+

ગોંડલની હોટેલમાં શિક્ષકનું સગીર વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય 

અહેવાલ–વિશ્વાસ ભોજાણી, ગોંડલ  રાજકોટ જિલ્લામાં ક્રાઈમ રેટમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે ગોંડલ (Gondal) શહેર બસ સ્ટેન્ડ પાસે આવેલ હોટલમાં શિક્ષકે જ  સગીર વયના વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુદ્ધ નુ…
અહેવાલ–વિશ્વાસ ભોજાણી, ગોંડલ 
રાજકોટ જિલ્લામાં ક્રાઈમ રેટમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે ગોંડલ (Gondal) શહેર બસ સ્ટેન્ડ પાસે આવેલ હોટલમાં શિક્ષકે જ  સગીર વયના વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુદ્ધ નુ કૃત્ય કરતાં ખળભળાટ મચી ગયો હતો.  સગીરને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીને પકડી પાડ્યો હતો.
બાળકને ગેસ્ટ હાઉસમાં લઇ ગયો
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ ગત તા. 2-7-2023 ના રોજ ફરિયાદીનો સગીર વયનો દિકરો તેના ગામથી જુનાગઢ આવ્યો હતો ત્યાંથી પોતાના પરિચિત વ્યકિત (શિક્ષક) સાથે અષાઢી મહાપૂર્ણિમાના ઉત્સવમાં રાજકોટ ખાતે આવેલો રાત્રીના કાર્યક્રમ પૂર્ણ કરી આ બાળક આરોપી સાથે પરત પોતાના ગામ જતો હતો ત્યારે આરોપીએ બાળકની એકલતાનો લાભ લઇ તેને ગોંડલના બસ સ્ટેન્ડ સામે આવેલ અમૃત ગેસ્ટ હાઉસમાં લઇ  ગયો હતો. શિક્ષકે ગેસ્ટ હાઉસના રૂમમાં લઇ જઇ ધાક ધમકી આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ત્યારબાદ બાળક સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કરેલ હતું.
police
માંગરોળથી પોલીસે ઝડપી પાડ્યો
આ મામલે ફરિયાદ નોંધાતા રાજકોટ જિલ્લા SP જયપાલસિંહ રાઠોડ, DYSP કે.જી.ઝાલા, માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ PI એ.સી.ડામોર, PSI આર.એલ.ગોયલ અને સર્વેલન્સ સ્ટાફ સાથે આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી હતી જેમાં આરોપી વિક્રમભાઈ ઉર્ફે વિક્રમ ગેલાભાઈ બોધ્ધને માંગરોળ પોલીસની મદદથી માંગરોળથી ઝડપી લેવાયો હતો.
ભોગ બનનાર અને શિક્ષક મોબાઈલ માં વોટ્સએપ ના ગ્રુપ થી પરિચીત થયા
માંગરોળનો વિક્રમભાઈ ઉર્ફે વિક્રમ ગેલાભાઈ બોધ્ધ માંગરોળ તાલુકા શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે અને શિક્ષકના મોબાઈલ વોટ્સએપમાં પોતાની જ્ઞાતિનું ગ્રુપ હતું તેમાથી પરિચયમાં આવ્યા હતા. બાળકે શિક્ષકને કહ્યું હતું કે કોઈ એવા માહિતગારના કાર્યક્રમ હોય તો મને જણાવજો,  હું એ કાર્યક્રમમાં આવીશ. શિક્ષકે કહ્યું કે ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ રાજકોટ છે અને તેને વાતોમાં ફસાવી રાજકોટ લઇ ગયો હતો.
Whatsapp share
facebook twitter