+

ઘર સફાઈ ચાલુ હોય ત્યારે ઝડપથી બનાવી શકાય તેવી વાનગી ‘ઈડલી ટકાટક’

ઈડલી ટકાટક બનાવવા માટેની સામગ્રી : 🔸1 બાઉલ - ઈડલીનું ખીરુંભાજી બનાવવા માટે :🔸1 નાનો બાઉલ - બાફેલા વટાણા🔸2 નાના - બાફેલા બટાકા🔸1 નાનું - કેપ્સિકમ🔸1 નાનો બાઉલ - કોબીજ🔸1 નાનો કટકો - દૂધી🔸3 મિડિયમ - ટામેટા જીણા સમારેલા🔸7-8 કળી - લસણ🔸1 નાનો ટુકડો - આદું🔸3 નાના - ઝીણી સમારેલી ડુંગળી🔸સ્વાદ અનુસાર - મીઠું🔸1/4 ટી સ્પૂન - હળદર🔸1 ટી સ્પૂન - લાલ મરચું🔸2 ટી સ્પૂન - પાવભાજી મસાલો🔸1 ટી સ્પૂન - ધાણા જીરું🔸કોથમીર
ઈડલી ટકાટક બનાવવા માટેની સામગ્રી : 
🔸1 બાઉલ – ઈડલીનું ખીરું
ભાજી બનાવવા માટે :
🔸1 નાનો બાઉલ – બાફેલા વટાણા
🔸2 નાના – બાફેલા બટાકા
🔸1 નાનું – કેપ્સિકમ
🔸1 નાનો બાઉલ – કોબીજ
🔸1 નાનો કટકો – દૂધી
🔸3 મિડિયમ – ટામેટા જીણા સમારેલા
🔸7-8 કળી – લસણ
🔸1 નાનો ટુકડો – આદું
🔸3 નાના – ઝીણી સમારેલી ડુંગળી
🔸સ્વાદ અનુસાર – મીઠું
🔸1/4 ટી સ્પૂન – હળદર
🔸1 ટી સ્પૂન – લાલ મરચું
🔸2 ટી સ્પૂન – પાવભાજી મસાલો
🔸1 ટી સ્પૂન – ધાણા જીરું
🔸કોથમીર
સર્વ કરવા માટે:
🔸2 ટી સ્પૂન – મીઠી ચટણી
🔸2 ટી સ્પૂન – કોથમીર-મરચાંની ચટણી
🔸નાયલોન સેવ
🔸ડુંગળી
🔸3 ટી સ્પૂન – તેલ/બટર

ઈડલી ટકાટક બનાવવા માટેની રીત : 
🔸 સૌ પ્રથમ ઈડલીના ખીરામાંથી ઈડલી બનાવી લો.
🔸હવે એક કડાઈમાં તેલ/બટર મૂકી તેમાં ટામેટા, ડુંગળી, લસણ અને આદુ ઉમેરી સાંતળી લો. ત્યાર પછી તેમાં બધા બાફેલા શાકભાજી અને મસાલા ઉમેરી ભાજી તૈયાર કરી લો.
🔸 હવે સર્વિંગ માટે એક પ્લેટમાં ભાજી મૂકી તેમાં મીઠી ચટણી અને તીખી ચટણી, ડુંગળી ઉમેરી ઈડલી મૂકી સેવ અને કોથમીર ભભરાવી સર્વ કરો.
Whatsapp share
facebook twitter