Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

10 વર્ષ જૂના આધારકાર્ડને અપડેટ કરાવી લેજો, નહીંતર ભવિષ્યમાં પડશે તકલીફો, આવી રીતે કરો અપડેટ

06:17 PM Apr 16, 2023 | Vipul Pandya

આધાર યૂઝર્સ માટે મહત્વના સમાચાર છે. આધાર કાર્ડ એ ભારતમાં એવો સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ છે, જેના વિના કોઈપણ સરકારી અને બિન-સરકારી કામ થઈ શકે નહીં. યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) આધાર કાર્ડ જાહેર કરતી સંસ્થા અને સમયાંતરે ઘણી સુવિધાઓ આપતી રહે છે.
ઓનલાઈન ઓફલાઈન બંન્ને રીતે થશે અપડેટ
જે લોકોએ 10 વર્ષ પહેલા જ આધાર કાર્ડ કઢાવી ચુક્યા છે તેમના માટે આ સમાચાર ખૂબ જ મહત્વપૂર્ણ છે. યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI)એ નોટિસ જાહેર કરીને તે લોકોને પોતાના દસ્તાવેજો અને જાણકારી અપડેટ કરાવવા કહ્યું છે જેમણે 10 વર્ષ પહેલા આધાર કાર્ડ મેળવ્યું હતું અને તે બાદથી ક્યારેય તેને અપડેટ કર્યું નથી. આધારકાર્ડ ધારકોને પોતાના ઓળખ પ્રમાણ અને સરનામા સાથે જોડાયેલા કાગળો અપડેટ કરવાની સલાહ આપવામાં આવી છે. UIDAI તરફથી જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે જાણકારી કરવાનું કામ ઓનલાઈન અને ઓફલાઈન આધાર કેન્દ્ર પર જઈને બંન્ને રીતે કરી શકાય છે. જોકે તેને ફરજીયાત નથી કર્યું.
UIDAIનું નિવેદન
નિવેદન અનુસાર, જે વ્યક્તિઓએ 10 વર્ષ પહેલાં તેમનું આધાર કાર્ડ મેળવ્યું હતું અને ત્યાર પછીના વર્ષોમાં તેમને ક્યારેય અપડેટ કર્યા નથી, આવા આધાર નંબર ધારકોને દસ્તાવેજો અપડેટ કરાવવા વિનંતી કરવામાં આવે છે. UIDAIએ આ સંબંધમાં આધાર ધારકોને નિયત ફી સાથે દસ્તાવેજ અપડેટ કરવાની સુવિધા પૂરી પાડી છે અને આધાર ધારક આધાર ડેટામાં વ્યક્તિગત ઓળખના પુરાવા અને સરનામાના પુરાવા સંબંધિત દસ્તાવેજો અપડેટ કરી શકે છે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ દસ વર્ષો દરમિયાન આધાર નંબર વ્યક્તિની ઓળખના પુરાવા તરીકે ઉભરી આવ્યો છે અને વિવિધ સરકારી યોજનાઓ અને સેવાઓનો લાભ લેવા માટે આધાર નંબરનો ઉપયોગ કરવામાં આવે છે. આ યોજનાઓ અને સેવાઓનો લાભ લેવા માટે, લોકોએ આધાર ડેટાને સચોટ પર્સનલ વિગતો સાથે અપડેટ રાખવો પડશે જેથી કરીને આધાર પ્રમાણીકરણ અને ચકાસણીમાં કોઈ અસુવિધા ન થાય.
કેવી રીતે કરશો આધાર અપડેટ?
  • આધાર ઓનલાઈન કે ઓફલાઈન બંન્ને રીતે કરી શકાય છે
  • ઓનલાઈન આધાર અપડેટ માટે માયઆધાર પોર્ટલમાં પુરતી વિગતો ભરી તમારૂ આધાર અપડેટ કરી શકો છો.
  • આધાર હોલ્ડર સેન્ટર પર જઈને પણ અપડેટ કરાવી શકાય છે અહીં આધાર હોલ્ડરને તમારે ફી આપવી પડશે.