Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Gandhinagar News : પહેલું મોડલ સ્માર્ટ પોલીસ સ્ટેશનનું નિર્માણ કરવાની ગૃહ વિભાગને પ્રપોઝલ

06:27 PM Jan 29, 2024 | Vipul Pandya

Gandhinagar Police :રાજ્યના પાટનગર ગાંધીનગર (Gandhinagar) ખાતે પહેલું મોડલ સ્માર્ટ પોલીસ સ્ટેશનનું નિર્માણ કરાશે. ખાસ વાત એ છે કે દુબઇ ખાતેના સ્માર્ટ પોલીસ સ્ટેશનથી પ્રેરિત આ પોલીસ સ્ટેશન ડેવલપ કરાશે. આ માટે હવે ગૃહ વિભાગમાં સ્માર્ટ અને આધુનિક પોલીસ સ્ટેશન માટે પ્રપોઝલ મોકલાશે.

દેશનું પ્રથમ માનવરહિત પોલીસ સ્ટેશનનું નિર્માણ

ગાંધીનગરમાં બનશે પહેલું મોડલ સ્માર્ટ પોલીસ સ્ટેશન બનાવાની જાહેરાત કરાઇ છે. સુત્રોએ કહ્યું કે ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં આ અત્યાધુનિક મોડલ સ્માર્ટ પોલીસ સ્ટેશન બનશે અને એક રીતે ગિફ્ટી સિટીમાં દેશનું પ્રથમ માનવરહિત પોલીસ સ્ટેશનનું નિર્માણ કરવાની પહેલ કરાઇ રહી છે.

સાઇબર અને ઇકોનોમિક ઓફેન્સની દ્રષ્ટિએ પોલીસ સ્ટેશનને ડેવલપ કરાશે

મોડલ સ્માર્ટ પોલીસ સ્ટેશન અનેક રીતે લાભદાયી બની રહેશે. ખાસ કરીને હાલ વધી રહેલા સાઇબર અને ઇકોનોમિક ઓફેન્સની દ્રષ્ટિએ પોલીસ સ્ટેશનને ડેવલપ કરાશે. આ માટે સાઇબર ક્રાઈમ અને ઇકોનોમિક ઓફેન્સના જાણકાર પોલીસ કર્મીઓની નિમણૂંક કરવામાં આવશે.

દુબઇ ખાતેના સ્માર્ટ પોલીસ સ્ટેશનથી પ્રેરિત આ પોલીસ સ્ટેશન ડેવલપ કરાશે

સૌથી ખાસ વાત એ છે કે દુબઇ ખાતેના સ્માર્ટ પોલીસ સ્ટેશનથી પ્રેરિત આ પોલીસ સ્ટેશન ડેવલપ કરાશે. આ માટે ગાંધીનગર SPને દુબઇ ખાતે અભ્યાસ માટે મોકલવામાં આવ્યા હતા. આ માટે હવે ગૃહ વિભાગમાં સ્માર્ટ અને આધુનિક પોલીસ સ્ટેશન માટે પ્રપોઝલ મોકલાશે.

કોર્પોરેટ હાઉસ જેવું પોલીસ સ્ટેશન બનાવવામાં આવશે

આ પોલીસ સ્ટેશનને મોડેલ પોલીસ મથક તરીકે તથા કોર્પોરેટ હાઉસ જેવું પોલીસ સ્ટેશન બનાવવામાં આવશે. ગિફ્ટ સિટીમાં આ પોલીસ સ્ટેશન ડેવલપ કરાશે જેથી તેનો લાભ આ વિસ્તારના નાગરીકોને મળી રહેશે.

આ પણ વાંચો—-RAJYA SABHA : ગુજરાત સહિત 15 રાજ્યોની 56 બેઠકો પર યોજાશે ચૂંટણી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ