+

પેપર નહી,અમારા નસીબ ફૂટ્યા, પેપરલીક બાદ વિદ્યાર્થીઓમાં ભારે રોષ

ફરી એક વાર, પેપર નહી લાખો વિદ્યાર્થીઓના નસીબ ફુટ્યા છે શું ક્યારે આ ખાડે ગયેલું સરકારી સિસ્ટમ સુધરશે ?? જુનિયર ક્લાર્ક પરીક્ષા રદ બાદ પાટણમાં વિદ્યાર્થીઓનો હલ્લાબોલ વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ખેંચાખેંચીના સર્જાયા દ્રશ્યો ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આજે યોજાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટ્યા બાદ ખળભળાટ મચી ગયો છે. પોલીસે આ મામલે 15 આરોપીની ધરપકડ કરી છે. àª
  • ફરી એક વાર, પેપર નહી લાખો વિદ્યાર્થીઓના નસીબ ફુટ્યા છે 
  • શું ક્યારે આ ખાડે ગયેલું સરકારી સિસ્ટમ સુધરશે ?? 
  • જુનિયર ક્લાર્ક પરીક્ષા રદ બાદ પાટણમાં વિદ્યાર્થીઓનો હલ્લાબોલ 
  • વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ખેંચાખેંચીના સર્જાયા દ્રશ્યો 
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આજે યોજાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટ્યા બાદ ખળભળાટ મચી ગયો છે. પોલીસે આ મામલે 15 આરોપીની ધરપકડ કરી છે. વડોદરા અને હૈદરાબાદ સુધી તપાસનો રેલો પહોંચ્યો છે. ઘટનાના પગલે વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઇ રહ્યા છે. પાટણમાં વિદ્યાર્થીઓએ હલ્લાબોલ કર્યો હતો. વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે પેપર નહી પણ અમારા નસીબ ફુટ્યા છે.
પાટણમાં વિદ્યાર્થીઓએ હલ્લાબોલ
જુનિયર ક્લાર્ક પરીક્ષા રદ બાદ પાટણમાં વિદ્યાર્થીઓએ હલ્લાબોલ કર્યો હતો. ટીબી ત્રણ રસ્તા પર વિદ્યાર્થીઓએ ચક્કાજામ કર્યો હતો.વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ખેંચાખેંચીના દ્રશ્યો સર્જાયા હતા. વિદ્યાર્થીઓના વિરોધને જોતા પોલીસ કાફલો પણ સ્થળ પર પહોંચ્યો હતો અને પોલીસે પ્રદર્શન કરતા વિદ્યાર્થીઓને છુટા પાડીને મામલો શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો. 

વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થી સંગઠનોનો ઉગ્ર વિરોધ
વિવિધ સ્થળો પર પેપરલીકના મુદ્દે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થી સંગઠનોએ ઉગ્ર વિરોધ કર્યો છે.  ઉમેદવારો અને NSUI નું પ્રદર્શન જોવા મળી રહ્યું છે. ઉમેદવારોએ સરકાર-ના રાજીનામા માંગ સાથે સૂત્રોચાર  કર્યો હતો. 

પેપર નહીં, અમારા નસીબ ફૂટયા છે
વિદ્યાર્થીઓએ રોષ ઠાલવ્યો હતો કે પેપર નહીં, અમારા નસીબ ફૂટયા છે અને પેપર તથા નસીબ વારે વારે ફૂટે છે. સરકારે આઉટ સોર્સને પ્રાથમિકતા આપવા જાણી જોઈ પેપર ફોડે છે તેવો આરોપ પણ લગાવાયો છે.  લાખોનો ભણતર ખર્ચ, આઠ આઠ કલાકની મહેનત બાદ મળે શુ તેવો સવાલ વાલીઓએ કર્યો છે. 
05 ટિમો સમગ્ર કેસની તપાસમાં જોડાઇ 
ગુજરાત એટીએસે સમગ્ર કેસની તપાસની સુકાન સાંભળી છે. ગુજરાત એટીએસની કુલ 05 ટિમો સમગ્ર કેસની તપાસમાં જોડાઇ છે અને એટીએસે અત્યાર સુધીમાં કુલ 15 લોકોની ધરપકડ કરી લીધી છેધરપકડ કરાયેલા લોકોમાંથી 04 થી 05 ગુજરાતના હોવાનું સામે આવ્યું છે. હૈદરાબાદ, ઓડિસા, તામિલનાડુ સહિતના રાજ્યોમાં ગુજરાત એટીએસની ટિમો રવાના કરાઇ છે. 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Whatsapp share
facebook twitter