Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

કેરળમાં કોરોનાનો નવો વેરિયન્ટ દેખાયો, શું ભારત સામે આ મોટો પડકાર સાબિત થશે?

06:48 PM Dec 16, 2023 | Aviraj Bagda

ભારતના વતનીઓમાં નવો વેરિયન્ટના લક્ષણો દેખાયા

કેરળમાં કોરોના વાયરસના નવા સબ-વેરિયન્ટ JN.1 નો પ્રથમ કેસ સામે આવ્યો છે. 18 નવેમ્બરે 79 વર્ષીય મહિલાનું આરટી-પીસીઆર દ્વારા પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ત્યારે આ મહિલામાં આ નવો સબ-વેરિયન્ટના લક્ષણો દેખાયા હતાં. પરંતુ હાલમાં મહિલામાં ઈન્ફલ્યુએન્ઝા જેવી બીમારી (ILI) ના હળવા લક્ષણો હતા અને તે કોવિડ-19 દરમિયાન સ્વસ્થ થઈ ગઈ છે.

અગાઉ સિંગાપોરમાં એક ભારતીયમાં JN.1 ચેપ જોવા મળ્યો હતો. આ વ્યક્તિ તમિલનાડુના તિરુચિરાપલ્લી જિલ્લાનો વતની છે અને 25 ઓક્ટોબરે સિંગાપોર ગયો હતો. તિરુચિરાપલ્લી જિલ્લા અથવા તમિલનાડુના અન્ય સ્થળોએ JN.1 ના ચેપના કેસ નોંધાયા હોવા છતાં, કેસોમાં કોઈ વધારો થયો નથી. “ભારતમાં JN.1 વેરિઅન્ટનો અન્ય કોઈ કેસ નોંધાયો નથી,” કોવિડ-19ના સબ-વેરિઅન્ટ JN.1 ની ઓળખ સૌપ્રથમ લક્ઝમબર્ગમાં કરવામાં આવી હતી. ઘણા દેશોમાં ફેલાયેલ આ ચેપ પિરોલો ફોર્મ (BA.2.86) થી સંબંધિત છે.

ભારતીય આરોગ્ય પડકાર સામે લડવા માટે તૈયાર

ભારતીય SARS-CoV-2 જેનોમિક્સ કન્સોર્ટિયમ (INSACOG) ના ચીફ ડૉ. એન.કે. અરોરાએ જણાવ્યું હતું કે, “આ વેરિયન્ટ નવેમ્બરમાં સામે આવ્યું હતું અને આ વેરિયન્ટને કોરોનાનો નવો BA.2.86 નું પેટા પ્રકાર તરીકે ગણવામાં આવ્યો હતો. વધુમાં તેમણે કહ્યું, “ભારતમાં સાવચેતી અને દેખરેખ કળજીપૂર્વક રાખવામાં આવતી હોવાથી. અત્યાર સુધી કોઈ હોસ્પિટલમાં દાખલ કે ગંભીર બીમારીની જાણ થઈ નથી.”

નેશનલ ઈન્ડિયન મેડિકલ એસોસિએશન કોવિડ ટાસ્ક ફોર્સના કો-ચેરમેન રાજીવ જયદેવને કહ્યું કે સાત મહિનાના અંતરાલ પછી ભારતમાં કેસ વધી રહ્યા છે. કેરળમાં કોવિડના કેસો સામે આવી રહ્યા છે. પરંતુ તેની ગંભીરતા ઓછી જણાય છે.

આ પણ વાંચો: ભારત મંડપમ ખાતે ‘અતિ વિશિષ્ટ રેલ સેવા પુરસ્કાર’ એનાયત’