Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

રફ હીરાના ભાવમાં વધારો થવાથી હીરા ઉદ્યોગકારોને વેપારમાં વધારો થવાની આશા

11:05 PM Apr 14, 2023 | Vipul Pandya

છેલ્લાં ઘણાં સમયથી ચાલી રહેલા રશિયા યુક્રેન યુદ્ધને (Russia Ukraine War) કારણે ડાયમંડ ઉદ્યોગમાં (Diamond Industry) મંદીનો દોર જોવા મળી રહ્યો હતો. પરંતુ હાલમાં થોડા સમય માટે ખોલવામાં આવેલી ડિટીસીની સાઇટ પર રફ હીરાના ભાવમાં વધારો આવ્યો છે. આ ભાવ વધારાને કારણે હીરા ઉદ્યોગકારોને વેપારમાં વધારો થવાની આશા છે.

રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે ફેબ્રુઆરી મહિનામાં ડાયમંડ ટ્રેડિંગ કોર્પોરેશન દ્વારા બીજી સાઈટ ખોલવામાં આવી હતી. ફેબ્રુઆરી મહિનામાં ખુલેલી આ સાઈડમાં પાતળા રફ હીરાના ભાવમાં સાત ટકા જેટલો વધારો જોવા મળ્યો હતો જ્યારે જાડા રફના ભાવ સ્થિર જોવા મળ્યા હતા. 0.75 કેરેટ થી નાના હીરાની કિંમતમાં વધારો જોવા મળ્યો છે જાણકારોના મત મુજબ ને કારણે હીરા બજારમાં રફની 30 ટકા જેટલી અછત હોવાથી ભાવ વધ્યા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. રફ હીરાના ભાવ વધવાનું મુખ્ય કારણ એ પણ લાગી રહ્યું છે કે આગામી એક માર્ચ થી પાંચ માર્ચ સુધી હોંગકોંગ ખાતે ડાયમંડ ઉદ્યોગને લગતું એક એક્ઝિબિશન યોજવાનું છે આ એક્ઝિબિશનને કારણે પણ હીરાની માંગમાં વધારો થવાની શક્યતાને જોતા રફ ડાયમંડના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.

માર્ચ ની પહેલી તારીખથી પાંચમી તારીખ સુધી હોંગકોંગમાં યોજાનારા એક્ઝિબિશનને કારણે રફ હીરાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે હીરાના વેપારીઓ પણ આ એક્ઝિબિશન સારી રીતે થાય તેવી આશા સીવી રહ્યા છે જો આ એક્ઝિબિશન સારી રીતે ન થાય અને ત્યાંથી હીરાની માંગમાં વધારો ન થાય તો જે રફ હીરાના ભાવ વધ્યા છે એ રફ હીરાના ભાવ વેપારીઓના પેટ પર પાટું પડ્યા સમાન થશે. હાલની આ સ્થિતિને જોતા હીરા ઉદ્યોગો કારો એક્ઝિબિશન ની સફળતા માટે આશાવાદી બન્યા છે.

હીરા વેપારીઓને હાલ એક માત્ર હોંગકોંગ ના એક્ઝિબિશનથી આશા છે ત્યારે જો આ એક્ઝિબિશનમાં હીરાની માંગ ન વધી તો રફ હીરાના વધેલા ભાવો વેપારીઓને મુશ્કેલીમાં મૂકશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.