Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ચંદરવા ગામના શ્રમજીવી પરિવારે અકસ્માતમાં મૃત્યુ પામનાર 16 વર્ષના લાડકવાયા દીકરાનું ચક્ષુદાન કર્યું

05:53 PM Dec 10, 2023 | Harsh Bhatt
અહેવાલ – ગજેન્દ્ર ખાચર, બોટાદ
બોટાદ જિલ્લાના ચંદરવા ગામનો શ્રમજીવી પરિવાર અન્ય લોકો માટે ઉત્તમ ઉદાહરણ બની રહ્યો છે. પરિવારમાં ૧૭ વર્ષના પુત્રનું અકસ્માતમાં મૃત્યુ થયું હતુ અને આ શ્રમજીવી પરિવારે તેનું ચક્ષુદાન કરીને અન્ય વ્યક્તિના જીવનમાં પ્રકાશ પાથર્યો છે. બોટાદના આ ખેતમજૂર પરિવારના નિર્ણયની હાલ સૌ કોઈ સરાહના કરી રહ્યું છે. જેને લઈ બોટાદ જિલ્લા ડી.ડી.ઓ અક્ષય બુદાનીયા એ પણ ચદરવા ગામે મુલાકાત લઈ પરિવાર ને આશ્વાસન આપ્યું હતું.

રાણપુર પંથકમાં રહેતા એક ખેતમજુર પરિવારે પોતાના વ્હાલસોયા પુત્રનુ અકસ્માતે મૃત્યુ થતા તેનું ચક્ષુદાન કરી સમાજ ઉપયોગી નિર્ણય જાહેર કરી કહેવાતા નાના માણસની મોટી વાત સમાજ માટે પ્રેરક બનવા પામી છે. બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ચંદરવા ગામે રહેતા હિમતભાઈ સીતાપરા જેઓને સંતાનમા બે દિકરા અને એક દિકરી છે અને તેઓ ખેતમજૂરી કામ કરી પોતાના પરીવારનું ગુજરાન ચલાવે છે. હિમતભાઈ સીતાપરા અને તેમના પત્ની બને અશીક્ષીત છે ત્યારે આ પરીવાર પર દુખના વાદળો ઘેરાયા હતા તેમ છતાં આ પરીવારે હિંમત રાખીને સમાજને એક દાખલા રૂપ નિર્ણય કર્યો છે.

હિમતભાઈ સીતાપરા નો 17 વર્ષનો નાનો દિકરો કે જે પોતાનું મોટરસાયકલ લઈને કોઈ કામે જતો હતો તેવામાં મોટરસાયકલ સ્લિપ ખાઈ જતા ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે ધંધુકા હોસ્પિટલ ખસેડેલ પરંતુ તેનું હોસ્પિટલમા મૃત્યું થયું હતું અને હિમતભાઈના પરીવાર ઉપર આભ ફાટયું તેમ લાડકવાયો દિકરો ગુમાવતા આખું પરીવાર શોકમાં હતા.
પરંતુ હમેશાં બીજાનું સારુ કરવાના વિચારો રાખતા આ અભણ હિમતભાઈએ હિંમત રાખીને કોઈના જીવનમાં પ્રકાશ પાથરવાનો વિચાર આવ્યો એટલે તેમણે ચક્ષુદાન કરવાનો નિર્ણય કર્યો અને તેણે તેના પરીવાર સહમત થયા અને લાડકવાયા દિકરાનુ ચક્ષુદાન કર્યુ.

રાણપુર તાલુકાના ચંદરવા ગામના ખેતમજૂર હિમતભાઈ સીતાપરાના લાડકવાયો દિકરો અકસ્માતમાં મૃત્યુ થયું અને તેઓએ ચક્ષુદાન કરવાનો નિર્ણય લીધો છે. તે વાતને લઈને સમગ્ર પંથકમાં વાત મળતા લોકોમાં એક આશ્રય ફેલાયું કે અભણ હિમતભાઈ સીતાપરાએ કોઈ વ્યક્તિના જીવનમાં પ્રકાશ પાથરવાનો નિર્ણય સમાજ માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ત્યારે ખેતમજૂર પરીવારના નિર્ણયને સૌ કોઈ સરાહના કરી રહ્યું છે.
આ બનાવની જાણ બોટાદ જિલ્લાના ડી.ડી.ઓ અક્ષય બુદાનીયાને થતા તેઓ ચદરવા ગામે આવ્યા હતા જ્યાં તેમણે ચક્ષુદાન કરનાર પરિવારની મુલાકાત લીધી હતી અમે પરીવારનો આભાર માની તેમને આશ્વાસન આપ્યું હતું.