્યો છે. તો સિવિલ હોસ્પિટલની બહાર પરિવારનો આક્રંદ છવાઈ ગયો છે. તે ઉપરાંત કુલ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમાં TRP Game Zone ના માલિક યુવરાજસિંહ સોલંકી, મેનેજર નીતિન જૈન, પ્રકાશ જૈન, રાહુલ રાઠોડ અને મહેન્દ્રસિંહ સોલંકીની ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો: Rajkot Game Zone Tragedy: ગેમઝોન આગ મામલે સૌથી મોટો ખુલાસો, જાણો કેવી રીતે લાગી હતી આગ!

કુલ 22 લોકોના મોત નિપજ્યા હતા

આવી જ એક ઘટના Surat ના તક્ષશિલામાં બની હતી. 24 મે, 2019 ના રોજ તક્ષશિલા ઈમારતની અંદર શોર્ટ સર્કિટ થવાને કારણે ઈમારતના ખૂણે-ખૂણે આગ લાગી ગઈ હતી. ઈમારતમાં આવેલા પ્રથમ અને બીજા માળના લોકો તો સીડીઓના મારફતે ઈમારતમાંથી બહાર નીકળી ગયા, પરંતુ ઉપરાના ફ્લોર પર આવેલા લોકો બહાર નીકળી શક્યા ન હતા. તો 3 માળે ક્લાસરૂમ આવેલા હતો, અને ત્યારે તેમાં અનેક વિદ્યાર્થીઓ હતા. ત્યારે વિદ્યાર્થીઓ ઈમારતમાંથી કૂદીને જીવ બચાવવાનો પ્રયાર કર્યો હતો. જેમાં અમુક વિદ્યાર્થીનું મૃત્યુ થયું હતું. આ ઘટનામાં આશરે કુલ 22 લોકોના મોત નિપજ્યા હતા.

Surat ની તક્ષશિલામાં કુલ 14 આરોપીઓના નામ

Surat ની તક્ષશિલામાં બનેલી આગજનની ઘટનામાં અતુલ ગોરસાવાલા, હિમાંશુ ગજ્જર, પરાગ મુન્શી, વિનુ પરમાર, દીપક નાયક, જિજ્ઞેશ પાઘડાલ, કીર્તિ મોડ, સંજય આચાર્ય, જયેશ સોલંકી, ભાર્ગવ બુટાણી, રવિ કહાર, હરસુખ વેકરિયા, દિનેશ વેકરિયા અને સવજી પાઘડાલ કુલ 14 આરોપીઓ હતા.

આ પણ વાંચો: રાજકોટના અગ્નિકાંડ પર MLA Tilala નો જવાબ, લે… હવે આમાં તો હવે હું શું કરી શકું!