Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

સુરતમાં ગુનેગારોની હવે ખેર નહીં…પોલીસની સતત નજર

05:18 PM May 09, 2023 | Vipul Pandya

અહેવાલ—આનંદ પટણી, સુરત 

સુરત શહેર રાજ્યની આર્થિક રાજધાની છે. આર્થિક રાજધાનીમાં લોકો સુખેથી રહે અને ક્રાઈમની ઘટનાને અંકુશમાં આવી શકાય તે માટે સુરત શહેર પોલીસ દ્વારા એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા એક નવી એપ બનાવવામાં આવી છે જે એપ થકી હવે પોલીસ ગુનેગારો પાસે ગણતરીના સમયમાં પહોંચી શકશે….

હવે દુકાન અને સોસાયટીમાં લાગેલા કેમેરાઓનો ઉપયોગ સર્વેલન્સમાં કરાશે

સિલ્ક સિટી સુરત,ડાયમંડ સિટી સુરત, બ્રિજ સિટી સુરત… જેવા અનેક હુલામણાં નામોથી જાણીતા સુરત શહેરને હવે સેફ સિટી સુરત બનાવવા માટે પોલીસ દ્વારા એક નવું પગલું લેવામાં આવ્યું છે. પોલીસ દ્વારા સુરત શહેરને સેફ સિટી બનાવવા માટે હવે નવતર પ્રયોગ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. સુરત શહેર સેફ રહે તે માટે સુરત શહેરમાં પોલીસ દ્વારા 700 જેટલા સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે..આ ઉપરાંત સુરત મહાનગર પાલિકા દ્વારા પણ શહેરમાં આશરે 2500 જેટલા કેમેરા લગાવવામાં આવ્યા છે..આ કેમેરા થકીથી શહેરના મુખ્ય માર્ગો ઉપર બાજ નજર રાખવામાં આવી રહી છે પરંતુ શહેરના અંદરના વિસ્તારોનું શું… તે અંગે શહેર પોલીસ દ્વારા વિચારણા કરવામાં આવી ત્યારે તેમને ઉપાય સુઝ્યો છે. પોલીસે હવે દુકાન અને સોસાયટીમાં લાગેલા કેમેરાઓનો ઉપયોગ સર્વેલન્સમાં કરવાનું નક્કી કર્યું છે…

સીસીટીવી ફૂટેજ મંગાવી તાત્કાલિક કામગીરી શરૂ કરાશે

સુરત શહેર પોલીસ દ્વારા દુકાન અને સોસાયટી અને ઘરે લાગેલા કેમેરા હવે સર્વે લન્સમાં ઉપયોગ કરવાનાં નક્કી કર્યું છે. આ કેમેરા માટે સુરત શહેર પોલીસ દ્વારા એક એપ્લિકેશન બનાવવામાં આવી છે. આ એપ્લિકેશનમાં સુરત શહેરનો મેપ તૈયાર કરાયો છે. એ એપ્લિકેશનમાં તમામ સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરાની વિગતો નાંખવામાં આવી છે.. જેમકે એક સોસાયટીમાં કેટલા સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે..આ સોસાયટીના પ્રમુખ કોણ છે. આ તેમનો સંપર્ક નંબર શું છે. આ તમામ વિગતો મળી જાય છે. તેથી જ્યારે પણ કોઈ ઘટના બને અને પોલીસને સીસીટીવી ફૂટેજની જરૂરિયાત ઊભી થાય ત્યારે પોલીસ તાત્કાલિક જે તે વ્યક્તિનો સંપર્ક કરીને સીસીટીવી ફૂટેજ મંગાવી તાત્કાલિક કામગીરી શરૂ કરી શકે..

પોલીસની સતત તમારા પર નજર

સુરત શહેર પોલીસ દ્વારા સતત પોતાના અને મહાનગરપાલિકાના કેમેરા દ્વારા નજર રાખવામાં આવી રહી છે ત્યારે પોલીસને હવે આ ઉપરાંત વધુ કેમેરાનું એક્સેસ પણ મળશે. ગુજરાતની આર્થિક રાજધાનીમાં ગુનાખોરીના ગ્રાફમાં થઈ રહેલા સતત વધારાને ડામવા માટે પોલીસને મદદ મળશે. પોલીસ દ્વારા જ સીસીટીવી જે તે સોસાયટી, એપાર્ટમેન્ટ, દુકાન વગેરે જગ્યાએ બોર્ડ મારવાની કામગીરી કરવામાં આવે છે. સોસાયટીમાં જે બોર્ડ લગાવવામાં આવે છે તે બોર્ડની નીચે તમે સીસીટીવીની નજ હેઠળ છો એવું લખ્યાની સાથે સુરત પોલીસને ઉલ્લેખ કરવામાં આવે છે તેથી એ સાબિત થાય છે કે પોલીસ સતત તમારા પર નજર રાખી રહી છે.

એપ્લિકેશન માત્ર પોલીસ પુરતી સિમિત
સુરત શહેરમાં વધતી ગુનાખોરી ડામવા અને ગુનેગારો પર બાજ નજર રાખવા માટે પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવેલા આ એપ્લિકેશન માત્ર પોલીસ પુરતી સિમિત રાખવામાં આવી છે… પોલીસ હવે આ એપની મદદથી સમગ્ર શહેરની ગલી ગલી પર પણ નજર રાખી શકશે…

આ પણ વાંચો–-‘ધ કેરાલા સ્ટોરી’ દેશની સચ્ચાઇ છે અને સચ્ચાઇની લોકોને જાણ થવી જરુરી—કાજલ હિન્દુસ્તાની

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ