Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Google Maps: ઈંધણના ઉપયોગમાં કરશે ઘટાડો Google Maps નું નવું ફિચર

09:29 PM Dec 20, 2023 | Aviraj Bagda

Google Maps નું ફિચર ભારતમાં થશે લોન્ચ 

આપણે બધા મુસાફરી અથવા સ્થળાંતર માટે Google Maps નો ઉપયોગ કરતા હોઈએ છીએ. Google દ્વારા એપમાં ઘણી નવી સુવિધાઓ લાવવામાં આવી રહી છે જેથી લોકોના પૈસા અને સમયની બચત થશે. Google નવા વર્ષથી આ એપમાં ‘Fuel Efficient Routing’ ફીચર લાવી રહ્યું છે. જો કે કંપનીએ આ ફીચર ઓક્ટોબર 2021 માં લોન્ચ કર્યું હતું. પરંતુ તે સમયે તે માત્ર યુએસ, કેનેડા અને અન્ય દેશો પૂરતું મર્યાદિત લોન્ચ કરાયું હતું. હવે Google આ ફીચર ભારતમાં પણ નવા વર્ષથી આપવા જઈ રહ્યું છે.

Fuel Efficient Routing ની ખાસિયતો

આ સુવિધાથી ટુ વ્હીલર અને ફોર વ્હીલર પર મુસાફરી કરતા લોકોને ફાયદો થશે અને તેમના પૈસા અને સમય બંનેની બચત થશે. આ ફીચરની મદદથી કંપની તમને એક એવો રૂટ જણાવશે જે રૂટ ઓછો ટ્રાફિક હશે અને તેની સાથે આપણા વાહનોના એન્જિન પ્રમાણે ક્યો રૂટ બેસ્ટ રહેશે તેનું સૂચન કરશે. AIની મદદથી કંપની તમને રસ્તાની લંબાઈના હિસાબે શ્રેષ્ઠ રૂટ જણાવશે. કંપનીએ કહ્યું કે આ સુવિધાની મદદથી અત્યાર સુધીમાં 2.4 મિલિયન મેટ્રિક ટન કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જનમાં ઘટાડો થયો છે.

મંઝિલ સુધી સરળતાથી પહોંચવામાં મદદ કરશે

અજાણ્યા સ્થળોને સમજવા માટે કંપની ગૂગલ મેપમાં ‘એડ્રેસ ડિસ્ક્રિપ્શન’ ફીચર ઉમેરી રહ્યું છે. આ ફીચર હેઠળ, જ્યારે કોઈ તમારી સાથે કોઈ લોકેશન શેર કરશે, ત્યારે કંપની તમને તે સ્થાનની આસપાસના 5 લેન્ડમાર્ક અને પ્રખ્યાત સ્થળો બતાવશે. તેની મદદથી તમે સરળતાથી તમારા પસંદીગાના સ્થાન પર પહોંચી શકો. ભારતના લોકોને પણ નવા વર્ષથી આ સુવિધા મળવા લાગશે.

આ પણ વાંચો: વર્ષ 2023 માટે રવીન્દ્રનાથ ટાગોર સાહિત્ય પુરસ્કારની યાદી જાહેર કરાઈ