Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Crime : સુરતમાં મિત્રએ જ મિત્રને લૂંટયો,પોલીસે આરોપીઓની કરી ધરપકડ

08:36 PM Feb 24, 2024 | Hiren Dave

Crime : સુરતમાં (Surat)એક એવી ઘટના સામે આવી છે કે મિત્રએ જ મિત્ર પાસેથી રૂ 10 લાખની લૂંટ (Crime) કરી ફરાર થઈ ગયા,તો પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓની ધરપકડ કરી છે.જેમાં સંજુ નામાના આરોપીએ તેના જ મિત્રના ખાતામાં રૂ 10 લાખ ટ્રાન્સફર કર્યા.ત્યારબાદ મિત્ર સંજુ અને ફૈઝાન રૂપિયા લેવા જાય છે.ફરિયાદી રૂપિયા લઈ બહાર નિકળે છે કે તરત જ ત્યાં આરોપી પણ પહોચીને લૂંટ કરીને થઈ જાય છે

 

અડાજણ પોલીસે પકડયા આરોપીઓને

22 જાન્યુઆરીએ અડાજણ પોલીસને એક મેસેજ મળે છે જે મેસેજ લૂંટનો હતો,જેના કારણે પોલીસ દોડતી થઈ,ફરિયાદી પાસેથી મળતી માહિતી મુજબ પોલીસને ખબર પડી કે મિત્રએ જ પહેલા રૂપિયા નાખ્યા અને ત્યારબાદ તેની લૂંટ કરાવી,અડાજણ પોલીસે બે આરોપી સંજુ રાજેશ ખુરાના અને રાકેશ સુધામ ચૌધરીની ધરપકડ કરી છે,જેમાં રાકેશ સુધામ રીઢો આરોપી છે,તો સંચુ રામતાર રાય અને જાવેદ જમીલ શૈખ આ બન્ને આરોપીઓ ફરાર છે.

આવુ કરવા પાછળનું કારણ

પોલીસની તપાસમાં બહાર આવ્યું કે મિત્ર પાસે રૂપિયા હતા,અને તે રૂપિયા સીધા કઈ રીતે માંગવા,માટે આરોપી મિત્રએ રૂપિયા ટ્રાન્ફસર કરાવીને લૂંટ કરાવી,તો પોલીસે આરોપીઓની તપાસ કરતા સામે આવ્યું કે આરોપીઓ આ રીતે અગાઉ પણ લૂંટના ગુનામાં સંડોવાયેલા છે.

આ  પણ  વાંચો  – Honey Trap : સુરતનો રત્ન કલાકાર બન્યો હનીટ્રેપનો શિકાર,જાણો સમગ્ર મામલો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ