Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

OMG…! સટ્ટામાં દેવુ થતાં પતિએ પત્ની અને 2 વર્ષની પુત્રીને મિત્રોને વેચી નાંખી..!

05:36 PM May 31, 2023 | Vipul Pandya
અહેવાલ—પ્રદિપ કચીયા, અમદાવાદ
અમદાવાદ શહેરના નરોડા પોલીસ સ્ટેશનમાં લવ, સેક્સ ઓર ધોખાનો કિસ્સો સામે આવ્યો છે ! નરોડા વિસ્તારમાં પૈસા માટે એક પતિએ પોતાની પત્નીનો સોદો કરી નાખ્યો ! હદ તો ત્યાં થઈ ગઈ જ્યારે પતિ એ પત્નીના દેહના વેપાર માટે તેનો મિત્રોનો પણ ઉપયોગ કર્યો.નિષ્ઠુર બનેલા આરોપીએ તેના 2 વર્ષની દીકરીને પણ તેના મિત્રોને હવાલે કરી દીધી અને પત્નીના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધા. જોકે અંતે પતિથી કંટાળીને પત્નીએ તેના પતિ વિરુદ્ધ નરોડા પોલીસ સ્ટેશનમાં પતિ સહિત 6 સામે ફરિયાદ નોંધાવી. ઘટનાની ગંભીરતાને જોતા પોલીસે આરોપી પતિની ધરપકડ પણ કરી લીધી છે.
બે વર્ષથી પત્નીને અનૈતિક ધંધામાં ધકેલી
અમદાવાદના નરોડા વિસ્તારમાં હેવાન બનેલા અને જુગાર, સટ્ટા , દારૂના રવાડે ચડેલ વિશાલ ભાવસારે યુવતીને પહેલા પ્રેમ જાળમાં ફસાવી તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા. જ્યારે મહિલા પ્રેગ્નેટ થઈ ત્યારે તેની સાથે લગ્ન કરવાની ફરજ પડી. જોકે સટ્ટામાં આર્થિક નુકશાન જતા આરોપી તેની પતિનીને દેહ વેપારમાં ધકેલવા મજબૂર કરી. છેલ્લા બે વર્ષથી પત્નીને અનૈતિક ધંધામાં ધકેલી રાખી, જે માટે આરોપી વિશાલે તેના પુરુષ મિત્રોનો ઉપયોગ પણ કર્યો હતો. હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે આરોપીની મહિલા મિત્રો પણ ફરિયાદી મહિલાના દેહ વેપારના સોદા માટે આરોપીને મદદ કરતી.

પત્નીના મોર્ફ કરેલ ફોટો પણ સોશિયલ મીડિયામાં વાયરલ
ચોંકાવનારી બાબતો તો એ છે કે મહિલાના પતિએ તેની પત્નીના મોર્ફ કરેલ ફોટો પણ સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધા હતા. છેલ્લા બે વર્ષથી અનૈતિક દિવ્ય વેપારના ધંધાથી કંટાળીને આખરે મહિલાએ તેના પતિ અને પતિના મિત્ર વિરૂદ્ધ નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે આરોપી પતિની ધરપકડ કરી લીધી છે.
પત્નીને શારીરિક સંબંધ બાંધવા માટે મજબૂર કરી
નરોડા પોલીસ સ્ટેશનના PI એસ. જે. ભાટિયાએ જણાવ્યુ હતું કે ઝડપાયેલ વિશાલ નામનો આરોપી પહેલાથી લગ્ન કરી ચૂક્યો હતો. વર્ષ 2016 માં ફરિયાદી મહિલા અને આરોપી એકબીજાના સંપર્કમાં આવ્યા. બન્નેની નિકટતા વધી અને 2018થી લીવ ઇન રિલેશનશિપમાં રહેવા લાગ્યા, જેના થકી ફરિયાદી મહિલા ગર્ભવતી બની.જેથી ફરિયાદી મહિલાના આગ્રહના કારણે 2021માં બંનેના લગ્ન થયા. મોટી વાત એ છે કે ફરિયાદી મહિલા તેના પતિના અગાઉથી થયેલ લગ્ન અંગે વાકિફ ન હતી ! સટ્ટા અને જુગારના રવાડે ચડેલ પતિ પૈસા ગુમાવતો ગયો ,જે બાદ ઉંધા રવાડે ચડેલ પતિ તેની પત્નીનો સોદો કરવાની શરુઆત કરી. જે માટે તેના ઘરે પણ અન્ય લોકોને બોલાવી પત્નીને શારીરિક સંબંધ બાંધવા માટે મજબૂર કરી. ફરિયાદી મહિલાનો આરોપ છે કે તેના પતિના મિત્રો અનૈતિક કામ માટે મદદ કરતા અને તેની બે વર્ષની બાળકી ને તેમની પાસે જ રાખતા.જોકે પોલીસે ફરિયાદ નોંધ્યા બાદ બાળકીનો કબજો તેની માતાને સોંપી આરોપીની ધરપકડ પણ કરી લીધી છે.
ફરાર અન્ય પાંચ લોકોની શોધખોળ 
પહેલા પ્રેમ, બાદમાં શારીરિક સંબંધ અને પત્નીને દગો આપવાના કિસ્સામાં પોલીસે આરોપીની ધરપકડ કર્યા બાદ ફરાર અન્ય પાંચ લોકોની શોધખોળ શરૂ કરી છે. ફરિયાદી પત્નીનો એ પણ આરોપ છે કે પતિ વિશાલે તેની પાસે મોટા પ્રમાણમાં પૈસા પડાવ્યા હતા.જેને લઈને નરોડા પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.