Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

AAP Sanjay Singh: આપ સાંસદ બહાર આવતાની સાથે સરકાર સામે હુંકાર કર્યો, જેલના તાળા તોડવામાં આવશે!

11:32 PM Apr 03, 2024 | Aviraj Bagda

AAP Sanjay Singh:  આમ આદમી પાર્ટી (AAP) ના નેતા અને રાજ્યસભા સાંસદ સંજય સિંહ (Sanjay Singh) ને તિહાર જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. તેમને દારૂ કૌભાંડમાં 6 મહિના બાદ શરતી જામીન મળ્યા છે. જેલમાંથી બહાર આવ્યાની સાથે સરકાર સામે હુંકાર કર્યો છે.

  • સાંસદ સંજ્ય સિંહે બાહાર આવતા સરકારને આડે હાથ લીધી
  • જેલના તાળા તોડી દિલ્હીના સીએમને મુક્ત કરાશે
  • લાખો કાર્યકરોની પ્રાર્થનાની અસર સાથે સત્યનો વિજય થયો

તિહાર જેલમાંથી બહાર આવતાની સાથે જ આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા સંજય સિંહ (Sanjay Singh) આક્રમક અંદાજમાં જોવા મળ્યા હતા. કેન્દ્ર પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે આ સમય સંઘર્ષ કરવાનો છે. જેલના તાળા તોડવામાં આવશે, Manish Sisodia, CM Arvind Kejriwal અને સત્યેન્દ્ર જૈનને જેલમાંથી મુક્ત કરવામાં આવશે.

જેલના તાળા તોડી દિલ્હીના સીએમને મુક્ત કરાશે

AAP નેતા સંજય સિંહે (Sanjay Singh) તિહાર જેલમાંથી મુક્ત થયા બાદ કાર્યકર્તાઓને સંબોધતા કહ્યું, “આ ઉજવણી કરવાનો સમય નથી… આ સંઘર્ષ કરવાનો સમય છે… અમારી AAP ના સૌથી મોટા નેતાઓ CM Arvind Kejriwal, Manish Sisodia અને સત્યેન્દ્ર જૈનને જેલમાં રાખવામાં આવ્યા છે. આ જેલના તાળા તોડી નાખવામાં આવશે અને CM Arvind Kejriwal ને મુક્ત કરવામાં આવશે.

લાખો કાર્યકરોની પ્રાર્થનાની અસર સાથે સત્યનો વિજય થયો

જેલમાંથી મુક્ત થયા બાદ સંજય સિંહ (Sanjay Singh) સૌથી પહેલા સીએમ અરવિંદ કેજરીવાલના ઘરે જશે. ત્યાં તેઓ સુનીતા કેજરીવાલને મળશે. સંજય સિંહને દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં રૂ. 2 લાખના અંગત બોન્ડ અને એટલી જ રકમની જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે. આ મુદ્દે AAP દ્વારા એક ટ્વીટ પણ કરવામાં આવી હતી. જેમાં લખ્યું હતું કે, ‘સિંહને તમે ગમે તેટલા દિવસ કેદ કરો, સિંહ ક્યારેય ગર્જના કરવાનું ભૂલતો નથી. સંજય સિંહ મુક્ત થયા. જનતામાં ખુશીની લહેર. લાખો કાર્યકરોની પ્રાર્થનાની અસર સાથે સત્યનો વિજય થયો છે.

આ પણ વાંચો: BAP ઉમેદવાર રાજકુમારની રેલીમાં રાહુલની ‘ભારત જોડો યાત્રા’ કરતા પણ વધારે ભીડ ઉમટી

આ પણ વાંચો: Vijender Singh: વિજેન્દર સિંહે કોંગ્રેસે અલવિદા કેમ કહ્યું? મોટા ભાઈ મનોજે જણાવી આખી હકીકત

આ પણ વાંચો: Central Health Advisory: ડૉ. મનસુખ માંડવિયાએ ગરમીને લગતી બીમારીઓના વ્યવસ્થાપન માટે જાહેર આરોગ્યની સજ્જતાની સમીક્ષા કરી