Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

‘આ દીકરી કોઈ બીજાની છે, મારી નથી’ તેમ કહી ત્રાસ આપતા પતિ સામે પરિણીતાની મહિલા પોલીસમાં ફરિયાદ

09:09 PM Oct 02, 2023 | Vipul Pandya
અહેવાલઃ દિનેશ મકવાણા, ભરૂચ 
ભરૂચ મહિલા પોલીસ પથકમાં પરિણીતાએ શંકાના આધારે પતિ દ્વારા ત્રાસ આપવામાં આવતો હોવાની અને જેઠાણી તેમજ સાસુ દ્વારા કીડીવાળું જમવાનું આપવામાં આવતું હોવાનો આક્ષેપ કર્યો છે.
એક વર્ષ પહેલા થયા હતા લગ્ન 
ભરૂચ મહિલા પોલીસ મથકમાં ફરિયાદી ભાવનાબેન વસાવાએ ફરિયાદ નોંધાવી છે જેમાં તેણીએ આક્ષેપ કર્યા છે કે તેમના લગ્ન એક વર્ષ પહેલા સાગર મહેન્દ્ર વસાવા સાથે સમાજના રીતિ રિવાજ મુજબ થયા હતા અને થોડો સમય બંને વચ્ચે સારું રહેતા એક દીકરીનો જન્મ થયો હતો અને સીમંત બાદ દીકરી કે પોતાની તબિયત કે હાલ ચાલ પૂછવા પણ પતિ આવ્યો ન હતો અને તેનો દવાનો તમામ ખર્ચ પણ પોતે જાતે ચૂકવ્યો હતો. સાથે આક્ષેપ કર્યા છે કે દીકરીના જન્મ બાદ ફરિયાદીના પતિએ તેની સાથે વાતચીત કરવાનું બંધ પણ કરી દીધું હતું અને દીકરીને લઈ ફરિયાદી સાસરીમાં જતા તેણીને અતિશય ત્રાસ આપવામાં આવતો હતો.
વાસી અને કિડીવાળુ જમવાનું આપતા હોવાનો આક્ષેપ
પતિ શક કરીને વારંવાર કહેતો તું કોની સાથે ફરવા જાય છે.. તું કોની સાથે ઊંઘવા ગઈ હતી ? આ દીકરી કોઈ બીજાની છે મારી નથી. તેવા ખરાબ શબ્દો બોલી માનસિક ટોર્ચર કરતા હોવાનો આક્ષેપ પરિણિતાએ કર્યા છે.  પરિણિતાની ફરીયાદ મુજબ જેઠાણી અને સાસુ પતિને નાની નાની વાતોમાં ચઢામણી કરે છે..અને જમવાનું પણ વાસી તેમજ કીડીવાળું આપવામાં આવે છે.
દહેજની માંગ કરીને ત્રાસ આપવાનો પણ આક્ષેપ 
એટલું જ નહીં સાસરિયાઓ તારા પિતાએ કોઈ વસ્તુ લગ્ન વખતે દહેજમાં આપ્યું નથી તેમ વારંવાર કહી પૈસાની પણ માંગણી કરી ગાળો બોલતા હોવાનો આક્ષેપ પણ પરિણિતાએ કર્યો છે.. પરિણિતાની ફરીયાદને આધારે પોલીસે પતિ સાગર મહેન્દ્ર વસાવા, સાસુ લલીતાબેન મહેન્દ્રભાઈ વસાવા, જેઠાણી જ્યોત્સનાબેન ધર્મેશભાઈ વસાવા, સામે ગુનો દાખલ કરી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે