Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ગુરુનો આજે 46મો જન્મદિવસ, અભિષેક બચ્ચન વિશે અજાણી વાતો

08:58 PM Apr 25, 2023 | Vipul Pandya

અમિતાભ બચ્ચનના પુત્ર અને અભિનેતા અભિષેક બચ્ચનનો આજે જન્મદિવસ છે. અભિષેકના જન્મદિવસ પર આજે અમે તમને જણાવીશું તેમના વિશેના રસપ્રદ કિસ્સા અને તેમના કરિયર વિશે. શું તમે જાણો છો કે અભિષેક બચ્ચનનું નામ બર્થ સર્ટિફિકેટમાં બાબા બચ્ચન છે. અભિષેકને બોર્ડિગ કાર્ડસ કલેક્ટ કરવાનો ઘણો શોખ છે. અને તે કારણથી જ તે જ્યારે પણ ટ્રાવેલ કરે છે તો બોર્ડિગ કાર્ડસ સાચવીને રાખે છે. અભિષેક બચ્ચનના તમામ ચાહકો માટે એક ખાસ ભેટ છે. આ વાત ખુદ અભિનેતા તરફથી આવી છે. તેણે તેના આગામી પ્રોજેક્ટ ઘૂમરના સેટમાંથી ક્લેપબોર્ડની તસવીર શેર કરી છે. તેમજ તેના પિતાએ પણ તેમને જન્મદિનની શુભકામના આપી છે.

વર્ષ 2000માં અભિષેક બચ્ચન ફિલ્મ ‘રેફ્યુજી’ સાથે બોલિવૂડમાં પ્રવેશ કર્યો. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ કરી શકી નથી. જોકે અભિષેક બચ્ચને પોતાના કરિયરમાં ઘણી હિટ ફિલ્મો આપી છે.પરંતુ તેમની ઓળખ અમિતાભના પુત્ર અને પછી ઐશ્વર્યાના પતિ તરીકે વધુ રહી છે.
પિતાને મદદ કરવા અભ્યાસ છોડી દીધો
જ્યારે અભિષેક બચ્ચન બોસ્ટનમાં ગ્રેજ્યુએશન કરી રહ્યા હતા ત્યારે અમિતાભ બચ્ચન એબીસીએલ ચલાવતા હતા. એબીસીએલ તે સમયે ખોટમાં ચાલી રહી હતી.આથી અભિષેક બધું છોડીને પિતાને સપોર્ટ કરવા મુંબઈ આવ્યા હતા. અભિષેકે તેની કારકિર્દીના શરૂઆતના દિવસોમાં પ્રોડક્શન બોય તરીકે કામ કર્યું હતું. અભિષેકની ઘણી ફિલ્મો તેની કારકિર્દીની શરૂઆતમાં ફ્લોપ રહી હતી. અહીં એક નવાઈની વાત એ છે કે તેને ફિલ્મો ન મળવાના કારણે તેણે LIC એજન્ટના કામમાં પોતાની કિસ્મત અજમાવી.

અભિષેક બચ્ચનની વેબ સિરિઝ
અભિષેકની ફિલ્મી કરિયરમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા. તેની મોટાભાગની ફિલ્મો ફ્લોપ રહી હતી. જોકે વર્ષ 2004માં અભિષેક બચ્ચને ફિલ્મ ‘ધૂમ’માં કામ કર્યું હતું. અને આ ફિલ્મ સુપરહિટ સાબિત થઈ હતી. આ ફિલ્મ પછી તેણે ‘બંટી ઔર બબલી’, ‘યુવા’, ‘બ્લફમાસ્ટર’, ‘ગુરુ’ અને ‘દોસ્તાના’ જેવી સુપરહિટ ફિલ્મો કરી અને તેણે સાબિત કરી દીધુ કે તે શહેનશાહ અમિતાભનો પુત્ર છે. ફિલ્મો બાદ અભિષેક બચ્ચને વેબસિરિઝમાં પણ કામ કરી ચૂક્યા છે. જો કે હાલ તેની નવી સિરિઝ BREATH-2 આવા જઈ રહી છે. BREATH-1 સિરિઝ ચાહકોને ખુબ પંસદ આવી હતી. જો કે હવે BREATH-2ની તેના ચાહલો આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે.

અભિનેતા ઉપરાંત અભિષેક બચ્ચન એક બિઝનેસમેન પણ છે. જો કે અભિષેક બચ્ચન એક્ટર કરતાં વધુ સારા બિઝનેસમેન છે. તે બે સફળ સ્પોર્ટ્સ ટીમ પ્રો કબડ્ડી ટીમ અને જયપુર પિંક પેન્થર્સનો માલિક છે. આ સિવાય તે ઈન્ડિયન સુપર ફૂટબોલ લીગમાં ચેન્નાઈન ફેન ક્લબના માલિક પણ છે. આ ટીમે બે વખત ઈન્ડિયન સુપર ફૂટબોલ લીગનો ખિતાબ જીત્યો છે.