+

બહુચરાજીમાં દેશના અલગ અલગ રાજ્યોના 400 ડોક્ટરોનો વર્કશોપ યોજાયો

બહુચરાજીમાં કે બી હોસ્પિટલમાં વર્કશોપ યોજાયો. હરસ મસા અને ભગંદર માટે આ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. કેબી હોસ્પિટલ ખાતે યોજાયેલ વર્કશોપમાં ડોજનક પટેલ, ડો પાધ્યા, ડો નિશિત પટેલ અને ડૉ વિકિશા મહેતાના સંયુક્ત ઉપક્રમે આ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.દેશના 400 ડોક્ટરો એ વર્કશોપમાં ભાગ લીધો બહુચરાજી કેબી હોસ્પિટલમાં યોજાયેલ હરસ,મસા અને ભગંદર પીડિત દર્દીઓના ઓપરેશનનુà
બહુચરાજીમાં કે બી હોસ્પિટલમાં વર્કશોપ યોજાયો. હરસ મસા અને ભગંદર માટે આ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. કેબી હોસ્પિટલ ખાતે યોજાયેલ વર્કશોપમાં ડોજનક પટેલ, ડો પાધ્યા, ડો નિશિત પટેલ અને ડૉ વિકિશા મહેતાના સંયુક્ત ઉપક્રમે આ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.
દેશના 400 ડોક્ટરો એ વર્કશોપમાં ભાગ લીધો 
બહુચરાજી કેબી હોસ્પિટલમાં યોજાયેલ હરસ,મસા અને ભગંદર પીડિત દર્દીઓના ઓપરેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં બે જ દિવસમાં 40 જેટલા હરસ મસા અને ભગંદર ના પીડિત દર્દીઓનું ઓપરેશન અને વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશના અલગ અલગ રાજ્યોના 400 ડોક્ટરો એ આ વર્કશોપમાં ભાગ લીધો હતો. આ પ્રકારના દર્દીઓની સારવાર અને તેનું સચોટ ઓપરેશન માટેનું આયોજન કષ્ટ ભંજન ક્લિનિક અને કેબી હોસ્પિટલના સહયોગથી બહુચરાજી માં કરવામાં આવ્યું હતું.

આ તમામ ઓપરેશન આયુષ્યમાન કાર્ડ અંતર્ગત ફ્રી કરાયા
સરકાર દ્વારા શરૂ કરાયેલ મધ્યમ અને ગરીબ લોકો માટે આયુષ્યમાંન કાર્ડ શરૂ કરવામાં આવ્યા છે જે ખૂબ જ કારગત નીવડી રહ્યા છે. આ કાર્ડ ધરાવતા ગરીબ વર્ગ માટે ખુબજ ઉપયોગી સાબિત થતા મસમોટા ખર્ચનો બચાવ પણ થઈ રહ્યો છે. ત્યારે બહુચરાજીમાં હરસ, મસા અને ભગંદર જેવા રોગ થી 40 જેટલા પીડિત દર્દીઓની એક જ સ્થળે બે દિવસમાં સફળ ઓપરેશન અને યોગ્ય ટ્રીટમેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં આયુષ્યમાન કાર્ડમાં મોટા ભાગના દર્દો માટે સારવાર શરૂ થતાં મોટી સેવાઓ મફતમાં સરકારી યોજનાનો લાભ મળતો થયો છે. અને આજે આ ઓપરેશન બાદ દર્દીઓએ પણ ડોકટર ટિમ નો આભાર વ્યક્ત કર્યો હતો.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
 
Whatsapp share
facebook twitter