Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Ambaji: અંબાજીમાં ભક્તો દ્વારા માં અંબાને અનોખી ભેટ અર્પણ કરવામાં આવી

11:43 PM Dec 27, 2023 | Aviraj Bagda

અહેવાલ શક્તિસિંહ રાજપુત

અંબાજી મંદિર નો ઇતિહાસ પૌરાણિક સંદર્ભમાં

ગુજરાતમાં જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી નજીક આવેલા ગબ્બર પર્વત પર મા અંબાનું પ્રાચીન અને પૌરાણિક મંદીર આવેલુ છે. અહી હજારો વર્ષોથી માં અંબાની અખંડ જ્યોત પ્રજ્વલિત થઇ રહી છે. ઘણા ઓછાં લોકોને ખયાલ હશે કે ભગવાન રામે રાવણનો વધ કરવા માટે માં અંબા પાસે અજય બાણ માંગ્યું હતુ. આ અજય બાણ ત્રેતાયુગ મા અંબાજી ગબ્બરથી પ્રભુ રામને મળ્યુ હતુ.

અંબાજીમાં ભક્તો દ્વારા અનોખું અજય બાણ દાન કરવામાં આવ્યું

તાજેતરમાં જયભોલે ગ્રુપ દ્વારા ગબ્બર ખાતે 11.5 કીલોનુ અને પાંચ ફૂટ લાંબુ અજય બાણ પંચ ધાતુ નિર્મિત લાવવામાં આવ્યું હતું. અંબાજી મંદિરના ચેરમેન અને અંબાજી મંદિરના વહીવટદારની હાજરીમાં અજયબાણનું પૂજન કરવામાં આવ્યું હતું.

જયભોલે ગ્રુપ દ્વારા અગાઊ અંબાજી મંદિરમાં ઘડિયાળ, સોનાની પાદુકા, ચામર,વિશ્વનું સૌથી મોટું શ્રી યંત્ર અને અજય બાણ લઈને પૂજા કરવામાં આવી હતી. ત્યારબાદ આ અજય બાણને 1 જાન્યુઆરી થી 7 જાન્યુઆરી સુધી અમદાવાદમાં ભક્તો માટે દર્શન માટે ખુલ્લું મુકવામાં આવશે. તે પછી 10 જાન્યુઆરીના જય ભોલે ગ્રુપના સભ્યો અયોધ્યા રામ મંદિરમાં 22 જાન્યુઆરી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલાં રામલલ્લાને અજય બાણ અર્પણ કરવાંમાં આવશે.

આ પણ વાંચો: