+

હિજાબ પહેરીને વોટ કરવા આવી મહિલા, BJPના બૂથ સભ્યએ કર્યો વિરોધ, જુઓ Video

દેશમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે બીજી તરફ હિજાબનો મુદ્દો પણ સતત ગરમાઇ રહ્યો છે. આજે (શનિવાર) તમિલનાડુમાં શહેરી સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી યોજાઇ રહી છે. ત્યારે આ ચૂંટણી દરમિયાન કેટલીક મહિલાઓ હિજાબ પહેરીને મતદાન કરવા આવી હતી, જેને લઇને મતદાન મથકે ભારે હોબાળો મચી ગયો છે.આપને જણાવી દઇએ કે, તમિલનાડુમાં શહેરી સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી યોજાઇ રહી છે, દરમિયાન મદુરાઈમાં એક મતદાન મથક પ

દેશમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે બીજી તરફ હિજાબનો મુદ્દો પણ સતત ગરમાઇ રહ્યો છે. આજે (શનિવાર) તમિલનાડુમાં શહેરી સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી યોજાઇ રહી છે. ત્યારે આ ચૂંટણી દરમિયાન કેટલીક મહિલાઓ હિજાબ પહેરીને મતદાન કરવા આવી હતી, જેને લઇને મતદાન મથકે ભારે હોબાળો મચી ગયો છે.
આપને જણાવી દઇએ કે, તમિલનાડુમાં શહેરી સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી યોજાઇ રહી છે, દરમિયાન મદુરાઈમાં એક મતદાન મથક પર હિજાબ પહેરીને આવેલી મહિલાઓને લઇને મથકે હાજર એક ભાજપ બૂથ કમિટીના સભ્ય દ્વારા સખત વાંધો ઉઠાવવામાં આવ્યો હતો, અને આ મહિલાને તાત્કાલિક હટાવવા માટે પણ કહેવામાંં આવ્યું હતું. આ વિવાદને કારણે DMK, AIADMKના સભ્યોએ આ મુદ્દે તેમનો વિરોધ કર્યો, ત્યારબાદ પોલીસે પણ દરમિયાનગીરી કરી અને તેમને બૂથ છોડવા કહ્યું હતું. હવે આ મામલો રાજ્યના રાજકારણમાં પણ ગરમાયો છે. DMK વિધાનસભ્ય ઉદયનિધિ સ્ટાલિને કહ્યું કે, ભાજપ હંમેશા આવું કરતી આવી છે. અમે તેની વિરુદ્ધ છીએ. તેમણે કહ્યું કે, તમિલનાડુના લોકો જાણે છે કે કોને સ્વીકારવું અને કોને નકારવું. ઉદયનિધિ તમિલનાડુના CM એમકે સ્ટાલિનના પુત્ર છે. જણાવી દઇએ કે, કર્ણાટકથી હિજાબ વિવાદ ચાલ્યો જે આજે સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ મુદ્દો હવે ચૂંટણી રેલીઓમાં પણ પ્રમુખ બની રહ્યો છે.

કર્ણાટકની એક શાળાની 58 વિદ્યાર્થીનીઓને કરાઇ સસ્પેન્ડ
કર્ણાટકમાં હિજાબનો વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. કર્ણાટકની એક શાળાની 58 વિદ્યાર્થીનીઓએ શુક્રવારે શિવમોગ્ગા જિલ્લામાં હિજાબ પર પ્રતિબંધનો વિરોધ કર્યા બાદ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીનીઓએ માંગ કરી હતી કે તેમને ક્લાસરૂમની અંદર હિજાબ પહેરવાની છૂટ આપવામાં આવે. તેમણે કહ્યું હતું કે, હિજાબ અમારો અધિકાર છે, અમે મરી જઈશું પણ હિજાબ છોડીશું નહીં. જ્યાં સુધી સસ્પેન્શન રદ કરવામાં ન આવે ત્યાં સુધી વિદ્યાર્થિનીઓને શાળાના પરિસરમાં પ્રવેશવાની મંજૂરી નથી. દરમિયાન, અન્ય વિરોધીઓ પર પણ પ્રતિબંધિત આદેશોનું ઉલ્લંઘન કરવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે. જણાવી દઈએ કે, છેલ્લા ત્રણ દિવસથી પોલીસ અને તહસીલદાર વિદ્યાર્થીઓને નિયમોની જાણકારી આપી રહ્યા છે.
હિજાબ એ ઈસ્લામની આવશ્યક ધાર્મિક પ્રથા નથી
વળી આ વચ્ચે હિજાબ વિવાદ પર ગુરુવારે કર્ણાટક હાઈકોર્ટમાં નવી અરજી દાખલ કરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન અરજીકર્તાઓએ કહ્યું કે હિજાબ પર પ્રતિબંધ મૂકવો એ કુરાન પર પ્રતિબંધ મૂકવા સમાન છે. આપને જણાવી દઈએ કે, હિજાબને લઈને ડિસેમ્બરથી વિવાદ ચાલી રહ્યો છે. કર્ણાટકના ઉડ્ડુપી જિલ્લાની છ વિદ્યાર્થીનીઓએ હિજાબને લઈને અવાજ ઉઠાવ્યો હતો. જે બાદ યુવતીઓએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. હાલમાં કર્ણાટક હાઈકોર્ટે કોઈપણ ધાર્મિક ચિહ્ન પહેરીને શાળાએ જવા પર અસ્થાયી પ્રતિબંધ લગાવી દીધો છે. કર્ણાટક સરકારે હાઈકોર્ટને જણાવ્યું કે હિજાબ એ ઈસ્લામની આવશ્યક ધાર્મિક પ્રથા નથી અને તેના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવો એ ભારતીય બંધારણની કલમ 25નું ઉલ્લંઘન નથી.
તમિલનાડુમાં 11 વર્ષ બાદ સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી યોજાઈ
નોંધપાત્ર રીતે, તમિલનાડુમાં 11 વર્ષ બાદ સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી યોજાઈ રહી છે. વિવિધ મ્યુનિસિપલ કોર્પોરેશનો, નગરપાલિકાઓ અને શહેર પંચાયતો સહિત 648 શહેરી સ્થાનિક સંસ્થાઓમાં વોર્ડ સભ્યોની 12,607 જગ્યાઓ માટે આ વખતે 57,778 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે અને 31,000 થી વધુ મતદાન મથકો પર મતદાન ચાલી રહ્યું છે. જણાવી દઈએ કે, આ ચૂંટણીમાં મતદાનનો સમય સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીનો છે, પરંતુ છેલ્લો એક કલાક કોરોના વાયરસથી પ્રભાવિત લોકો માટે મતદાન કરવા માટે અનામત રાખવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે સત્તારૂઢ DMK અને તેના સહયોગી દળો આ વખતે સાથે મળીને ચૂંટણી લડી રહ્યા છે.
Whatsapp share
facebook twitter