+

KUTCH : યુવા મતદારોમાં મતદાન જાગૃતિ માટે કરાયું ખાસ સ્પર્ધાનું આયોજન

KUTCH NEWS : ’સિસ્ટેમેટીક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટીસિપેશન (SVEEP) અંતર્ગત KUTCH જિલ્લામાં મતદારો અને પ્રથમ વખત મતદાન કરનારા મતદારોમાં મતદાન જાગૃતિ આવે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર સમગ્ર જિલ્લાની…

KUTCH NEWS : ’સિસ્ટેમેટીક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટીસિપેશન (SVEEP) અંતર્ગત KUTCH જિલ્લામાં મતદારો અને પ્રથમ વખત મતદાન કરનારા મતદારોમાં મતદાન જાગૃતિ આવે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર સમગ્ર જિલ્લાની વિવિધ પ્રાથમિક શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓ તેમજ કોલેજોમાં મહેંદી સ્પર્ધાના માધ્યમથી મતદારોમાં મતદાન અંગે જાગૃતિ લાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો.

KUTCH મહેંદી સ્પર્ધા

KUTCH મહેંદી સ્પર્ધા

KUTCH જિલ્લાના ભુજ, નખત્રાણા, ભચાઉ, અંજાર ,ગાંધીધામ  સહિતના તમામ તાલુકા મથકો અને મોટા ગામોની શાળાઓ અને કોલેજો દ્વારા વિધાર્થની બહેનોએ  મતદાન અંગે જાગૃતિ આવે તે થીમ ઉપર આધારિત સુંદર મહેંદી સ્પર્ધાનું આયોજન  કરવામાં આવ્યું હતું.  વિદ્યાર્થીનીઓ દ્વારા તૈયાર કરવામાં મહેંદીની ડીઝાઈન  નિહાળી મતદાર મતદાન પ્રત્યે ઉત્સાહિત તેમજ જાગૃત બનશે તેવી ભાવના વિદ્યાર્થીનીઓ અને તેમના માર્ગદર્શન શિક્ષકશ્રીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી.

સમગ્ર KUTCH જિલ્લામાં ૨૫ કરતા પણ વધુ સ્થળોએ આવી મહેંદી સ્પર્ધા  યોજવામાં  આવી હતી.. જિલ્લા કલેકટર શ્રી અમિત અરોરા અને ચૂંટણી અધિકારી શ્રી મેહુલ દેસાઈના માર્ગદર્શન હેઠળ તેમજ જિલ્લા શિક્ષણાધિકારી કચ્છ અને જિલ્લા SVEEP નોડલ અધિકારી શ્રી બી.એમ.વાઘેલા નેતૃત્વ હેઠળ સમગ્ર SVEEP પ્રવૃત્તિઓનું જિલ્લામાં સંકલન મદનીશ નોડલ શ્રી જી.જી.નાકર , શ્રી શિવુભા ભાટી અને તેમની તાલુકા કક્ષાની ટીમો સંભાળી રહી છે.

અહેવાલ. કૌશિક છાંયા

આ પણ વાંચો : Election Commission : ઇચ્છા-અનિચ્છાએ પોલીસ પકડી રહી છે વર્ષોથી ફરાર આરોપીઓને

આ પણ વાંચો : Katchatheevu Issue : કરુણાનિધિને ઈન્દિરાની આખી યોજનાની ખબર હતી, તો પછી DMK એ સંસદમાં હંગામો કેમ કર્યો?

Whatsapp share
facebook twitter