+

Adani Wilmar : કચ્છમાં પીવાના પાણીની અછતને દૂર કરવા અદાણીએ લીધો આ મહત્વનો નિર્ણય…

અમદાવાદા ફૂડ અને એફએમસીજી કંપનીઓ પૈકી એક અદાણી વિલમરે (Adani Wilmar) ગુજરાતના કચ્છમાં પીવાના પાણીની લાંબા સમયથી ચાલતી અછત દૂર કરવા તરફ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. મુન્દ્રા નજીક તૈનાત…

અમદાવાદા ફૂડ અને એફએમસીજી કંપનીઓ પૈકી એક અદાણી વિલમરે (Adani Wilmar) ગુજરાતના કચ્છમાં પીવાના પાણીની લાંબા સમયથી ચાલતી અછત દૂર કરવા તરફ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. મુન્દ્રા નજીક તૈનાત ભારતીય સૈન્ય સાથે ભાગીદારી કરી બ્રાન્ડે CSR પહેલ દ્વારા તેના સમર્થનનું વિસ્તરણ કર્યું છે. ખાસ કરીને સધર્ન કમાન્ડ ક્ષેત્રમાં સ્વચ્છ અને સુરક્ષિત પીવાનું પાણી પૂરું પાડવા માટે ‘ઈનોવેટિવ’ અને ‘મેક ઇન ઇન્ડિયા’ સોલ્યુશન્સ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આ પહેલ ADB દ્વારા ક્ષેત્રીય રચનાઓ દ્વારા ઓળખવામાં આવેલા પડકારોના ઉકે માટે ડેફ ઈન્ડસ્ટ્રીઝને સુવિધા આફી સશક્ત બનાવવાના આઉટરીચ પ્રોગ્રામનું પરિણામ છે.

અદાણી વિલમરે (Adani Wilmar) લિવિંગાર્ડ ટેક્નોલોજીસ સાથે જોડાણ કરી 600-1000 સૈનિકો માટે લઘુત્તમ અંતરે શુદ્ધ પોટેબલ પીવાનું પાણી પર્યાપ્ત માત્રામાં પૂરુ પાડવાની ખાતરી આપે છે. જે જીવનની ગુણવત્તામાં સુધારો કરે છે. અદાણી વિલમર (Adani Wilmar)ના એમડી અને સીઈઓ અંગશુ મલ્લિકે જણાવ્યું હતું કે, “કચ્છમાં પીવાના શુદ્ધ પાણીની સુવિધા માટે ભારતીય સેના સાથેની ભાગીદારી એ સામાજિક જવાબદારી પ્રત્યે અમારી કંપનીની પ્રતિબદ્ધતાનો પુરાવો છે.

Adani Transmission wins 2023 Peacock Award

અદાણી વિલમરના MD અને CEO અંગશુ મલિકે સામાજિક જવાબદારી પ્રત્યે કંપનીની પ્રતિબદ્ધતા પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, “કચ્છમાં પીવાના પાણીની સુવિધા માટે ભારતીય સેના સાથેની ભાગીદારી એ સામાજિક જવાબદારી પ્રત્યેની અમારી કંપનીની પ્રતિબદ્ધતાનો પુરાવો છે. નવીન ઉકેલો અને ‘કચ્છમાં સલામત પીવાના પાણીની સુવિધા માટે ભારતીય સેના સાથેની ભાગીદારી’ મેક ઈન ઈન્ડિયાની પહેલ, અમારું લક્ષ્ય સ્વચ્છ અને સુરક્ષિત પીવાનું પાણી પૂરું પાડવાનું છે, જેઓ આપણા રાષ્ટ્રની સુરક્ષા કરે છે તેમની સુખાકારીમાં ફાળો આપે છે.”

અદાણી વિલમર (Adani Wilmar)નું પ્રતિનિધિત્વ કરતી અદાણી ફાઉન્ડેશને કચ્છમાં વિવિધ સીએસઆર પ્રોજેક્ટનું નેતૃત્વ કર્યું છે, જેમાં કુપોષણ સામે લડતો ફોર્ચ્યુન સુપોશન પ્રોજેક્ટ, ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરતો પ્રોજેક્ટ ઉડાન, ઘાસની જમીન વિકાસ ગોચર જમીનમાં પરિવર્તન, અને સાક્ષરતા અને સંખ્યાના કૌશલ્યો વધારવા પ્રોજેક્ટ ઉત્થાનનો સમાવેશ થાય છે. આ પહેલોએ મુન્દ્રા, કચ્છના સમુદાયો પર નોંધપાત્ર અસર કરી છે. અદાણી વિલમર આ પ્રદેશમાં તૈનાત ભારતીય સૈન્યની સુખાકારીમાં યોગદાન આપવા માટે પ્રતિબદ્ધ છે જ્યારે કંપની અને પૃથ્વી બંનેને લાભ આપતા નવીન અને ટકાઉ ઉકેલોની શોધ કરે છે. આ પહેલ સ્વસ્થ અને વધુ ટકાઉ રાષ્ટ્ર હાંસલ કરવા તરફનું એક નિર્ણાયક પગલું છે.

આ પણ વાંચો : Paytm : Paytm QR કોડ, UPI થી FASTag રિચાર્જ સુધી… જાણો આ પાંચ મોટા પ્રશ્નોના જવાબો

Whatsapp share
facebook twitter