Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

અમદાવાદમાં ACB ની ટ્રેપમાં આવેલા સયાબર ક્રાઈમના કોન્સ્ટેબલ અંગે આવ્યો ચોંકાવનારો ખુલાસો

01:58 PM Oct 27, 2023 | Harsh Bhatt

અહેવાલ – પ્રદિપ કચિયા, અમદાવાદ

અમદાવાદમાં ACB દ્વારા સાયબર ક્રાઇમ બ્રાન્ચના પોલીસકર્મી 3 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા હતા, ત્યારે હવે આ લાંચ મામલે મોટો ઘટાસ્ફોટ થયો છે.  ACB માં ફરીયાદ કરનાર ફરિયાદી રાકેશ ત્રિવેદીએ થોડા સમય પહેલા અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હતો. આ દરમિયાન ફરિયાદી રાકેશે એક વિડિયો પણ બનાવ્યો હતો જેમાં તેણે પોલિસના ત્રાસની આપવીતી જણાવી હતી અને તેના કારણે આ પગલું ભરી લીધું હોવાનું જણાવ્યું હતું.

સાયબર ક્રાઇમના પોલિસ કોન્સ્ટેબલ હરદીપસિંહ પરમાર અને જાડેજા નામના સાહેબ દ્વારા ત્રાસ આપતા હોવાનો વીડિયોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. હરદીપ પરમારે 10 લાખ રૂપિયાની માંગણી કરી હતી જ્યારે તેની સામે ફરિયાદી રાકેશ ત્રિવેદીએ 6 લાખ રૂપિયા આપ્યા હતા, સાથે આ વાત કોઈની સાથે કરી તો મારવાની અને ખોટા કેસ કરવાની પણ ધમકી આપતો હોવાનો વીડિયોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

હાલતો ACB દ્વારા કોન્સ્ટેબલ હરદિપ પરમાર અને પોલિસ અધિકારી જાડેજા સહિત સંપર્કમાં આવેલા તમામની પૂછપરછ કરવામાં આવી રહી છે. અને આ સિવાય અન્ય જગ્યા પર કે કોઈ કેસમાં આ પ્રકારે કોઈ તોડ અથવા તો લાંચ લીધી છે કે નહિ તે દિશામાં ACB દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો —  ભરૂચમાં નર્મદા મૈયા બ્રિજ પર જોખમી રિલ્સ બનાવનાર જેલ હવાલે

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ