Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Accident : બાલાસોરથી ઘાયલોને લઈ જતી બસને નડ્યો અકસ્માત, પીકઅપ વાન સાથે થઇ ટક્કર

08:07 PM Jun 03, 2023 | Dhruv Parmar

બાલાસોર અકસ્માત બાદ સવારથી જ અનેક નેતાઓ ઘટનાસ્થળે પહોંચી રહ્યા છે. આજે સાંજે વડાપ્રધાન મોદી પોતે ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. આ પછી પીએમ હોસ્પિટલ ગયા અને ઘાયલોને મળ્યા. તમને જણાવી દઈએ કે ઘટનાસ્થળેથી ઘણા ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવાનું કામ હજુ પણ ચાલી રહ્યું છે.

તમને જણાવી દઈએ કે, આવી સ્થિતિમાં બાલાસોરથી ઘાયલ મુસાફરોને લઈ જઈ રહેલી બસને પશ્ચિમ મેદિનીપુરમાં અકસ્માત નડ્યો હતો. ઘાયલ મુસાફરો બાલાસોરથી અનેક જિલ્લામાં પહોંચી રહ્યા હતા, ત્યારે પશ્ચિમ મેદિનીપુરમાં બસને અકસ્માત નડ્યો. આ બસ અકસ્માતના કારણે નેશનલ હાઈવે પર ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી. તમને જણાવી દઈએ કે, પીકઅપ વાન અને બસ વચ્ચે અકસ્માત થતા ઘણા લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે.

ટ્રેન દુર્ઘટનામાં 288 લોકોના મોત થયા હતા

તમને જણાવી દઈએ કે, ઓડિશાના બાલાસોર જિલ્લામાં શુક્રવારે એક ભયાનક ટ્રેન અકસ્માત થયો હતો. અહીં બહનાગા રેલવે સ્ટેશન પાસે ત્રણ ટ્રેનો એકબીજા સાથે અથડાઈ હતી. ઓડિશાના મુખ્ય સચિવ પ્રદીપ જેનાએ જણાવ્યું કે, બાલાસોરમાં ટ્રેન દુર્ઘટનામાં 288 લોકોએ જીવ ગુમાવ્યા છે અને 900થી વધુ ઘાયલોની સારવાર ચાલી રહી છે. બીજી તરફ, ભયાનક ટ્રેન દુર્ઘટના બાદ ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે આજે એક દિવસનો રાજ્ય શોક જાહેર કર્યો છે.

આ પણ વાંચો : UP માં ફરી એકવાર ‘લવ જેહાદ’નો કેસ, બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવી કર્યા લગ્ન અને પછી…