Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

છકડો રીક્ષા 20 ફૂટ ઉંચા પુલ પરથી નીચે ખાબકી, રીક્ષાચાલકનું મોત

04:17 PM May 26, 2023 | Vishal Dave

અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ 

ગોંડલ દેરડી માર્ગ પર અકસ્માતની ઘટના સામે આવી છે, મોટી ખિલોરી અને દેરડી(કુંભાજી)ગામ વચ્ચે અજાણ્યા વાહન ચાલકે છકડો રીક્ષાને ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં રીક્ષા ચાલકનું મોત નીપજ્યું હતું અને એકને ઇજા થવા પામી હતી.શાકભાજી ભરેલી છકડો રીક્ષાને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા રીક્ષા 20 ફૂટ ઉંચા પૂલ પરથી નીચે ખાબકી હતી.

અકસ્માતની ઘટનામાં રીક્ષા ચાલક કિરણભાઈ ગોરધનભાઈ વિકાણી ઉ.વ.50 નું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. મૃતકના મૃતદેહને ગોંડલ સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો.આ ગંભીર અકસ્માત સર્જીને અજાણ્યો વાહન ચાલક ફરાર થયો હતો. અજાણ્યા વાહન ચાલકને પકડવા ચક્રોગતિમાન કરાયા છે.. હાલ ગોંડલ તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે અને અજાણ્યો વાહન ચાલકને પકડવા ચક્રો ગતીમાન કર્યાં છે.