Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Ahmedabad : રતનપોળના સોનાના વેપારીનો કારીગર 1.30 કરોડનું સોનું લઇ ભાગી ગયો

04:51 PM Apr 12, 2024 | Vipul Pandya

Ahmedabad : Ahmedabad માં કાલુપુર રતનપોળના સોનાના વેપારીના ત્યાં છેલ્લા 10 વર્ષ કામ કરી વિશ્વાસ જીતી કર્મચારી 1.30 કરોડની કિંમતનું 2 કીલો સોનું લઇને ભાગી ગયો હતો. વેપારીઓનો વિશ્વાસ કેળવ્યો અને કરોડોનું સોનું લઇને ભાગી જતાં આ અંગે એક મહિના પછી ફરીયાદ નોધાઇ હતી. આ અંગે Ahmedabad ની કાલુપુર પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

રતનપોળની મરચીપોળના વેપારી સાથે ઠગાઇ

અમદાવાદ શહેરના કાંકરીયા વિસ્તારમાં આવેલી નીલકંઠ કોલોનીમાં રવિન્દ્રભાઇ માને પરિવાર સાથે રહે છે. રવિન્દ્રભાઇ કાલુપુર ખાતે આવેલી રતનપોળની મરચીપોળમાં સોનુ ગાળવાની અને બિસ્કીટ બનાવવાની ગોપનાથ રીફાયન ચલાવે છે. છેલ્લા 25 વર્ષથી અલગ અલગ સોનાના જવેલર્સના વેપારી પાસેથી કાચુ અને જુનુ સોનું લઇને તેને એક્યુરીસી ચેક કરવી તેને રવિન્દ્રભાઇ પોતાના માર્કાના સોનાના બિસ્કિટ બનાવી આપવાનું કામ કરે છે. સોનાના બિસ્કિટ બનાવવા માટે સોનાના વેપારીઓ પાસેથી 7 હજારની મજુરી લેતા હોય છે. સાથે જ સોનાના બિસ્કિટ ઇમ્પોર્ટ પાસેથી ખરીદી વેચાણ પણ કરે છે.

વેપારીનો વિશ્વાસ કેળવ્યો

રીફાયનરીમાં આઠ જેટલા માણસો કામ કરે છે. બારેક વર્ષ પહેલા રવિન્દ્ર ઉર્ફે રવિ કાળાજી ઠાકોર (રહે. ઘાટલોડીયા ) રવિન્દ્રભાઇની દુકાનની સામે આવેલા બીજા સોનાના વેપારીના ત્યાં કામ કરતો હતો. ત્યાંથી કાઢી મુક્યા બાદ રવિ ઠાકોરને રવિન્દ્રભાઇએ છેલ્લા 10 વર્ષથી પોતાના ત્યાં નોકરી પર રાખ્યો હતો. છેલ્લા 10 વર્ષી સારી રીતે કામ કરતો હોવાથી રવિન્દ્રભાઇને તેના પર ભરોષો આવી ગયો હતો. વિશ્વાસ વધી જતાં રવિને છેલ્લા 3 વર્ષથી રવિન્દ્રભાઇએ તેમના તમામ વેપારીઓ અને ઓળખીતા સાથે પરીચય કરાવ્યો હતો અને તમામ સાથે વેપાર કરવા માટે અધિકૃત પણ કર્યો હતો. જેથી વેપારીઓ પાસે પૈસા અને સોનાની લેવડ-દેવડ પણ કરતો હતો. જેથી રવિ ઠાકોરને નફામાં 5 ટકા જેટલી રોકડ કમિશન આપતો હતો.

રવિ ઠાકોર 1.30 કરોડની કિંમતનું આશરે 2 કીલો રિફાઇન્ડ સોનુ લઇને ભાગી ગયો

દરમિયાન 10 માર્ચના રોજ સવારે સાડા દસ વાગ્યે સોનાના બિસ્કીટ બનાવડાવવાના હોવાથી રવિ ઠાકોરને તીજોરીની ચાવી આપી હતી અને તેમાંથી સોનાની ટચ કઢાવવા માટે બે કિલો સોનું રતનપોળમાં આવેલી મહાલક્ષ્મી નામની કંપનીમાં મોકલી આપવા જણાવ્યું હતું. આમ બે કિલો સોનું લઇ રવિ ઠાકોર ઉપરોક્ત દુકાને ગયો હતો. બાદમાં એકાદ-બે કલાક પછી રવિ ઠાકોર પરત ન આવતા રવિન્દ્રભાઇએ તેને કોલ કર્યો હતો અને બાદમાં તેનો ફોન બંધ આવતો હતો. જેથી મહાલક્ષ્મી નામની કંપનીના માલિકને રવિન્દ્રભાઇે કોલ કરી રવિ ઠાકોર અંગે પુછ્યું હતું પરંતુ તે દુકાને ન આવ્યો હોવાનું કંપનીના માલિકે જણાવ્યું હતું. દરમિયાનમાં રવિન્દ્રભાઇને જાણ થઇ કે, રવિ અને તેનો મિત્ર શ્રવણને એક લારી પર ઊભા રહ્યા હતા રવિના ઘરે રવિન્દ્રભાઇએ તપાસ કરતા તેની પત્નીને પણ તેની જાણ ન હોવાનું બહાર આવ્યું હતું. આમ રવિ ઠાકોર 1.30 કરોડની કિંમતનું આશરે 2 કીલો રિફાઇન્ડ સોનું લઇને ભાગી ગયો હતો. આ અંગે કાલુપુર પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

અહેવાલ—દિર્ઘાયુ વ્યાસ, અમદાવાદ

આ પણ વાંચો—- Surat murder: હાથ કાપનાર સહિત બેની ધરપકડ, ચાર આરોપી ફરાર

આ પણ વાંચો— VADODARA : સ્પોર્ટસ બાઇકના હપ્તા કાઢવા ATM માંથી ચોરીનો પ્રયાસ નિષ્ફળ