+

જન્મ બાદ બાળકના શરીરની ચામડી પર જે સફેદ લેયર દેખાય છે, તેનો શું ફાયદો મળે?

કહેવાય છે કે મા અને બાળકનો સંબંધ ગર્ભમાંથી જ બંધાઈ જતો હોય છે. બાળકને માતાના ગર્ભમાં હૂંફ મળતી હોય છે. પરંતુ ડિલિવરી પછી નવજાત બાળક ગર્ભ કરતા ખૂબ જ નીચા તાપમાનના સંપર્કમાં આવે છે. જેથી બાળકના શરીરને થોડું ગરમ રાખવાની જરૂર હોય છે. તેથી જ એવું કહેવામાં આવે છે કે બાળકના જન્મ બાદ તેને તરત જ સ્નાન ન કરાવવું જોઈએ. કારણ કે બાળકને જન્મ પછી તરત જ સ્નાન કરાવવામાં આવે, ત્યારે તેના શરીરનું તાપમા

કહેવાય છે કે મા અને બાળકનો સંબંધ ગર્ભમાંથી જ બંધાઈ જતો હોય છે. બાળકને માતાના ગર્ભમાં હૂંફ મળતી હોય છે. પરંતુ ડિલિવરી પછી નવજાત બાળક ગર્ભ કરતા ખૂબ જ નીચા તાપમાનના સંપર્કમાં આવે છે. જેથી બાળકના શરીરને થોડું ગરમ રાખવાની જરૂર હોય છે. તેથી જ એવું કહેવામાં આવે છે કે બાળકના જન્મ બાદ તેને તરત જ સ્નાન ન કરાવવું જોઈએ. કારણ કે બાળકને જન્મ પછી તરત જ સ્નાન કરાવવામાં આવે, ત્યારે તેના શરીરનું તાપમાન ખૂબ જ ઓછું થઈ જાય છે અને તેને હાઇપોથર્મિયાનું કે બીમાર પડવાનું જોખમ વધી જાય છે.

Birthday Frosting: Amazing Facts about Vernix Caseosa — Fort Collins Birth  & Family Photographer

બાળકના જન્મ બાદ તેના શરીરની ચામડી ઉપર એક સફેદ કલરનું અને પાતળું લેયર દેખાતું હોય છે. જે તેને બીમારીથી બચાવવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થાય છે. આવો વિસ્તારથી જાણીએ..

Vernix: What You Need to Know – Happiest Baby

નવજાતના જન્મ દરમિયાન ચામડી પર સફેદ પડ હોય છે, જેને વર્નિક્સ કહેવાય છે. જે પ્રોટીનથી ભરપૂર હોય છે. અને આ જ સફેદ લેયર, જે બાળકને જન્મ દરમિયાન ઘણાં પ્રકારના હાનિકારક ઇન્ફેક્શન, જેવા કે મેનિન્જાઇટિસ, ન્યુમોનિયા વગેરેની સામે લડવામાં મદદ કરે છે.

Vernix Caseosa: What is It? - WOMS

‘વર્નિક્સ’ બાળકને અનેક બીમારીઓથી બચાવવા માટે કામ કરે છે. જો બાળકને નવડાવવામાં આવે તો આ લેવલ દૂર થઇ જાય છે ને ઇન્ફેક્શનનું જોખમ વધે છે. 

47 Vernix Caseosa Stock Photos, Pictures & Royalty-Free Images - iStock

મોટા ભાગની હોસ્પિટલોમાં ગ્લોઝ પહેરવામાં આવે છે. જેનો અર્થ એમ છે કે જેઓ બાળકના સીધા સંપર્કમાં આવે, તેણે હાથમાં મોજા અવશ્ય પહેરવા જોઈએ. જે બાળકને ચેપ અને ઈન્ફેક્શનથી સુરક્ષિત રાખવા મદદ કરે છે. જે ચેપનું જોખમ પણ ઘટાડે છે.

What Is Vernix Caseosa and What Is Its Function | Pampers

બાળકના જન્મ પછીનો શરૂઆતનો સમય મા અને બાળકના સંબંધ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ ગણવામાં આવે છે. 

Vernix Caseosa - Amazing Benefits for Newborn Babies

જે માતાઓ બાળકના જન્મ પછી બાળકને પોતાની ત્વચાના સંપર્કમાં કે સ્પર્શમાં રાખે છે, તેને ચેપ અને ઈન્ફેક્શનનું જોખમ ઓછું રહે છે. તેમજ આ સાથે બાળકનું તાપમાન કંટ્રોલમાં રહે છે. આ સાથે જ બંનેના બ્લડ પ્રેશરમાં પણ સુધારો થાય છે અને બાળક વ્યવસ્થિત રીતે સ્તનપાન પણ કરી શકે છે.

Whatsapp share
facebook twitter