+

16 વર્ષ પછી SS રાજામૌલીએ સ્વીકારી પોતાની ભૂલ, રિતિક રોશન પર ટિપ્પણી કરવા અંગે કહી આ મોટી વાત

એસએસ રાજામૌલી (SS Rajamouli) આ દિવસોમાં તેમની ફિલ્મ RRRના ગીત નાટુ નાટુ માટે ગોલ્ડન ગ્લોબ એવોર્ડ જીતવાના કારણે ચર્ચામાં છે. આ એવોર્ડ જીતતા પહેલા તાજેતરમાં જ રાજામૌલીનો એક જૂનો વીડિયો ઘણો વાયરલ થયો હતો, જેમાં તે બોલિવૂડ સ્ટાર રિતિક રોશન (Hrithik roshan) પર કોમેન્ટ કરતા જોવા મળ્યા હતા. હવે 16 વર્ષ બાદ તેમણે પોતાની ટિપ્પણી પર સ્પષ્ટતા કરી છે.રાજામૌલીએ કરી સ્પષ્ટતાપોતાના જૂના નિવેદન વિશે વાત કરતા રાજામૌ
એસએસ રાજામૌલી (SS Rajamouli) આ દિવસોમાં તેમની ફિલ્મ RRRના ગીત નાટુ નાટુ માટે ગોલ્ડન ગ્લોબ એવોર્ડ જીતવાના કારણે ચર્ચામાં છે. આ એવોર્ડ જીતતા પહેલા તાજેતરમાં જ રાજામૌલીનો એક જૂનો વીડિયો ઘણો વાયરલ થયો હતો, જેમાં તે બોલિવૂડ સ્ટાર રિતિક રોશન (Hrithik roshan) પર કોમેન્ટ કરતા જોવા મળ્યા હતા. હવે 16 વર્ષ બાદ તેમણે પોતાની ટિપ્પણી પર સ્પષ્ટતા કરી છે.
રાજામૌલીએ કરી સ્પષ્ટતા
પોતાના જૂના નિવેદન વિશે વાત કરતા રાજામૌલી એ સ્વીકાર્યું છે કે તેમણે ટિપ્પણીમાં જે શબ્દોનો ઉપયોગ કર્યો હતો તે યોગ્ય નહોતો કર્યો. રાજામૌલીના કહેવા પ્રમાણે, તેમનો રિતિકને નિરાશ કરવાનો કોઈ ઈરાદો નહોતો. ન્યૂયોર્ક ફિલ્મ ક્રિટીક્સ સર્કલ એવોર્ડ્સના રેડ કાર્પેટ પર મીડિયા સાથે વાત કરતા રાજામૌલીએ કહ્યું, “તે ઘણો સમય પહેલાનો વિડીયો હતો – મને લાગે છે કે લગભગ 15-16 વર્ષ પહેલાનો હશે. પણ હા, મે જે શબ્દોનો ઉપયોગ કર્યો હતો તે યોગ્ય નહતો, એ હું કબૂલ કરું છું. તેને નિરાશ કરવાનો મારો ઇરાદો ક્યારેય ન હતો, હું તેનું ખૂબ સન્માન કરું છું.” રાજામૌલીએ તેની ભૂલ સ્વીકાર્યા પછી, ચાહકો તેના નમ્ર સ્વભાવની પ્રશંસા કરી રહ્યા છે.
વીડિયો વાયરલ થયો હતો
તમને જણાવી દઈએ કે વાયરલ વીડિયોમાં રાજામૌલી એ કહ્યું હતું કે, “બે વર્ષ પહેલા જ્યારે ધૂમ 2 રીલિઝ થઈ હતી, ત્યારે મને આશ્ચર્ય થયું હતું કે માત્ર બોલિવૂડ (Bollywood) જ આટલી ગુણવત્તાવાળી ફિલ્મો કેમ બનાવી શકે છે.” શું આપણી પાસે રિતિક રોશન  જેવા હીરો નથી ? મેં હમણાં જ બિલ્લાના ગીતો, પોસ્ટર અને ટ્રેલર જોયા છે અને હું માત્ર એક જ વાત કહી શકું છું. પ્રભાસની સામે રિતિક રોશન  કંઈ નથી. હું તેલુગુ સિનેમાને હોલીવુડના સ્તર પર લઈ જવા માટે નિર્દેશક મેહર રમેશનો આભાર માનું છું. તેમના નિવેદન બાદ રિતિકના ચાહકોએ રાજામૌલી ની આકરી ટીકા કરી હતી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Whatsapp share
facebook twitter