Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

AADHAR CARD SCAM : ગીર સોમનાથના ઉનામાંથી આંતરરાષ્ટ્રીય આધાર કાર્ડ કૌભાંડનો થયો પર્દાફાશ, વાંચો સમગ્ર અહેવાલ

10:29 AM Dec 25, 2023 | Harsh Bhatt

AADHAR CARD SCAM : ગુજરાતમાં અત્યારે નકલીનો કારોબાર ઘણો વધ્યો છે. તે નકલી કચેરી હોય, નકલી પોલીસ હોય કે પછી નકલી ખાદ્ય પદાર્થો હોય . અત્યારે તો સમય એવો બન્યો છે કે, ઘણા બધા નકલીની વચ્ચે એક અસલી શોધવું ભારે બન્યું છે. ત્યારે ગુજરાતના ગીર સોમનાથમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ગીર સોમનાથમાં આંતરરાષ્ટ્રીય આધાર કાર્ડ ( AADHAR CARD SCAM )  કૌભાંડનો પર્દાફાશ થયો છે.

ગીર સોમનાથમાંથી નકલી આધાર કાર્ડનું કૌભાંડ ખુલ્લુ પડ્યું છે.  ગીર સોમનાથમાં આવેલ ઉનામાંથી આધાર કાર્ડ કૌભાંડ સામે આવ્યું છે, જેમાં કોઈ આધાર કે યોગ્ય પુરાવા વગર જ ફર્જી આધાર કાર્ડ તૈયાર કરાવી આપવામા આવતા હતા. આ કૌભાંડની ગંભીરતાનો અંદાજો એ પરથી લગાવી શકાય છે કે, કૌભાંડને કારણે SP એ પોતાની રજાઓ કેન્સલ કરી ફરજ ઉપર પાછા ફરવાની જરૂર પડી હતી.

LCB પોલીસે બસ સ્ટેશન પર પાડ્યા હતા દરોડા પાડયા હતા અને બીજા રાજ્યોમાં પણ આ જ કૌભાંડની આશંકા વચ્ચે પોલીસ તપાસ શૂરું કરી હતી. આ કૌભાંડ મામલે પોલીસ છેલ્લા 40 કલાકથી 4 લોકોની સતત પૂછપરછ કરી રહી છે. આ પોલીસ તપાસમાં કૌભાંડ વિશે વધુ ખુલાસાઓ બહાર આવે તેવી શક્યતાઓ હાલ વર્તાઇ રહી છે. આ સમગ્ર ઘટના ઉપર હાલ ગુજરાત ફસ્ટ પોતાની ચાંપતી નજર રાખી રહ્યું છે.

આ પણ વાંચો — JUNAGADH : મધ્યરાત્રિએ ચર્ચમાં પૂજા પ્રાર્થના કરાઇ જૂનાગમાં નાતાલની ધામધૂમથી ઉજવણી કરાઇ હતી