Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ઓનલાઇન શિક્ષણ માટે મળેલો મોબાઇલ પ્રેમાલાપનું માધ્યમ બન્યો..ધોરણ 12ની વિદ્યાર્થીની પ્રેમી સાથે ફરાર

11:20 AM Apr 23, 2023 | Vipul Pandya

ઓનલાઇન શિક્ષણની લાહ્યમાં ઘણી વખત વિદ્યાર્થીઓ ઉંધા રવાડે ચડી જતા હોય છે અને આજના બાળકોને મોબાઇલની તમામ એપ અંગે વધારે પડતું નોલેજ હોય છે જેના કારણે નાની ઉંમરમાં વિદ્યાર્થીઓને મોબાઈલ વાપરવા આપવો પણ ઘણી વખત જોખમી સાબિત થઈ જાય છે પોતાની પૌત્રીને ઓનલાઈન શિક્ષણ માટે મોબાઈલ અપાવો એક પરિવારને ભાડે પડ્યું છે ભરૂચ જિલ્લામાં પોતાના બા અને દાદા સાથે નાનપણથી રહેતી હતી 
ગત 30 જાન્યુઆરીએ ગુમ 
યુવતી ભરૂચની એક ખાનગી શાળામાં અભ્યાસ કરતી હતી ૨ વર્ષ પહેલાં ધોરણ ૧૦માં અભ્યાસ કરતી તે વેળા આ વિદ્યાર્થીની ભરૂચ શાલીમાર નજીક ઠાકોર રેસ્ટોરન્ટની ગલી પાસે એક યુવક સાથે વાતચીત કરતા ઝડપાઈ ગઈ હતી અને તે દરમિયાન વિદ્યાર્થીનીને તેની ઉંમર નાની છે તેમ સમજાવી સમજાવટ કરી હતી અને ત્યારબાદ અભ્યાસમાં લાગી ગઈ હતી અત્યારે ધોરણ ૧૨માં અભ્યાસ કરી રહી છે અને તેણીની રેગ્યુલર શાળાએ જતી હતી પરંતુ ગત તારીખ ૩૦/૧/૨૦૨૩ના રોજ તેના બા દાદા મજૂરીએ ગયા હતા તે દરમિયાન તેની બા પરત ૧૧ વાગ્યે ઘરે આવી હતી અને તેમની પૌત્રીના સ્કૂલના બંને જોડી કપડા ઘરમાં હોય અને તેની બા (દાદી)એ તેના દિયરને સ્કૂલે તપાસ અર્થે મોકલતા પૌત્રી સ્કૂલમાં પણ ન હોવાના કારણે શંકાઓ ઉપજી હતી જેના કારણે તપાસ શરૂ કરી હતી અને પાંચ દિવસ સુધી તેની શોધખોળ કરવામાં આવી હતી

બા – દાદા તથા તેના પરિવારજનોએ સગીરાની સતત શોધખોળ કર્યા બાદ તેનો કોઈ હતો લાગ્યો ન હતો અને તપાસ દરમિયાન મોબાઇલ મારફતે દહેજના ભુવા ગામે રહેતા મિતુલ બેચર પટેલ નામના યુવક સાથે સંપર્કમાં હોવાનું વિસ્ફોટ થયો હતો જેના પગલે તેના ઘરે તપાસ કરતા તે પણ ગુમ હોય અને તેનો મોબાઇલ સ્વીચ ઓફ આવતા સગીરાની બા (દાદી)એ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે આરોપી મિતુલ પટેલ સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે. 

મોબાઇલમાં ઇન્સ્ટાગ્રામ ફેસબુક સહિતની અનેક એપો ડીલીટ કરી વિદ્યાર્થીની ગુમ.
કોરોના કાળમાં શિક્ષણ ઠપ્પ થઈ ગયું હતું પરંતુ ઘરે રહીને પણ વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવે તે માટે ઓનલાઈન શિક્ષણની સુવિધાઓ ઉભી થઈ હતી પરંતુ આ ઓનલાઇન શિક્ષણની સુવિધામાં ઘણા વિદ્યાર્થીઓએ મોબાઈલનો દુરઉપયોગ કર્યો હોવાની ફરિયાદો સામે આવી છે જેમાં એક પરિવારએ પોતાની પૌત્રીને ઓનલાઇન શિક્ષણ માટે મોબાઈલ અપાવ્યો હતો. પરંતુ તેણીએ મોબાઈલનો સદઉપયોગ નહી દુરુપયોગ કર્યો અને ધોરણ ૧૨નું શિક્ષણ પૂરું થાય તે પહેલા જ ગુમ થતા હવે પોતાના બાળકોને મોબાઈલ આપતા ચેતી જજો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.