Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ઘર સફાઈ ચાલુ હોય ત્યારે ઝડપથી બનાવી શકાય તેવી વાનગી ‘ઈડલી ટકાટક’

11:48 AM May 19, 2023 | Vipul Pandya

ઈડલી ટકાટક બનાવવા માટેની સામગ્રી : 

1 બાઉલ – ઈડલીનું ખીરું
ભાજી બનાવવા માટે :

1 નાનો બાઉલ – બાફેલા વટાણા

2 નાના – બાફેલા બટાકા

1 નાનું – કેપ્સિકમ

1 નાનો બાઉલ – કોબીજ

1 નાનો કટકો – દૂધી

3 મિડિયમ – ટામેટા જીણા સમારેલા

7-8 કળી – લસણ

1 નાનો ટુકડો – આદું

3 નાના – ઝીણી સમારેલી ડુંગળી

સ્વાદ અનુસાર – મીઠું

1/4 ટી સ્પૂન – હળદર

1 ટી સ્પૂન – લાલ મરચું

2 ટી સ્પૂન – પાવભાજી મસાલો

1 ટી સ્પૂન – ધાણા જીરું

કોથમીર
સર્વ કરવા માટે:

2 ટી સ્પૂન – મીઠી ચટણી

2 ટી સ્પૂન – કોથમીર-મરચાંની ચટણી

નાયલોન સેવ

ડુંગળી

3 ટી સ્પૂન – તેલ/બટર

ઈડલી ટકાટક બનાવવા માટેની રીત : 

સૌ પ્રથમ ઈડલીના ખીરામાંથી ઈડલી બનાવી લો.

હવે એક કડાઈમાં તેલ/બટર મૂકી તેમાં ટામેટા, ડુંગળી, લસણ અને આદુ ઉમેરી સાંતળી લો. ત્યાર પછી તેમાં બધા બાફેલા શાકભાજી અને મસાલા ઉમેરી ભાજી તૈયાર કરી લો.

હવે સર્વિંગ માટે એક પ્લેટમાં ભાજી મૂકી તેમાં મીઠી ચટણી અને તીખી ચટણી, ડુંગળી ઉમેરી ઈડલી મૂકી સેવ અને કોથમીર ભભરાવી સર્વ કરો.