Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

એલોન મસ્ક પછી હવે અમેરિકાએ પણ કરી હિમાયત, UNSC માં ભારતને મળશે સ્થાયી સદસ્યતા?

09:23 AM Apr 18, 2024 | VIMAL PRAJAPATI

UNSC: ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સ્થાયી સદસ્યતા માટે દાવો કર્યો હતો તેમાં હવે એલોન મસ્ક સાથે અમેરિકાએ પણ સાથ આપ્યો છે. તમને જણાવીએ કે, ટેસ્ટલાની માલિક એલન મસ્કે થોડા મહિલાઓ પહેલા યુએનએસસીમાં ભારતના કાયમી સભ્યપદની હિમાયત કરી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, ભારત માટે સુરક્ષા પરિષદનું કાયમી સભ્ય ન હોવું એ વાહિયાત છે. હવે અમેરિકાએ પણ મસ્કનું સમર્થન કર્યું છે. અમેરિકાએ સંયુક્ત રાષ્ટ્રમાં સુધારાની માંગને સમર્થન આપ્યું છે. એમ પણ કહ્યું કે વોશિંગ્ટન પણ ઈચ્છે છે કે યુએનમાં સુધારો કરવામાં આવે, જેથી તે 21મી સદીની સાચી તસવીર રજૂ કરી શકે.

સંયુક્ત રાષ્ટ્ર સંસ્થાનોમાં સુધારો કરવાની હિમાયત

અમેરિકી વિદેશ મંત્રાલયના પ્રમુખ ઉપપ્રવક્તા વેદાંત પટેલે કહ્યું કે, અમેરિકાએ UNSC સહિત સંયુક્ત રાષ્ટ્ર સંસ્થાનોમાં સુધારો કરવાની હિમાયત કરી છે. ટેસ્લાના સીઈઓ એલોન મસ્કના UNSCમાં ભારતની કાયમી બેઠક ન હોવા અંગેના નિવેદન વિશે પૂછવામાં આવતા વેદાંત પટેલે કહ્યું, ‘રાષ્ટ્રપતિએ યુએન જનરલ એસેમ્બલીમાં તેમની ટિપ્પણીમાં અગાઉ આ વિશે વાત કરી છે અને સચિવે પણ આ વિશે જણાવ્યું છે. અમે 21મી સદીના વિશ્વને પ્રતિબિંબિત કરવા માટે સુરક્ષા પરિષદ સહિત અન્ય UN સંસ્થાઓમાં સુધારાને સમર્થન આપીએ છીએ. તે પગલાં શું છે તે વિશે શેર કરવા માટે મારી પાસે કોઈ ચોક્કસ માહિતી નથી. પરંતુ, અલબત્ત, અમે તેને સ્વીકારીએ છીએ. સુધારાઓ જરૂરી છે, પરંતુ હું તેને હમણાં માટે અહીં છોડીશ.

ભારતના સમર્થનમાં આવ્યા હતા એલોન મસ્ક

નોંધનીય છે કે, ભારતને સ્થાયી સદસ્યતા અપાવવા માટે એલોન મસ્કે UNSCને હિમાયત કરી હતી. આ સાથે તેમણે એવું પણ કહ્યુ હતું કે, જે દેશો પાસે વધારે તાકાત છે તે પોતાની સત્તા છોડવા માંગતા નથી. પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરતા એલોન મસ્કે લખ્યું કે, ‘અમુક સમયે યુએન સંસ્થાઓમાં સુધારાની જરૂર છે. સમસ્યા એ છે કે જેની પાસે વધારાની શક્તિ છે તેઓ તેને છોડવા માંગતા નથી. ભારત પૃથ્વી પર સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ હોવા છતાં ભારત પાસે સુરક્ષા પરિષદનું કાયમી સભ્યપદ નથી. આ વાહિયાત છે. આફ્રિકાને પણ સામૂહિક રીતે કાયમી બેઠક મળવી જોઈએ.’

સુરક્ષા પરિષદમાં સ્થાયી સદસ્યતા લેતા ભારતે કરી માંગ

તમને જણાવી દઈએ કે, ભારત ઘણા સમયથી સુરક્ષા પરિષદમાં સ્થાયી બેઠક માટે માંગ કરી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય સમુદાયના સમર્થનથી દેશની શોધને વેગ મળ્યો છે. યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલ (UNSC) એ 15 સભ્ય દેશોની બનેલી છે, જેમાં વીટો પાવર સાથે 5 કાયમી સભ્યો અને બે વર્ષની મુદત માટે ચૂંટાયેલા 10 અસ્થાયી સભ્યોનો સમાવેશ થાય છે. યુએનએસસીના પાંચ સ્થાયી સભ્યોમાં ચીન, યુનાઇટેડ કિંગડમ, ફ્રાન્સ, રશિયા અને યુનાઇટેડ સ્ટેટ્સનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: Indonesia: રૂઆંગમાં અનેક જ્વાળામુખી થયા સક્રિય, સુનામીનું એલર્ટ જારી કરવામાં આવ્યું

આ પણ વાંચો: UAE બાદ OMAN અને પાકિસ્તાનમાં ‘વરસાદી આફત’, 82 લોકોના મોત

આ પણ વાંચો: ભારે વરસાદ બાદ દુબઈમાં કુદરતનો કહેર, રેગિસ્તાન બન્યું દરિયા સમાન, જુઓ Video