+

મુંબઇને વધુ તેજોમય અને હરીયાળું બનાવવાની દીશામાં અદાણીનું પ્રયાણ

એન્ડ-ટુ-એન્ડ એનર્જી સોલ્યુશન્સ પ્રદાન કરતી ભારતની સૌથી મોટી ખાનગી યુટિલિટી અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ.(AESL) એ તેના ગ્રીન HVDC લિંક પ્રોજેક્ટ માટે USD 1 બિલિયનનું ફાયનાન્સિયલ ક્લોઝર સફળતાપૂર્વક હાંસલ કર્યું હોવાની…

એન્ડ-ટુ-એન્ડ એનર્જી સોલ્યુશન્સ પ્રદાન કરતી ભારતની સૌથી મોટી ખાનગી યુટિલિટી અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ.(AESL) એ તેના ગ્રીન HVDC લિંક પ્રોજેક્ટ માટે USD 1 બિલિયનનું ફાયનાન્સિયલ ક્લોઝર સફળતાપૂર્વક હાંસલ કર્યું હોવાની જાહેરાત કરી છે, જે માયાવી નગરી મુંબઇને વધુ હરિયાળું બનાવવા માટે તાકાત આપવા સાથે મુંબઈની ગ્રીડ શહેરને વધુ રિન્યુએબલ પાવર સપ્લાય કરીને તેની વધી રહેલી વીજળીની માંગને પહોંચી વળવા સક્ષમ બનાવશે.

તેના નિર્માણાધીન ટ્રાન્સમિશન એસેટ્સ પોર્ટફોલિયો માટે ઓક્ટોબર ૨૦૨૧ માં USD ૭૦૦ મિલિયન માટે ટાય અપ કરેલ પ્રોજેક્ટ માટે રીવોલ્ડિંગ ધિરાણ સુવિધાનો એક ભાગ છે. આ અજોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સિંગ ફ્રેમવર્ક પ્લેટફોર્મ જે પોર્ટફોલિયોએ અન્ય પ્રોજેક્ટ માટે લીધેલું ભંડોળ ચૂકવી દીધું હોય તેવી બાંધકામ હેઠળની વિવિધ અસ્કયામતોને ભંડોળ પૂરું પાડે છે છે. આવું અસરકારક વન-ટાઇમ માળખું કંપનીના ટ્રાન્સમિશન પોર્ટફોલિયો અંતર્ગત ભવિષ્યના તમામ પ્રોજેક્ટ્સ માટે મૂડીની સતત અને સાતત્યપૂર્ણ ઍક્સેસની ખાતરી આપે છે.

પ્લેટફોર્મ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સિંગ ફ્રેમવર્ક માટેના બેન્કિંગ કન્સોર્ટિયમમાં ડીબીએસ બેન્ક લિ.,ઇન્ટેસા સાનપાઓલો S.p.A., મિઝુહો બેન્ક લિ., MUFG બેન્ક લિ., સિમેન્સ બેન્ક જીએમબીએચ, સોસાયટી જનરલ, સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેન્ક, સુમિટોમો મિત્સુઇ બેન્કિંગ કોર્પોરેશન અને હોંગ કોંગ મોર્ટગેજ કોર્પોરેશન લિ. સહિત નવ આંતરરાષ્ટ્રીય બેન્કોનો સમાવેશ થાય છે.

નાણાકીય વર્ષ-૨૦૨૫ સુધીમાં મુંબઈની વીજળીની માંગ ૫,૦૦૦ મેગાવોટ સુધી પહોંચવાની ધારણા છે જેની વર્તમાનમાં પીક ડિમાન્ડ ૪,૦૦૦ મેગાવોટ છે. આ આઇલેન્ડ સિટીમાં ફક્ત ૧,૮૦૦ મેગાવોટની સ્થાપિત ઉત્પાદન ક્ષમતા છે. હાલની ટ્રાન્સમિશન કોરિડોર ક્ષમતા સામે અવરોધના જોખમો રહ્યા છે. સમગ્ર શહેરમાં ગ્રીડની મર્યાદાઓને કારણે ૧૨મી ઑક્ટોબર ૨૦૨૦ના રોજ વીજ અંધારપટની મોટી ઘટના બની હતી. રાજ્ય અને રાષ્ટ્રીય ગ્રીડ સાથે ઇન્ટરફેસ પ્રદાન કરીને HVDC ટ્રાન્સમિશન લિંક ગ્રીડની સ્થિરતા વધારશે. આ લિંક દ્વારા શહેરમાં વધારાની ૧,૦૦૦ મેગાવોટ રિન્યુએબલ પાવરનો જથ્થો ઠાલવવામાં આવશે, પરિણામે ભવિષ્યમાં અવિરત વીજ પુરવઠો સુનિશ્ચિત થશે. અદાણી ઇલેક્ટ્રિસિટી મુંબઈ લિ.(AEML) સૌથી મોટી વીજળી વિતરણ કંપની બની રહી હોવાને કારણે ૨૦૨૭ સુધીમાં એકંદર મિશ્રણમાં રિન્યુએબલ પાવરનો હિસ્સો ૬૦% સુધી લઇ જવા માટે પ્રતિબદ્ધ છે.

જ્યાં નેટવર્કના એક ભાગમાં અચાનક નવા લોડ અથવા બ્લેકઆઉટને કારણે સિંક્રોનાઇઝેશનની સમસ્યાઓ અને કાસ્કેટિંગ નિષ્ફળતાઓ થઈ શકે છે તે સંજોગોમાં એચવીડીસી ટ્રાન્સમિશન ટેક્નોલોજી પાવર ડિસ્ટ્રિબ્યુશન નેટવર્કને સ્થિર કરતી હોવાના કારણે અન્ય પરંપરાગત તકનીકો કરતાં ઉત્તમ છે. આ ઉપરાંત જ્યાં પાવર સપ્લાય મેળવવા માટે સબમરીન કેબલનો ઉપયોગ કરવામાં આવે છે તેવા આઇલેન્ડ માટે આ એકમાત્ર યોગ્ય તકનીક છે વધુ મહત્ત્વની વાત એ છે કે, તે પર્યાવરણનાજતન માટે સૌથી અનુકૂળ વિકલ્પ છે કારણ કે તે પ્રતિ ચોરસ મીટર વધુ ઉર્જાનું પ્રસારણ કરે છે પરિણામે એનર્જી લોસ ઓછો થાય છે.ભારતમાં એચવીડીસી ટ્રાન્સમિશન લાઇન અને વિક્રમરુપ સમયમાં ઇન્સ્ટોલ કરવાનો અનુભવ ધરાવતી અદાણી એનર્જી સોલ્યુશન્સ એ એકમાત્ર ખાનગી કંપની છે.

મુંબઈ જેવા મહાનગરમાં ૮૦ કિમીનો આ બહુપક્ષીય વિરાટ પ્રોજેક્ટ વિકસાવવા આડેની તમામ જટિલ સમસ્યાનું સંચાલન કરતી વેળાએ શહેરને તકનીકી અપગ્રેડેશન પ્રદાન કરશે. આ લિંકનું નિર્માણ કાર્ય ઓક્ટોબર ૨૦૨૩માં શરૂ થશે.

કપનીના મેનેજિંગ ડાયરેકટર શ્રી અનિલ સરદાનાએ જણાવ્યું હતું કે આ લિંકનું નિર્માણ મુંબઇ શહેર માટે સમયની જરૂરિયાત છે અને તેના વિકાસની આકાંક્ષાઓને ટેકો આપવા સાથે મુંબઈને ઉજ્જવળ અને હરિયાળું ભવિષ્ય પ્રદાન કરવા માટેની અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ પ્રોજેક્ટ શહેરના ડીકાર્બોનાઇઝેશન અને તેની નેટ ઝીરો યાત્રાની ગતિને વેગ આપવામાં મદદ કરશે. અમારા બેંકિંગ ભાગીદારો તરફથી આ વ્યવહારને સરળતાથી પૂર્ણ કરવામાં અમોને મળેલા સતત સમર્થન માટે અને AESLમાં તેમના વિશ્વાસ માટે તેઓને બિરદાવીએ છીએ.

આ સુવિધાને સસ્ટેનેલિટિક્સ દ્વારા “ગ્રીન લોન” તરીકે પણ પ્રમાણિત કરવામાં આવી છે અને તે સ્વચ્છ ઊર્જાના પ્રસારણને સમર્થન આપશે અને યુએન સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ (SDG) 7ને આગળ વધારશે.

આ પ્રકારનું ધિરાણ માળખું પ્રોજેક્ટ ફાઇનાન્સ માટેનું પ્રથમ બેનમૂન માળખું છે અને તેણે પ્રોજેક્ટ ફાઇનાન્સ માટે ઇન્ટરનેશનલ એશિયા-પેસિફિક ઇન્ડિયન ડીલ ૨૦૨૧ અને વર્ષ ૨૦૨૧નો AAA એસેટની સૌથી નવીન ડીલ તેમજ વર્ષ ૨૦૨૧ની IJ ગ્લોબલનો પોર્ટફોલિયોની નાણાકીય ડીલ.જેવા સોદાઓ માટે બહુવિધ પ્રશંસા મેળવી છે.

અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ. (AESL)
અદાણી પોર્ટફોલિયોના ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન બિઝનેસના એક અંગ એવી અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ. (AESL) ની ભારતના ૧૪ રાજ્યોમાં ટ્રાન્સમિશન અસ્કયામતો છે અને ૧૯,૭૭૮ સર્કિટ કિલોમીટરનું સંચિત ટ્રાન્સમિશન નેટવર્ક ધરાવે છે, જેમાંથી ૧૫,૯૨૬ ckm કાર્યરત છે અને ૩,૮૫૨ ckm બાંધકામના વિવિધ તબક્કામાં છે. AESL મુંબઈ શહેર અને મુન્દ્રા SEZમાં ૧૨ મિલિયનથી વધુ ગ્રાહકોને સેવા આપતી ડિસ્ટ્રિબ્યુશન યુટિલિટી સેવાઓ પણ આપે છે. આગામી વર્ષોમાં ભારતની ઉર્જાની જરૂરિયાત ચાર ગણી થવાની સંભાવના સાથે કંપની એક મજબૂત અને વિશ્વસનીય પાવર ટ્રાન્સમિશન નેટવર્ક બનીને છૂટક ગ્રાહકોને સેવા આપવા અને “સૌના માટે વીજળી”નું લક્ષ્ય હાંસલ કરવા સક્રિયપણે કાર્યરત છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter