+

Vadodara : ડ્રાઈવરની એક ભૂલથી લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ, જાણો સમગ્ર મામલો

વાઘોડિયાના પ્રણામી ફળિયામાં લગ્ન હતાં. ત્યાંથી વરઘોડામાં વરરાજાને લઈને જઇ રહેલ કારચાલક ગફલત ભરી રીતે કાર હંકારી રહ્યો હતો. પરંતુ ડ્રાઇવરથી ભૂલથી બ્રેકને બદલે એક્ટિલેટર દબાવી દેતા 15 ઉપરાંત લોકોને…

વાઘોડિયાના પ્રણામી ફળિયામાં લગ્ન હતાં. ત્યાંથી વરઘોડામાં વરરાજાને લઈને જઇ રહેલ કારચાલક ગફલત ભરી રીતે કાર હંકારી રહ્યો હતો. પરંતુ ડ્રાઇવરથી ભૂલથી બ્રેકને બદલે એક્ટિલેટર દબાવી દેતા 15 ઉપરાંત લોકોને અડફેટે લીધા હતા. પરંતુ આ ખુશીનો માહોલ એકાએક શોકમાં પલટાઈ ગયો હતો. એટલું જ નહીં પરંતુ આ અકસ્માતમાં વરરાજાના માસી કચડાઇ જતાં તેમનું મોત નિપજયું હતું. આ સમગ્ર ઘટના વાયુ વેગે પ્રસરી ગઈ હતી અને પોલીસને જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને સમગ્ર મામલો થાળે પડ્યો હતો.

વરરાજાની 50 વર્ષીય માસીનું ઘટના સ્થળે મોત

આ અકસ્માતમાં વરરાજાની 50 વર્ષીય માસીના માથા પર કારનુ ટાયર ફરી વળતા તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાં હતાં. આ ગંભીર ઈજાઓના કારણે ઘટના તેઓનું ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતું.

અકસ્માતની ઘટના CCTV માં કેદ

વાઘોડિયાના પ્રણામી ફળિયામાં લગ્ન હતાં ત્યાંથી વરઘોડામાં વરરાજાને લઈને કારચાલક નિકળ્યો હતો. પરંતુ એકાએક કોઈ કાળ આવી પહોંચ્યો હોય તેમ કાર મિરાંસ એવન્યુ પાસેના લોખંડના વીજ પોલ સાથે ટકરાઈને અટકી ગઈ હતી. આ સમગ્ર ઘટના CCTV ફુટેજમાં કેદ થઈ હતી. આ ઘટનામાં 15 ઉપરાંત જાનૈયાઓને ઈજા પહોંચી હતી. જેમાં જાનૈયાઓને નાની મોટી ઇજાઓ પહોંચી હતી. તેઓને પ્રાથમિક સારવાર આપી રવાના કરાયા હતા અને વધુ ઇજાગ્રસ્તોને પારુલ સેવાશ્રમ હોસ્પિટલ ખાતે 108 અને ખાનગી વાહન મારફતે સારવાર માટે ખસેડાયા હતા.

ઘટના બાદ ડ્રાઇવર ફરાર

અકસ્માત બાદ ડ્રાઇવર વરરાજાને મુકીને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. લોકોના ટોળેટોળા એકત્ર થયા હતાં. ચીચીયારી સાથે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અકસ્માત બાદ લોકો પોતાના સ્વજનોને અને બાળકો હેમખેમ છે કે નહીં, તે શોઘી રહ્યા હતા. લગ્નના માંડવે વાગતી લગ્નની શરણાઈઓ ઘડીના છઠ્ઠા ભાગમાં માતમમાં ફેરવાઈ હતી.

પોલીસે ઘટના સ્થળે

વાઘોડિયા પોલીસ તાત્કાલિક હોસ્પિટલ દોડી ગઈ હતી. ઇજાગ્રસ્તોના નિવેદનો લેવામા આવી રહ્યા છે. બીજી તરફ ઘટનાના CCTV ફુટેજ સામે આવ્યા છે. વાઘોડિયા પોલીસે અકસ્માત નો ગુનો નોંધી પોલીસે તપાસ શરૂ કરી છે. વાઘોડિયા પોલીસે ડ્રાઈવરની શોઘખોળ શરુ કરી છે. સાથે જ મહિલાના મૃતદેહને પોસમોર્ટમ અર્થે જરોદ રેફરલ હોસ્પિટલમાં મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અહેવાલ – પિન્ટુ પટેલ, વાઘોડિયા

આ પણ વાંચો : ર્ડા. અતુલ ચગ આપઘાત કેસ, સાંસદ રાજેશ ચુડાસમા અને તેમના પિતા નારણ ચુડાસમા વિરૂદ્ધ નોંધાઇ ફરિયાદ

Whatsapp share
facebook twitter