Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

લોકસભાની ચૂંટણી પહેલા Gujarat AAP ને મોટો આંચકો, મધ્ય ગુજરાતના આગેવાનો જોડાયા ભાજપમાં

12:33 PM Jun 06, 2023 | Viral Joshi

લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મોટો આંચકો લાગ્યો છે. મધ્ય ગુજરાતના આમ આદમી પાર્ટીના આગેવાનો ભાજપમાં જોડાયા છે. આજે ગાંધીનગર પ્રદેશ ભાજપ કાર્યાલયમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં મધ્ય ગુજરાતના આગેવાનોને ભાજપમાં જોડાયા છે.

મહિસાગર જિલ્લાની લુણાવાડા વિધાનસભા બેઠક પર મહિસાગર જિલ્લા ભાજપ પ્રમુખ રહી ચુકેલા જે.પી.પટેલે લુણાવાડા વિધાનસભા સીટ પરથી ભાજપની ટિકિટ માંગી હતી પણ ભાજપે ટિકિટ નહી આપતા જે.પી. પટેલે રાજીનામું આપ્યું હતું લુણાવાડા વિધાનસભા સીટ પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવતા ભાજપ દ્વારા જે.પી.પટેલ અને તેમના સમર્થકોને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જે બાદ ફરી તેઓની ઘરવાપસી થઈ છે.

બીજી બાજુ મહીસાગર જિલ્લા કૉંગ્રેસના ઉપ પ્રમુખ ઉદેસિંહ વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા અને બાલાસિનોર વિધાનસભા બેઠક પરથી ચુંટણી લડ્યા હતા. જેના કારણે કોંગ્રેસની હાર થઈ હતી. આ બંને પોતાના સમર્થક સાથે ભાજપમાં જોડાવાથી મહિસાગર જિલ્લામાં ભાજપનું સંગઠન વધુ મજબુત બનશે અને તેનો લાભ આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપને મળશે.

આ પણ વાંચો : બનાસકાંઠા ધોધમાર વરસાદ, અમદાવાદ-આબુ હાઇવે પર પાંચ કિલોમીટર સુધી ટ્રાફિકજામ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.