+

સુરતની યુવતીને શ્વાને કરડ્યા બાદ દેખાયા હડકવાના લક્ષણો, યુવતીની હાલત ચિંતાજનક

અહેવાલઃ રાબીયા સાલેહ, સુરત  હડકાયેલા શ્વાનનો ભોગ બનેલી યુવતીની હાલત ગંભીર  સુરત શહેર મેયર ગૌરવપથના અકસ્માતોના મુદ્દે મેદાને પડ્યાં પરંતુ કૂતરાંના જીવલેણ હુમલામાં લોકો જીવ ખોઈ રહ્યાં છે છતાં કેમ…

અહેવાલઃ રાબીયા સાલેહ, સુરત 

હડકાયેલા શ્વાનનો ભોગ બનેલી યુવતીની હાલત ગંભીર 

સુરત શહેર મેયર ગૌરવપથના અકસ્માતોના મુદ્દે મેદાને પડ્યાં પરંતુ કૂતરાંના જીવલેણ હુમલામાં લોકો જીવ ખોઈ રહ્યાં છે છતાં કેમ તેમના પેટનું પાણી હલતું નથી તે એક મોટો સવાલ છે. ગલી,મહોલ્લે,બજાર,માર્કેટમાં ફરતા રખડતા શ્વાનોએ વધુ એક વ્યક્તિને હોસ્પિટલને બિછાને મોકલી દીધી છે. .પાલિકાની હાથ ઉચા કરવાની અને સુરત શહેર મેયરના પોકળ દાવા અને બહાના કરવાની નીતના કારણે શ્વાનોનો આતંક વધતા વધુ એક યુવતીને હોસ્પિટલ ભેગુ થવું પડ્યું છે. .સુરત મનપાની રસીકરણની વાતો માત્ર કાગળ પણ રહી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. પાલિકા કર્મી અધિકારીઓની આળસના કારણે શહેરમાં રખડતા શ્વાનના હડકવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. સુરતમાં હડકાયેલા શ્વાન દ્વારા વધુ એક જીવલેણ હુમલાએ યુવતીને જીવન મરણના જોલા ખાવા મજબુર કરી દીધી છે.સુરત મનપાની રસીકરણ અને ખસીકરણની કામગીરી વચ્ચે પણ બાળકો સહિત લોકો શ્વાનનો ભોગ બની રહ્યા છે.

છેલ્લા ત્રણ મહિનામાં બે બાળકો એક યુવાન અને સાથે એક વૃદ્ધને રખડતાં શ્વાને મોત આપ્યું છે.

સુરતમાં છેલ્લા ત્રણ મહિનામાં બે બાળકો એક યુવાન અને સાથે એક વૃદ્ધને રખડતાં શ્વાને મોત આપ્યું છે. , લોકો શ્વાનના હુમલામાં જીવ ગુમાવી રહ્યા છે,આગાઉ પણ શહેરના અડાજણ વિસ્તારની માસૂમ બાળકી હડકવાના કારણે જીવ ગુમાવી ચૂકી છે, વૃદ્ધ હડકવાના લક્ષણો સાથે મોતને ભેટ્યા હતા,દરરોજ શ્વાનના વધતા કિસ્સા સામે લાચાર હોવાનું પાલિકા ખુદ સ્વીકારી ચૂકી છે.સુરતની હોસ્પિટલોમાં રોજ ડોગ બાઈટના 80 થી 100 જેટલા કેસ સામે આવે છે. પરંતુ રખડતાં શ્વાન દ્વારા નાગરિકો પર થઈ રહેલા જીવલેણ હુમલાઓને સુરત મહાનગરપાલિકા યોગ્ય ગંભીરતાથી લેતી નથી. સુરતમાં થતા શ્વાનના શિકારને સુરત મનપા દ્વારા ગંભીરતાથી લેવામાં નથી આવી રહ્યાં જેના કારણે સતત લોકો શ્વાનનો શિકાર થઈને કાં તો ઇજાગ્રસ્ત થઇ રહ્યા છે અથવા તો મોતને ભેટી રહ્યા છે, જેમાં વધુ એક ઘટના સામે આવી છે. વધુ એક યુવતી ને હડકવા ના લક્ષણ દેખાયા છે.જે જાનલેવા હોવાનું પણ તબીબો જણાવી રહ્યા છે. હડકવાનો યુવતી ભોગ બનીને સિવિલમાં દાખલ કરાઈ છે.

6 મહિના પહેલાં રખડતા શ્વાને બચકા ભર્યા હતાં

ગઈ કાલે સાંજે નવી સિવિલ હોસ્પિટલમાં હડકવાના લક્ષણો સાથે એક યુવતી ને દાખલ કરવામાં આવી છે.તેને શ્વાનની જેમ હાંફ ચઢે છે સાથે જ તેને તકલીફ થાય છે. તેણી હાલત એટલી હદે ખરાબ છે કે તેણીથી પાણી પણ નથી પીવાતું.આ યુવતીને 6 મહિના પહેલાં રખડતા શ્વાને બચકા ભર્યા હતાં. જો કે તે સમયે પરિવાર દ્વારા મામલાને ગંભીરતા થી લઇ યુવતીને વેક્સિન પણ અપાવી હોવાનું જાણવા મળી રહ્યું છે.છતાં યુવતી માં રહી રહીને શ્વાન ના હડકવાના લક્ષણો બહાર આવી રહ્યા છે.

યુવતી માતા-પિતા સાથે શાકભાજી વેચવાનું કામ કરે છે

શ્વાનનો શિકાર બનેલી યુવતી મોરાભાગળ વિસ્તારમાં શાકભાજી માર્કેટ પાસે રહે છે,વિનોદ દેવીપુજન પરિવારમાં પત્ની ઉપરાંત એક દીકરી અને એક દીકરો છે.18 વર્ષીય દીકરી જ્યોતિ પણ માતા-પિતા સાથે શાકભાજી વેચવાનું કામ કરે છે. દિકરીની હાલત બગડતા શાકભાજીનો વેપાર પણ ખોરવાયો છે, અને પરિવારની લાડકી ગુમાવવી ન પડે એની પરિવારની ચિંતા સતાવી રહી છે.

Whatsapp share
facebook twitter