Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ભરૂચની એક જ્વેલર્સ દ્વારા હનુમાનજી મંદીરમાં 4 કિલો ચાંદીનું દાન

01:47 AM May 11, 2023 | Vipul Pandya

ભરૂચ(Bharuch)શહેર જિલ્લામાં તહેવારોની સાથે ધાર્મિક સ્થળોમાં પણ દાન કરવાનું અનેરૂ મહત્વ રહેલું છે જેમાં ભરૂચમાં આશાપુરી જ્વેલર્સ (Ashapuri Jewellers)દ્વારા ચાર કિલો ચાંદીમાંથી હનુમાનજી(Hanumanji)ના વસ્ત્રો ધારણ કરી કાળી ચૌદસના દિવસે હનુમાનજીને અર્પણ કરી વિશેષ ધાર્મિક કાર્યક્રમોના આયોજનો કરાયા હતા

ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર ૭માં લાખો રૂપિયાના ખર્ચે અતિ પ્રાચીન મંદીરનો જીણોધાર કરી મંદિર નવ નિર્માણ પામ્યું છે અને આ મંદિરમાં અમદાવાદ ખાતે સારંગપુરમાં બિરાજમાન હનુમાનજી જેવા જ હું બહુ હનુમાનજીની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે અને આ પ્રતિમા હજારો ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે 
ત્યારે મંદિરની નજીકમાં જ આવેલ આશાપુરી જ્વેલર્સ પરિવાર દ્વારા હનુમાનજીને કાળીચૌદસના દિવસે 4 કિલો ચાંદીમાંથી હનુમાનજીના વાઘા તૈયાર કરી તેઓને અર્પણ કરવામાં આવ્યા હતા અને હનુમાનજીને વિશેષ શણગાર કરવા સાથે વિશેષ મહા આરતી અને ધાર્મિક પૂજાના આયોજન કરવામાં આવ્યા હતા ધાર્મિક તહેવારોમાં ધાર્મિક મંદિરો પણ ભક્તોથી ઉભરાઈ ઉઠ્યા છે