Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ભરૂચ જિલ્લામાં શૈક્ષણિક શાળાની અનોખી પહેલ,પૂર અસરગ્રસ્તોને કરી મદદ

03:01 PM Sep 22, 2023 | Vipul Pandya
અહેવાલ–દિનેશ મકવાણા, ભરૂચ
ભરૂચ જિલ્લાની સ્વામિનારાયણ ગુરુકુળ સ્કૂલોના વાલીઓ અને શિક્ષકો દ્વારા  નર્મદા નદીમાં આવેલ પૂરની પરિસ્થિતિનાં પગલે પૂર અસરગ્રસ્તોને મદદ કરી છે.
મદદ કરાઇ
ભરૂચ જિલ્લાની વિવિધ સ્વામી નારાયણ ગુરુકુળ સ્કૂલ ખાતે જંબુસરના ધારાસભ્ય એવા ડી.કે સ્વામીની હાજરીમાં નર્મદામાં આવેલ વિનાશ કારક પૂરના પગલે સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ માનવ સમાજમાં માનવતા મહેકાવતા પોતાનાથી શક્ય હોય એટલી સેવા અને મદદરૂપ થવા તત્પરતા દાખવી હતી.

કિટ પહોંચાડી
નર્મદા નદીના પૂરમાં કાંઠા વિસ્તારના કેટલાય મકાનો ઘર વખરી સાથે નષ્ટ થઈ જતા અસરગ્રસ્તોને જીવન જીવવું મુશ્કેલ બની ગયું હોય અને તેવા સમયે તેમને મદદરૂપ થવું એ મનુષ્ય જ મનુષ્યને હાથ પકડાવી ચાલતા શીખવે છે અને એટલે  પૂરના પાણીમાં પાયમાલ થયેલા લોકોની વારે સ્વામિનારાયણ ગુડવીલ શાળાના વિદ્યાર્થીઓ શાળા શિક્ષકો અને વાલીઓએ પોતાનાથી જેટલી મદદ થાય તેટલી વિવિધ સામગ્રીઓ એકત્ર કરી કીટ બનાવી અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચાડી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.