Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

રાયતું બનાવતી વખતે તેમાં ફક્ત આ 4 શાક ઉમેરશો તો સ્વાદ વધી જશે

04:15 PM Apr 16, 2023 | Vipul Pandya

મિક્સ વેજ. રાયતું બનાવવા માટેની સામગ્રી:
1 કપ ઝીણા કાપેલા શાક( ગાજર, કેપ્સીકમ, કોબી, કાકડી ) 
3 કપ દહીં 
1/2 ટીસ્પૂન ચાટ મસાલો 
1 ટીસ્પૂન રાઈની દાળ 
1/2 ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ 
લીલા ધાણા 
મીઠું સ્વાદ પ્રમાણે 
મિક્સ વેજ. રાયતું બનાવવા માટેની રીત: 
  • સૌ પ્રથમ દહીમાંથી પાણી નિતારી, બ્લેન્ડરથી તેની સ્મુધ પેસ્ટ બનાવી લો.
  • દહીંના થોડા પાણીમાં રાઈ નાંખી, એક કલાક પલાળી રાખવી.
  • પછી દહીંમાં મરચાંની પેસ્ટ અને મીઠું નાંખી બરાબર મિક્સ કરી લો.
  • ત્યારબાદ તેમાં બધા શાક નાંખી મિક્સ કરી લો.
  • પછી રાઈને બરાબર ફીણી દહીંમાં નાંખી મિક્સ કરી લો.
  • ફ્રિજમાં મૂકી ઠંડું કરી પીરસતી વખતે તેમાં ઉપરથી ચાટ મસાલો અને લીલા ધાણા ભભરાવી સર્વ કરો.