Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

નાગરિકે જ્યારે દેશના હિતમાં વિચારશે ત્યારે જ સશક્ત સમાજનો વિકાસ થશે : PM મોદી

12:57 PM Dec 11, 2023 | Hiren Dave

દિલ્હી રાજભવનમાં વિકસિત ભારત @2047 વોઇસ ઓફ યુથ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પીએમ મોદી વર્ચ્યુલી જોડાયા હતા. આ ઉપરાંત તમામ રાજ્યપાલ અને શિક્ષણમંત્રી પણ જોડાયા હતા. પીએમ મોદીએ તેમણે સંબોધન કરતા જણાવ્યું કે વિકસિત ભારતના સંકલ્પોને લઈને આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. હું ખાસ કરીને તમામ રાજ્યપાલોને અભિનંદન આપવા માંગુ છું જેમણે વિકસિત ભારતના નિર્માણ સાથે સંબંધિત આ વર્કશોપનું આયોજન કર્યું છે.

વિકસિત ભારતનો ધ્યેય રાખો- PM મોદી

PM મોદીએ વધુમાં જણાવ્યું કે ભારત માટે આ યોગ્ય સમય છે. આપણે આ અમર સમયની દરેક ક્ષણનો લાભ લેવાનો છે, આપણે એક ક્ષણ પણ વેડફવાની નથી. સાથે જ જણાવ્યું કે વ્યક્તિ નિર્માણમા શૈક્ષણિક સંસ્થાઓની ભૂમિકા મહત્વની છે. આઝાદીના આંદોલનથી યુવા પેઢીઓની મહત્વની ભૂમિકા રહી છે. તેમણે જણાવ્યું કે એવો સંકલ્પ લો કે જે પણ કંઇ કરીશ ચતે વિકસિત ભારત માટે જ કરીશ.તમારા લક્ષ્યો, તમારા સંકલ્પોનો એક જ ધ્યેય હોવો જોઇએ કે વિકસિત ભારત.

વ્યક્તિ નિર્માણમાં શિક્ષકોની મહત્વની ભૂમિકા- PM મોદી

તેમણે જણાવ્યું કે સ્વચ્છતાના આંદોલનને નવી ઉર્જા કેવી રીતે અપાય, આપણા યુવાનો આધુનિક લાઇફસ્ટાઇલના ગેરફાયદાનો મુકાબલો કેવી રીતે કરે તેના માટેના ઉપાયો જણાવો. પીએમ મોદીએ જણાવ્યું કે આધુનિક લાઇફસ્ટાઇલના ગેરફાયદાનો મુકાબલો કરો. આ માટે મોબાઇલની દુનિયામાંથી બહાર આવીને બહારની દુનિયા પણ જોવી જરૂરી છે. એક શિક્ષક ચરીકે આવા અનેક વિચારોના બીજ વર્તમાન અને આગળની પેઢીમાં કરવાની છે. પોતાના વિદ્યાર્થીના રોલમોડલ બનવા પણ કહ્યું, સાથે જ કહ્યુ કે દેશનો નાગરિક જ્યારે દેશના હિતમાં વિચારશે ત્યારે જ સશક્ત સમાજનો વિકાસ થશે.

આ  પણ  વાંચો –સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, કેન્દ્ર સરકારના નિર્ણયને કોર્ટે માન્ય રાખ્યો