+

”આન બાન મારી શાન તિરંગા, હર ઘર તિરંગા”–જોમ અને રાષ્ટ્રભક્તિથી રંગી દેશે- આ ગીત

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ગાયકો દ્વારા આઝાદીના અમૃતકાળની વિશેષ ઉજવણીના ભાગરૂપ આજે આ ગીત બનાવવામાં આવ્યું છે. જે આજે રિલીઝ કરાયું છે. 'સૂરમાં સૂર મિલાવી ગાઓ હર ઘર તિરંગા' સોંગ તમને ચોક્કસ ગમશે. ગીતમાં આઝાદીની લડાઇની  જીવંત  સાબિતી સમાન ગાંધી આશ્રમ જોવા મળી રહ્યો છે.ગુજરાતી ફિલ્મ ઇન્ડ્સ્ટ્રી દ્વારા પણ આ ઐતિહાસિક ક્ષણની રંગેચંગે ઉજવણી'આઝાદી કા અમૃત મહોત્સવ' (Azadi Ka Amrit Mahotsav)ની ઉજવણી હાàª
ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ગાયકો દ્વારા આઝાદીના અમૃતકાળની વિશેષ ઉજવણીના ભાગરૂપ આજે આ ગીત બનાવવામાં આવ્યું છે. જે આજે રિલીઝ કરાયું છે. ‘સૂરમાં સૂર મિલાવી ગાઓ હર ઘર તિરંગા’ સોંગ તમને ચોક્કસ ગમશે. ગીતમાં આઝાદીની લડાઇની  જીવંત  સાબિતી સમાન ગાંધી આશ્રમ જોવા મળી રહ્યો છે.
ગુજરાતી ફિલ્મ ઇન્ડ્સ્ટ્રી દ્વારા પણ આ ઐતિહાસિક ક્ષણની રંગેચંગે ઉજવણી
‘આઝાદી કા અમૃત મહોત્સવ’ (Azadi Ka Amrit Mahotsav)ની ઉજવણી હાલમાં દેશના ખૂણે ખૂણે ચાલી રહ્યી છે. આ વર્ષે 15 મી ઓગસ્ટે ભારતને બ્રિટિશ રાજની ગુલામીમાંથી મુક્ત થયે 75 વર્ષ પૂર્ણ થયાં છે. ત્યારે આખો દેશ અમૃત વર્ષની ઉજવણી દેશભરમાં રંગેચંગે કરી રહ્યો છે. જાણીતા મીડિયાહાઉસ તરીકે ગુજરાત ફર્સ્ટ પણ આ અભિયાનમાં જોડાયું છે.   ગુજરાત ફર્સ્ટ દ્વારા પણ ગુજરાતના 75 શહેરોમાં તિરંગા રેલી યોજાઇ રહી છે. સાથે જ 7500 બાઇકર્સ દ્વારા વિવિધ શહેરોમાં રેલીનું પણ આયોજન કરાયું છે, ત્યારે વડાપ્રધાનના હર ઘર તિરંગા અભિયાનને ગુજરાતી ફિલ્મ ઇન્ડ્સ્ટ્રી દ્વારા પણ આ ઐતિહાસિક ક્ષણની રંગેચંગે ઉજવવામાં યોગદાન અપાયું છે, ત્યારે દરેક ગુજરાતીની છાતી ગજ ગજ ફૂલે તેવા જોમ અને દેશભક્તિનો જુસ્સો રગ રગમાં ભરી દે તેવું આ ગીત ગુજરાતી ફિલ્મ જગત દ્વારા આજે રજૂ કરાયું છે. જેમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડ્સ્ટ્રીના જાણીતા કલાકારો દ્વારા સુંદર રીતે હર ઘર તિરંગાનો મેસેજ અપાયો છે.
વિશેષ ગીત આજે રિલીઝ કરાયું 
ગુજરાતના જાણીતા કવિ તુષાર શુક્લ દ્વારા આ ગીત લખાયું છે, જેમાં સંગીત નિશિત મહેતાએ આપ્યું છે. ગીત જેમદાર ગુજરાતના અવાજ જેમની ઓળખ છે એવા જાણીતા સિંગર કિર્તી સાગઠિયા અને જાણીતી બોલિવુડ ગાયક ભૂમિ ત્રિવેદીના કંઠે ગવાયું છે. જ્યારે આ સમગ્ર ગીતના દિગ્દર્શક અભિલાષ ઘોડા છે.  આ સુંદર ગીતની કોરિયોગ્રાફી  રાધિકા મરફટિયા સાથે જ આ ગીતના ટેક્નિકલ ડાયરેક્ટર તરીકે વિવેક ઘોડા અને કરણ ઘોડાએ જવાબદારી સંભાળી છે.ગુજરાતના સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આ વિશેષ ગીત આજે રિલીઝ કરાયું હતું. સાથે જ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દીપક ઘીવાલા, અરવિંદ વેગડા, અરવિંદ વૈધ, સરિતા જોષી સહિત અનેક નામી કલાકારો પણ જોવા મળે છે. ગુજરાતના જાણીતા સ્થળો પર આ ગીત શૂટ કરાયું છે. જેને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

દેશ હાલમાં તિરંગા સાથે રાષ્ટ્ર ભક્તિના રંગે રંગાયું
હાલમાં દેશભરમાં આઝાદી કા અમૃત મહોત્સવ (Azadi Ka Amrit Mahotsav) અંતર્ગત લોકો આ અભિયાનમાં જોડાઇને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ‘ઘર ઘર તિરંગા’ અભિયાનને ટેકો આપી રહ્યાં છે. સાથે જ દેશના ખૂણે ખૂણેથી લોકો રાષ્ટ્ર પ્રત્યે પ્રેમ વ્યક્ત કરી રહ્યાં છે. દેશ હાલમાં તિરંગા સાથે રાષ્ટ્ર ભક્તિના રંગે રંગાયું છે.
સાંભળો આ જોમદાર દેશભક્તિ ગીત
Whatsapp share
facebook twitter