+

મોબાઇલ ગેમનો ચસકો અને યુવકને મળ્યું મોત, જાણો દર્દનાક કિસ્સો

આજના સમયમાં યુવાનો મોબાઈલમાં વધુ વ્યસ્ત જોવા મળે છે. યુવાનો રીલ્સ જોવામાં તેમજ ગેમ રમવામાં એટલા મશગુલ થઇ જાય છે કે ક્યારેક તેનું ગંભીર પરિણામ ભોગવવાનો વારો આવે છે ત્યારે આવો જ એક કિસ્સો સુરતમાં પ્રકાશમાં આવ્યો છે.સુરત (Surat)ના ઓલપાડ તાલુકાના કીમ ગામે મોબાઈલમાં ગેમ રમતી વેળાએ ૨૨ વર્ષીય યુવાન ચોથા માળેથી નીચે પટકાતા તેને ગંભીર ઈજાઓ થતા તેનું મોત નીપજ્યું હતું. બીજી તરફ એકના એક દીકરા
આજના સમયમાં યુવાનો મોબાઈલમાં વધુ વ્યસ્ત જોવા મળે છે. યુવાનો રીલ્સ જોવામાં તેમજ ગેમ રમવામાં એટલા મશગુલ થઇ જાય છે કે ક્યારેક તેનું ગંભીર પરિણામ ભોગવવાનો વારો આવે છે ત્યારે આવો જ એક કિસ્સો સુરતમાં પ્રકાશમાં આવ્યો છે.સુરત (Surat)ના ઓલપાડ તાલુકાના કીમ ગામે મોબાઈલમાં ગેમ રમતી વેળાએ ૨૨ વર્ષીય યુવાન ચોથા માળેથી નીચે પટકાતા તેને ગંભીર ઈજાઓ થતા તેનું મોત નીપજ્યું હતું. બીજી તરફ એકના એક દીકરાના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થયું છે.
ગેમ રમવામાં મશગુલ થયો અને ચોથા માળેથી પટકાયો
મોબાઈલમાં ગેમ રમવામાં તલ્લીન થઇ જતા યુવાનો માટે લાલબતી સમાન કિસ્સો સુરતમાં સામે આવ્યો છે તેમજ માત્ર યુવાનો જ નહી વાલીઓ માટે પણ લાલબતી સમાન આ કિસ્સો છે. મળતી માહિતી મુજબ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કીમ ગામ ખાતે આર.કે.પાર્કમાં રહેતા વિજયભાઈ પંચાલનો ૨૨ વર્ષીય પુત્ર જય ઘરની બારી પાસે બેસી મોબાઈલમાં ગેમ રમી રહ્યો હતો અને તે ગેમ રમવામાં એટલો મશગુલ થઇ ગયો હતો કે તેનું ધ્યાન રહ્યું નહી અને તે એકાએક ચોથા માળેથી નીચે પટકાયો હતો.પુત્ર નીચે પટકાતા જ પરિવારજનો દોડ્યા હતા. યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામા આવ્યો હતો. યુવકને ગંભીર ઈજાઓ થતા તેને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત નીપજ્યું હતું.
યુવક કોલેજમાં બી.બી.એ.નો અભ્યાસ કરતો હતો
વધુમાં મૃતક ૨૨ વર્ષીય યુવક કોલેજમાં બી.બી.એ.નો અભ્યાસ કરતો હતો અને તે પરિવારનો એક નો એક દીકરો હતો. એકના એક દીકરાનું મોત થતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. બીજી તરફ બનાવની જાણ પોલીસને થતા કીમ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 
લાલબતી સમાન ઘટના
ઉલ્લેખનીય છે કે આજના સમયમાં યુવાનોને રીલ્સ બનાવવાનું તેમજ મોબાઈલમાં ગેમ્સ રમવામાં એટલા મશગુલ થઇ જાય છે કે તેના ગંભીર પરિણામો સામે આવે છે. ત્યારે આ ઘટના યુવાનો અને તેના વાલીઓ માટે ખાસ લાલબતી સમાન ઘટના છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Whatsapp share
facebook twitter