Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

રાજકોટમાં પોલીસ કોન્સ્ટેબલ જ દારુની ખેપ મારતો ઝડપાયો

11:04 PM Apr 14, 2023 | Vipul Pandya

રાજકોટ ( Rajkot) પોલીસ હેડક્વાર્ટરમાં જ ફરજ બજાવતો પોલીસ કોન્સ્ટેબલ જ દારૂની ખેપ મારતો ઝડપાયો છે.  સ્લીપર બસના ચોરખાનામાંથી 10.26 લાખનો 286 પેટી વિદેશી દારૂ પોલીસે ઝડપી લીધા બાદ પોલીસ તપાસમાં રાજકોટ રૂરલ પોલીસ હેડક્વાર્ટરમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો વિશાલ સોલંકી દારૂની ખેપ મારતો હોવાનું ખુલતા તેને પણ પોલીસે ઝડપી લીધો છે. 

પોલીસ તપાસમાં કોન્સ્ટેબલનું નામ ખુલ્યું
જસદણના આટકોટ પોલીસ સ્ટેશનના સ્ટાફે વેરાવળથી બીલડી જતા કાચા રસ્તે આવેલી ભુરાભાઈ ગાંડુભાઈ વાઘેલાની વાડીએ રેડ કરી હતી જેમાં પ્રિન્સ ટ્રાવેલ્સ નામની સ્લીપર બસના ચોરખાનામાંથી 10.26 લાખનો વિદેશી દારૂ સંતાડ્યો હોવાનું ખુલ્યું હતું. પોલીસે બસમાં રહેલા ચોરખાનામાંથી 286 પેટી વિદેશી દારૂ ઝડપી લીધો હતો. પોલીસ તપાસમાં રાજકોટ રૂરલ પોલીસ હેડક્વાર્ટરમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો વિશાલ સોલંકી આ દારૂની ખેપ મારતો હોવાનું ખુલતા તેને પણ પોલીસે ઝડપી લીધો છે.


બસમાં ચોરખાનું બનાવાયું હતું
રાજસ્થાન પાસિંગની પ્રિન્સ ટ્રાવેલ્સ નામની સ્લીપર કોચ બસના સોફા નીચે ચોરખાનું બનાવવામાં આવ્યું હતું. આ ચોરખાનામાં રાજસ્થાનથી દારૂની હેરાફેરી થતી હોવાનું જાણવા મળ્યું છે. આટકોટ પોલીસે વાડીમાં દોરોડા પાડ્યા હતા અને દારૂના જથ્થા સાથે પાંચ આરોપીની ધરપકડ કરી છે.

આરોપીઓ સામે ગુનો નોંધાયો
 ફરિયાદમાં આરોપીઓ તરીકે ભરત ભીખા જાદવ, ગોપાલ હસમુખ મકવાણા, રાજુ લાલજી પરમાર, સંજય ઉર્ફે શની મગન ડાભી અને તેમની સાથે પોલીસ કોન્સ્ટેબલ વિશાલ નારણ સોલંકી, ભુરા ગાંડુ વાઘેલા, હિતેષ ભરવાડ, હિતેષ ભરવાડ,  પ્રિન્સ ટ્રાવેલ્સ બસનો ડ્રાઇવર ક્લિનર અને દારૂનો જથ્થો મોકલનારનો સમાવેશ થાય છે.
રાજસ્થાનથી દારુ લવાતો હતો
આ ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીઓએ ગેરકાયદેસર, પાસ-પરમીટ વગર, વેચાણ કરવાના ઇરાદે  ટ્રાવેલ્સ બસમાં વિદેશી દારૂ ભરી લાવી કટિંગ કરતા હતા તે દરમિયાન રેડ કરતા વિદેશી દારૂ રોયલ જનરલ પ્રિમિયમ બ્લેન્ડેડની 1152 બોટલ  કે જેમની કિંમત રૂ.3,45,600, બ્લ્યુ સ્ટ્રોક, એક્સક્વિઝિટની 1164 બોટલ જેની કિંમત રૂ.3,49,200, સુપર જ્યુબિલિ સ્પેશિયલ વ્હીસ્કીની 564 બોટલ જેની કિંમત રૂ.1,69,200 અને ડિસ્કાઉન્ટ પ્રિમિયમ વ્હીસ્કીની 540 બોટલ જેની કિંમત રૂ.1,62,000 મળી કુલ રૂ.10,26,000નો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. 

બાતમીના આધારે પોલીસનો દરોડો
આટકોટ પોલીસને બાતમી મળી હતી કે, એક ટ્રાવેલ્સ બસમાં દારૂ લાવી સાણથલી વેરાવળ ગામની સીમમાંથી આવેલી એક વાડીમાં ઉતારવામાં આવી રહ્યો છે ત્યારે જ પોલીસે દરોડો પાડતા વાડીનો મજૂર, અને અન્ય ચાર આરોપી ઝડપાયા હતા. સ્થળ પરથી 286 દારૂની પેટીમાં રહેલ આશરે 3400થી વધુ દારૂની બોટલો કબ્જે કરી આટકોટ પોલીસે ગુનો નોંધ્યો છે. આ સ્લીપર કોચ બસ રાજસ્થાન હરિયાણાથી આવી હોવાનું પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે જેમાં આ પોલીસ કોન્સ્ટેબલ અગાઉ પણ ગુનાહિત પ્રવૃતિ સાથે સંકડાયેલ હોવાનું સૂત્રો પાસેથી માહિતીઓ પ્રાપ્ત થઈ છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ